પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારો તથા બીજા તબક્કામાં 93 વિધાનસભા બેઠકો પર 833 ઉમેદવારો : મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી

Spread the love

 

પ્રથમ તબક્કામાં મોરબીમાં 02 અને લિંબાયત (સૂરત)માં 03 તથા બીજા તબક્કામાં પાટણ તથા અમદાવાદના નરોડા, બાપુનગર, અમરાઈવાડી એમ કુલ 04 બેઠકો પર 02 બેલેટ યુનિટ વપરાશે : પ્રથમ તબક્કાની ચૂંટણી માટે વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ આજે પૂર્ણ થશે : બીજા તબક્કામાં વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ આજે તા.25 નવેમ્બરથી શરૂ

ગાંધીનગર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાના 89 વિધાનસભા મત વિભાગમાં મતદાન થવાનું છે, ત્યાં તમામ કામગીરી શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી અંતિમ તબક્કામાં છે, જે આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. વૉટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ પણ આજે સાંજ સુધીમાં પૂરું થઈ જશે. તમામ પોલિંગ સ્ટાફની બીજી તાલીમ પણ પૂર્ણ થઈ ગઈ છે પ્રત્યેક મતદાર માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 2,39,76,670 મતદાતાઓ મત અધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 1,24,33,362 પુરુષ મતદાર છે. 1,15,42,811 મહિલા મતદારો અને 497 ટ્રાન્સજેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

બીજા તબક્કામાં 2,51,58,730 મતદાતાઓ મત અધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 1,29,26,501 પુરુષ મતદાર છે. 1,22,31,335 મહિલા મતદારો અને 894 ટ્રાન્સજેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

*ઈવીએમ વ્યવસ્થાપન:*

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં તમામ 19 જિલ્લાઓમાં હરીફ ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમ અને વીવીપેટના સેકન્ડ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને કમિશનિંગની કામગીરી ચાલી રહી છે. આજે સાંજ સુધીમાં આ કામગીરી પણ પૂર્ણ થઈ જશે.

બીજા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે 14 જિલ્લાઓમાં પણ ઈવીએમ અને વીવીપેટના સેકન્ડ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં 65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ, જ્યારે સુરતના 163-લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.

જ્યારે બીજા તબક્કામાં પાટણ જિલ્લાના 18-પાટણ વિધાનસભા મતવિસ્તારમાં 16 હરીફ ઉમેદવારો હોવાથી દરેક બુથ પર 02 બેલેટ યુનિટ, જ્યારે અમદાવાદ જિલ્લાના ત્રણ વિધાનસભા મતવિસ્તાર-47-નરોડામાં 17 ઉમેદવારો હોવાથી, 49-બાપુનગરમાં 29 ઉમેદવારો હોવાથી અને 50-અમરાઈવાડીમાં 17 ઉમેદવારો હોવાથી દરેક બુથ પર 02 બેલેટ યુનિટ વપરાશે.

*ઉમેદવારી પત્રોઃ*

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 69 રાજકીય પક્ષો અને અપક્ષ સહિત કુલ 1,621 ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં કુલ 1,362 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યાં હતા. ચકાસણીના અંતે કુલ 999 ઉમેદવારોના નામાંકનપત્ર માન્ય રહ્યા હતા. ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા બાદ પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

બીજા તબક્કાના તા.05 ડિસેમ્બરે યોજાનાર મતદાન માટે કુલ 1,515 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યા હતા. 403 નામાંકનપત્રો રદ્દ થયા હતા અને 279 નામાંકન પત્રો પાછા ખેંચાયા હતા. આમ, બીજા તબક્કામાં હવે 93 વિધાનસભા બેઠકો પર 833 ઉમેદવારો ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉપરાંત, 69 રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

*મતદાર ફોટો ઓળખકાર્ડઃ*

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યુ હતું કે, મતદાન કરવા માટે માત્ર મતદાર ફોટો ઓળખકાર્ડ(EPIC) પૂરતું નથી. મતદાર યાદીમાં મતદારનું નામ હોવું જરૂરી છે. એટલું જ નહિં, ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં મતદાન માટે મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા માત્ર વોટર ઈન્ફર્મેશન સ્લીપ ઉપયોગમાં લઈ શકાશે નહિં.

મતદાર ફોટો ઓળખપત્ર(એપીક કાર્ડ)ની અવેજીમાં આધાર કાર્ડ, મનરેગાના જોબ કાર્ડ, બેન્ક કે પોસ્ટ ઓફિસની ફોટોગ્રાફ્સ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલય હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર. અંતર્ગત આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શનના દસ્તાવેજ, કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્ર/ જાહેર લિમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઈસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઈસ્યુ કરેલાં સરકારી ઓળખપત્રો, યુનિક ડિસએબિલીટી આઈ-કાર્ડ તથા બિન નિવાસી ભારતીયોઓની જો મતદાર તરીકે નોંધણી થઈ હોય તો, તેઓ મતદાન મથકે અસલ પાસપોર્ટ રજૂ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી મતદાન કરી શકશે.

*વોટર ઈન્ફોર્મેશન સ્લીપઃ*

પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન યોજાનાર છે, તે 19 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 1,79,51,053 વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ થઈ ગયું છે. બાકીનું કામ આજે પૂર્ણ થઈ જશે. જ્યારે બીજા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે 14 જિલ્લાઓમાં આજથી વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ શરૂ થઈ જશે. તા.29 નવેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરાશે.

*બ્રેઇલ વોટર ગાઇડ અને બ્રેઇલ મતદાર કાપલી :*

દિવ્યાંગજનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા વધે અને મતદાનના દિવસે 82,431 પ્રજ્ઞાચક્ષુ મતદારોને આવશ્યક સુવિધાઓ પૂરી પાડી શકાય તે હેતુથી બ્રેઇલ લિપીમાં મતદાર માર્ગદર્શિકા અને મતદાર કાપલીનું વિતરણ કરવામાં આવ્યું છે.

*ખર્ચ દેખરેખ અને નિયંત્રણ:*

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 710 ફ્લાઈંગ સ્કૉડ અને 1,058 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. અત્યાર સુધીમાં રૂ.282.08 કરોડની કુલ જપ્તી કરવામાં આવી છે. જેમાં રૂ.26.37 કરોડની રોકડ રકમ, 3.47 લાખ લિટર જેટલો રૂ.12.45 કરોડની કિંમતનો દારૂ, 938.81 કિલો જેટલું રૂ.61.63 કરોડનું ડ્રગ્સ અને રૂ.14.56 કરોડની કિંમતના 179.76 કિલો સોનુ-ચાંદી જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે રૂ.167.07 કરોડની કિંમતની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

*આચારસંહિતાનો અમલઃ*

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે,રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછી અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી ઈમારતો પરથી 3,07,574 લખાણો, જાહેરાતો, પોસ્ટર્સ, બેનર્સ વગેરે દૂર કરવામાં આવ્યા છે.

આચારસંહિતાના અમલના ભંગની કુલ 2,423 અરજીઓ મળી છે, જેમાંથી 2,389 નો નિકાલ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાંથી કુલ 3,822 જનરલ ફરિયાદો મળી છે, તેમાંથી 3,600 અરજીઓનો નિકાલ કરાયો છે.

*c-VIGIL મોબાઈલ એપ્લિકેશન:*

સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે લોન્ચ કરવામાં આવેલી c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ટીમ અને નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે.c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા કુલ 2,364 ફરિયાદો મળી છે, તે પૈકી 2,347 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

*અન્ય ફરિયાદોઃ*

ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઈન ફરિયાદ માટે બનાવવામાં આવેલા નેશનલ ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ પોર્ટલ પર અત્યાર સુધીમાં 70 ફરિયાદો મળી છે. તે પૈકી 64 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

સામાન્ય પ્રકારની ફરિયાદો માટે નાગરિકો અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યાં છે. નાગરિકોની ફરિયાદો અને સુવિધા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા કંટ્રોલ રૂમના ફોન નંબર 1800-233-1014 તથા 079-23257791 અને 079-23257792-ફેક્સ મારફતે અત્યાર સુધીમાં 175 ફરિયાદો મળી છે, તે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ કચેરીમાં મિડિયા સેલ ઊભો કરીને ટેલિવિઝન અને સોશિયલ મિડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રચાર માધ્યમો પરથી 205 ફરિયાદો મળી છે. જે પૈકી 152 ફરિયાદનો નિકાલ થયો છે.

આ કચેરીની ફરિયાદ શાખાને ટપાલ કે ઈ-મેઈલ દ્વારા અત્યાર સુધીમાં 705 ફરિયાદો મળી છે. તે પૈકી 676 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. એમ વિવિધ પ્રકારની કુલ 6,245 ફરિયાદો મળી છે, જેમાંથી 5,989 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. બાકી રહેલી 256 ફરિયાદોનો નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

*મતદાનના દિવસે જાહેર રજાઃ*

પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં અને બીજા તબક્કાના 14 જિલ્લાઓમાં મતદાનના દિવસે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા વટાઉખત અધિનિયમ હેઠળ રજા જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત, બન્ને તબક્કામાં મતદાનના દિવસે મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કે જે કોઈપણ વ્યાપાર, ધંધા, ઔદ્યોગિક એકમ અથવા અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતા હોય તેવા કર્મચારીઓ અને રોજમદારો (કેઝ્યુઅલ કામદારો) ને મતદાનના દિવસે સવેતન રજા આપવા શ્રમ આયુક્તની કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિવ-દમણ અને દાદરા નગરહવેલી જેવા ગુજરાતની સરહદને સાંકળતા જિલ્લાઓમાં ગુજરાતના જે મતદારો રહેતા હોય તેમના માટે પણ પેઈડ હૉલીડે જાહેર કરવામાં આવ્યો છે.

*પોલિંગ સ્ટાફને ચૂંટણી સંચાલનની તાલીમ:*

ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયાના સરળ અને સુચારૂ સંચાલન માટે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને નિયત કાર્યક્રમ મુજબ તાલીમ આપવામાં આવે છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ તમામ 19 જિલ્લાઓમાં પોલિંગ સ્ટાફની બીજી તાલીમ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બીજા તબક્કાના 14 જિલ્લાઓના પોલીંગ સ્ટાફની બીજી તાલીમનો આજથી આરંભ કરાયો છે અને આગામી તા.28 નવેમ્બર સુધીમાં આ તાલીમ પૂર્ણ કરાશે.

જિલ્લા કક્ષાએ આપવાની થતી વિવિધ તાલીમો જેવી કે, મામલતદાર(ચૂંટણી), નાયબ મામલતદાર(ચૂંટણી), સેક્ટર ઓફિસર્સ, માઇક્રો ઓબ્ઝર્વર્સ, બૂથ લેવલ ઓફિસર્સ(BLOs), MCC ટીમ, EEM ટીમ, MCMC ટીમ વગેરેની ટ્રેનીંગ પણ આયોજન મુજબ પૂર્ણ કરવામાં આવી છે.

*સંકલ્પ પત્રઃ*

શાળાના વિદ્યાર્થીઓ કે જે ભાવિ મતદારો પણ છે, તેઓને સાંકળી લઈને તેમના વાલીઓ અને અન્ય મતદારો પણ મતદાન કરવા પ્રેરિત થાય તે માટે વિદ્યાર્થીઓના માધ્યમથી સંકલ્પ કરવાના “સંકલ્પ પત્ર” વિશાળ વર્ગના સુધી પહોંચવામાં આવ્યા હતા.

આ સંકલ્પ પત્ર સાથે મતદારલક્ષી વિવિધ જાણકારી પણ લાખો પરિવારો સુધી પહોંચાડવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓને 96,35,023 “સંકલ્પ પત્ર” વિતરણ કરવામાં આવ્યા હતા. આજ સુધીમાં વિદ્યાર્થીઓ 83,64,250 સંકલ્પ પત્રો પર વાલીની સહી મેળવીને પરત લાવ્યા છે. આ રીતે એક કરોડથી પણ વધુ નાગરિકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો પહોંચાડવાનું લક્ષ્ય છે.

*આઈ.ટી. ઈનિશિએટીવ્ઝઃ*

મતદારોને પોતાનું મતદાન મથક શોધવામાં કે પોતાનો EPIC નંબર મેળવવામાં મદદરૂપ થવા ચૂંટણી કમિશન દ્વારા Voter Helpline App કાર્યરત છે. આ ઍપ દ્વારા મતદારો વોટર રજીસ્ટ્રેશન જાણી શકે છે, ફરિયાદ કરી શકે છે, ઉમેદવારોનો પરિચય મેળવી શકે છે. EVM કે ચૂંટણી વિષેની અન્ય માહિતી મેળવી શકે છે. એટલું જ નહીં, મતદાર યાદીમાં પોતાનું નામ અને મતદાન મથકની જાણકારી મેળવી શકે છે.

રાજકિય પક્ષોને પણ વિવિધ પ્રકારની મંજૂરીઓ મેળવવામાં સરળતા રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા SUVIDHA App કાર્યરત છે. આ ઍપ દ્વારા રાજકિય પક્ષો રેલી કાઢવા, જાહેર સભા ભરવા, લાઉડ સ્પિકર વગાડવા, વાહન પરમિટ મેળવવા કે કામચલાઉ કાર્યાલય બનાવવા ઑનલાઈન અરજી કરી શકશે. અત્યાર સુધીમાં 33 જિલ્લાઓમાં 6,128 પરવાનગી આપવામાં આવી છે.

દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો ઉપરાંત સખી અને યુવા મતદાન મથકોઃ મોડેલ બૂથ અને ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશનની પણ પહેલ : રાજ્યમાં તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ને લઈને ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ જરૂરી વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ભારતીય ચૂંટણી પંચે વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત તથા સુવિધા આપવા માટે અલગ-અલગ પ્રકારના વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કર્યા છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર છે. એટલું જ નહીં, બંને તબક્કાના કુલ 51,839 મતદાન મથક પૈકી 1,833 પોલીંગ સ્ટેશનો વિશેષરૂપે તૈયાર કરાયા છે.

રાજ્યભરમાં મહિલા કર્મચારીઓ સંચાલિત 1,256 સખી મતદાન મથકો હશે, દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત 182 મતદાન મથકો હશે, યુવા કર્મચારીઓ દ્વારા 33 પોલીંગ સ્ટેશનોનું સંચાલન થશે. આ ઉપરાંત, ચૂંટણી પંચ દ્વારા પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને રાજ્યના 180 ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન બનાવાશે, તેમજ 182 મૉડેલ પોલીંગ સ્ટેશન ઊભા કરીને નવતર પહેલ કરવામાં આવી છે.

દિવ્યાંગો સંચાલિત પોલીંગ સ્ટેશન

Inclusive Elections ના મુદ્દાને ધ્યાને રાખી સમાજના તમામ વર્ગોને ચૂંટણી પ્રક્રિયામાં સમાન તકો મળે તે હેતુથી વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન રાજ્યના કુલ-182 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે. જેમાં રાજ્યના પ્રત્યેક મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ મતદાન મથક બનાવવામાં આવશે. આ મતદાન મથકોમાં પોલીંગ સ્ટાફ જેમ કે પ્રિસાઈડીંગ ઑફિસર તથા પોલીંગ ઓફિસર તરીકે દિવ્યાંગ અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવશે.

મૉડેલ પોલીંગ સ્ટેશન

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ મળે. મતદારોને સરળ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાન મથકને ‘આદર્શ મતદાન મથક’ તરીકે સુશોભિત કરાશે. રાજ્યમાં પોલિંગ સ્ટાફ અને મતદાન એજન્ટોને બેસવા માટે યોગ્ય ફર્નિચરની સુવિધા યુક્ત 182 આદર્શ મતદાન મથકની પસંદગી કરવામાં આવશે. મતદાન મથકોએ શેડ સાથેના વેઈટીંગ રૂમ, બેસવા માટે ખુરશીઓ, મતદાન મથક પર પહોંચવા અવરોધ રહિત માર્ગ, સાઈન બોર્ડ, પાર્કિંગ સુવિધા, પીવાના પાણીની સુવિધા, રેમ્પ, વ્હીલચેર તથા પુરૂષ, સ્ત્રીઓ, વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગ મતદારો માટે અલગ લાઈન જેવી વ્યવસ્થાઓ ઉભી કરાશે.

યુવા મતદારો સંચાલિત મતદાન મથક

ભારતીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે નવતર પહેલ કરી છે. જેના ભાગરૂપે યુવા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય તે હેતુથી દરેક જિલ્લામાં એક યુવા સંચાલિત મતદાન મથક બનાવવામાં આવ્યું છે. આ મતદાન મથકોમાં તમામ કર્મચારી-અધિકારી યુવા હશે. રાજ્યના તમામ જિલ્લા દીઠ એક મતદાન મથક યુવાઓ દ્વારા સંચાલિત મતદાન મથક હશે.

કચ્છ જિલ્લામાં ભુજ, બનાસકાંઠામાં પાલનપુર, પાટણમાં પાટણ, મહેસાણામાં ખેરાલુ, સાબરકાંઠામાં હિંમતનગર, ગાંધીનગરમાં ગાંધીનગર, અમદાવાદમાં ઘાટલોડિયા, સુરેન્દ્રનગરમાં વઢવાણ, રાજકોટમાં રાજકોટ શહેર, જામનગરમાં જામનગર ઉત્તર, પોરબંદરમાં પોરબંદર, જૂનાગઢમાં જુનાગઢ, અમરેલીમાં અમરેલી, ભાવનગરમાં ભાવનગર પશ્ચિમ, આણંદમાં આણંદ, ખેડામાં મહેમદાબાદ, પંચમહાલમાં કાલોલ, દાહોદમાં દેવગઢ બારીયા, વડોદરામાં સયાજીગંજ, નર્મદામાં ડેડીયાપાડા, ભરૂચમાં ઝઘડિયા, સુરતમાં મજુરા, ડાંગમાં ડાંગ, નવસારીમાં જલાલપુર, વલસાડમાં કપરાડા, તાપીમાં નિઝર, અરવલ્લીમાં બાયડ, મોરબીમાં વાંકાનેર, દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા, ગીર સોમનાથમાં સોમનાથ, બોટાદમાં ગઢડા, મહીસાગરમાં લુણાવાડા અને છોટાઉદેપુરમાં છોટાઉદેપુર ખાતે યુવા મતદાન મથકોની રચના કરવામાં આવી છે.

સખી મતદાન મથક

ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા અને જેન્ડર ઈક્વાલિટી માટેની આયોગની પ્રતિબદ્ધતાને જાળવી રાખવા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન વિધાનસભા મતવિસ્તાર દીઠ મહિલા સંચાલિત 7 મતદાન મથકો – સખી મતદાન મથકની રચના કરવામાં આવી છે. રાજ્યમાં આવા કુલ 1,256 મતદાન મથકોમાં પ્રિસાઈડીંગ ઑફિસર, પોલીંગ ઓફિસર જેવા પોલીંગ સ્ટાફ તરીકે મહિલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે.

સૌથી વધુ 148 સખી મતદાન મથકો અમદાવાદ જિલ્લામાં છે. જ્યારે સુરત જિલ્લામાં 112, વડોદરામાં 70, બનાસકાંઠામાં 64, રાજકોટમાં 56, મહેસાણામાં 49, આણંદમાં 49, ખેડા-નડીઆદમાં 42,કચ્છમાં 42, ભાવનગરમાં 42, અમરેલીમાં 35, ગાંધીનગરમાં 35, સૂરેન્દ્રનગરમાં 35, જામનગરમાં 35, પંચમહાલમાં 35, દાહોદમાં 35, ભરૂચમાં 35 અને વલસાડમાં 35 સખી મતદાન મથકો આવેલા છે. આ ઉપરાંત જૂનાગઢમાં 33, સાબરકાંઠામાં 28, ગીર-સોમનાથમાં 28, પાટણમાં 27, નવસારીમાં 26, અરવલ્લીમાં 21, મોરબીમાં 21, મહિસાગરમાં 21, છોટાઉદેપુરમાં 21, પોરબંદરમાં 14, નર્મદામાં 14, તાપીમાં 14, દેવભૂમિદ્વારકામાં 14, બોટાદમાં 14 જ્યારે ડાંગ જિલ્લામાં 07 એમ કુલ 1,256 સખી મતદાન મથકો હશે.

ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન

ચૂંટણી દરમિયાન પર્યાવરણની જાળવણી તથા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણીપંચે ઈકો ફ્રેન્ડલી મતદાનમથક ઊભા કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન રાજ્યના 33 જિલ્લાઓમાં 180 ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન બનાવવાની પર્યાવરણલક્ષી પહેલ કરી છે.

આ પોલીંગ સ્ટેશનમાં ઉપયોગમાં લેવામાં આવનાર મટીરીયલ, ખાસ કરીને પ્રચાર મટીરીયલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મટીરીયલનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે એટલેકે ચૂંટણીમાં Eco friendly materialનો ઉપયોગ કરવાનો રહે છે. આ સાથે, પોલિસ્ટાયરીન સહિતના સીંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટિક સ્ટીક બલૂન, પ્લાસ્ટિક ફ્લેગ્સ, કેન્ડી સ્ટીક્સ, આઈસક્રીમ સ્ટીક્સ, પોલિસ્ટાયરીન (થર્મોકોલ) નો ઉપયોગ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 100 માઈક્રોનથી ઓછી સાઈઝના પ્લાસ્ટિકની પ્લેટસ, કપ,ફોર્ક, ચમચી, ટ્રે, મીઠાઈ/નાસ્તાની પેકીંગ ફિલ્મસ, આમંત્રણ કાર્ડસ, પોસ્ટર/બેનર વગેરે પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ કરવામાં નહીં આવે.

ગુજરાતવિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ નું મતદાન તા. ૦૧/૧૨/૨૦૨૨ (પ્રથમ ચરણ) તથા તા. ૦૫/૧૨/૨૦૨૨ (દ્વિતીય ચરણ) રોજ યોજાનાર છે. તા. ૦૩/૧૧/૨૨થી આદર્શ આચાર સંહિતા(Model Code of Conduct) અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે:

*2.* ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ અન્વયે રાજયમાં તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૨૫/૧૧/૨૦૨૨સુધી કુલ૨૯,૮૪૪ કેસો કરવામાં આવેલ છે જેમાં ૨૪,૭૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં ૨૪,૭૫,૬૫૦ રૂ. નો દેશી દારૂ ૧૩,૨૬,૮૪,૨૧૬ રૂ. નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા ૧૭,૬૭,૪૧,૧૩૨ રૂ. અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા ૩૧,૧૯,૦૦,૯૯૯/- નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે.

*3.* રાજ્યમાંCriminal Procedure Code, 1973હેઠળ ૨,૬૦,૭૦૩ કેસો,Gujarat Prohibition Act, 1949હેઠળ ૩૦,૦૫૧ કેસો,Gujarat Police Act, 1951હેઠળ ૭૧કેસો તથાPASA Act, 1985હેઠળ ૩૨૯ કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ૨,૯૧,૧૫૪અટકાયતી પગલાંઅંગેની કામગીરી કરવામાં આવેલ છે.

*4.* રાજ્યમાં કુલ ૫૫,૬૪૦પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી કુલ જમા ૫૧,૧૨૬ (૯૧.૮૮%)હથિયારો જમા લેવામાં આવેલ છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે.

*5.* રાજ્યમાંThe Arms Act, 1959 હેઠળ ૭૮ગેરકાયદેસર હથિયાર, ૩૫૪ ગેરકાયદેસર દારૂગોળા તથા ૧૫૦ ગ્રામ વિસ્ફોટક પદાર્થજમા કરવામાં આવેલ છે.

*6* રાજ્યમાંNDPS Act, 1985 હેઠળ કુલ ૩૯ કેસો નોંધી,કુલ ૬૧,૯૨,૭૭,૩૦૯/- નો ૧૪૬૦.૯૮૯૫ કિ.ગ્રા.નો NDPS પદાર્થ પકડવામાં આવેલ છે.

*7*.રાજ્યમાં હાલ ૧૪૦ આંતરરાજ્ય ચેક પોસ્ટ કાર્યરત છે. Static Surveillance Teamsદ્વારા 56,270/- રૂ. નો IMFL,3,430/- રૂ. નો દેશી દારૂ, 1,53,00,000/- રૂ. ના ઘરેણાં, 92,84,730/- રૂ.ની રોકડ રકમ તથા 14,61,700/- રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 1,68,21,400/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. Flying Squads દ્વારા 11,242/-રૂ. નો IMFL,500/- રૂ. નો દેશી દારૂ, 1,41,15,940/- રોકડ રૂપિયા (Cash) તથા 8,58,000/- રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 1,49,85,682/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.Local Police દ્વારા 3,08,71,000/-રોકડ રૂપિયા (Cash), 3,54,14,237/- રૂ. ના ઘરેણાં,61,92,87,199/- રૂ. ના NDPS પદાર્થો તથા 74,33,924/- રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 69,30,06,360/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com