ભાજપનું સંકલ્પપત્ર નહીં પરંતુ દગાપત્ર , ભાજપનાં સંકલ્પપત્રમાં મોંઘવારીનો ‘મ’ ગાયબ : રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્મા

Spread the love

કોંગ્રેસ સરકાર આવતાની સાથે જ પરિવર્તનના ઉત્સવમાં સહભાગી સૌ ગુજરાતીઓને “જન ઘોષણા પત્ર – ૨૦૨૨” ના દરેક વચનોને ફળીભૂત કરવા કટિબદ્ધ છેઃ જગદીશ ઠાકોર

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે છેલ્લા છ મહિનાથી લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નોથી માહિતગાર થઈને ૫૦ લાખ કોલ્સ, ૭ લાખ પ્રતિભાવો, ૧૦ હજાર ઈન્ટરવ્યૂ, ૧૮૨ મતવિસ્તારમાં, ૫૦૦૦ ગામડાઓ આવરીને ૬૫ લાખ જનતા સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાઈને ગુજરાતની ૬.૫ કરોડની જનતાની ઈચ્છા અને આકાંક્ષાઓને સંતોષવા માટે “જન ઘોષણા પત્ર – ૨૦૨૨” રજુ કર્યું છે. કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પરિવર્તનના ઉત્સવમાં સહભાગી સૌ ગુજરાતીઓને “જન ઘોષણા પત્ર – ૨૦૨૨” ના દરેક વચનોને ફળીભૂત કરવા કટિબદ્ધ છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ ભાજપના સંકલ્પપત્ર ૨૦૨૨ પર ચર્ચા કરતા પત્રકાર પરિષદને જણાવ્યું હતું કે, આ જ પ્રમાણે ૨૦૧૭માં પણ ભાજપે વાયદા અને વચનોની ભરમાર આપી હતી પરંતુ તેમના ૨૦૧૭ના સંકલ્પ પત્રના ૭૦ ટકા વાયદાઓ પૂરા નથી થયા. તે બાબતે માફી પત્ર નિકાળવાના બદલે જે પ્રમાણે જુઠ્ઠાણાની ભરમાઈ ૨૦૨૨ના ભાજપના સંકલ્પ પત્રમાં દેખાઈ રહી છે, માટે જ અમે કહીંએ છીએ કે આ સંકલ્પ પત્ર નથી પરંતુ દગા પત્ર છે. ભાજપની સરકારે ગુજરાતમાં સત્તા સંભાળી ત્યારે ગુજરાતનું દેવુ માત્ર ૧૦ હજાર કરોડ હતું જે આજે ૪ લાખ કરોડ આંબી ગયું છે. તેમના ૮૦ પાનાના સંકલ્પ પત્રમાં જે પ્રમાણે કોઈ નક્કર વચનો આપવામાં નથી આવ્યા અને માત્ર આંકડાકીય માયાજાળ રચવામાં આવી છે. શું આ સંકલ્પ પત્ર છે કે બજેટની ઉઠાવાયેલી કોપી તેનો પ્રશ્ન ગુજરાતની જનતા કરી રહી છે.  ભાજપે તેના ૨૦૨૨ના સંકલ્પ પત્રમાં ગુજરાતને ડ્રગ્સ અને નશાખોરીથી મુક્તિ માટે, ભ્રષ્ટાચાર વિરોધી કાયદા માટે, ૨૨ પેપર ફુટ્યા તે આગળથી ના ફુટે તેના માટે કોઈ જ પ્રકારની વાતો રજૂ કરવામાં નથી આવી. મોંઘવારીનો ‘મ’ પણ આ સંકલ્પ પત્રમાં નથી સાથે સાથે મોરબીનો ‘મ’ પણ વંચાણમાં નથી આવ્યો. મોરબી દુર્ઘટનાના મુખ્ય આરોપીઓ હજીપણ સરકારની મહેરબાનીથી બહાર ફરી રહ્યાં છે. શું તેઓ વિદેશ જતા રહ્યાં છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે ? ગુજરાતની ઈકોનોમી એક ટ્રીલિયન ડોલરની વાત કરનારા લોકોને એક ટ્રીલિયન પાછળ કેટલા શૂન્ય હોય તે પણ ખબર નથી હોતી. ગુજરાત હકીકતમાં તો વર્ષોથી ગુજરાતનું ડી.એન.એ. એ ડેવલોપમેન્ટ છે. બીજા દેશોમાં જ્યારે હિંમત ન હતી ત્યારે આફ્રીકા અને યુરોપમાં પણ ગુજરાતીઓ કોઈપણ પ્રકારની અદ્યતન સગવડ વિના, જી.પી.એસ. વિના વહાણવટુ કરીને વેપાર કરતા હતા. આવા ઉદ્યમી ગુજરાતીઓએ ગુજરાત બનાવ્યું છે. ગુજરાતમાં વર્ષોથી વેપારીઓ એક્સપોર્ટ કરી રહ્યાં છે. ભલે તે રાજકોટના એન્જીનીયરીંગ ઉદ્યોગ હોય, અમદાવાદનો કાપડ ઉદ્યોગ હોય કે વાપીનો કેમીકલ ઉદ્યોગ હોય, ગુજરાતની ઈકોનોમી ગુજરાતના નાગરિકોના ત્યાગ, સમર્પણ અને મહેનતને કારણે આજે ગર્વ લઈ શકાય તે પરિસ્થિતિમાં છે. સરકાર એ જણાવે કે છેલ્લા એક વર્ષમાં કેટલું ઈનપોર્ટ વધ્યું ? એક આંકડા અનુસાર ચાઈનાથી આવતુ ઈનપોર્ટ છેલ્લા એક વર્ષમાં બમણું થઈ ગયું છે.સંકલ્પ પત્રમાં ૧૯ નવી યુનિવર્સિટી બનાવવાની વાતો કરવામાં આવી પરંતુ ગત વર્ષોમાં એકપણ નવી સરકારી યુનિવર્સિટી બનાવામાં નથી આવી. તે જ પ્રમાણે ૨૭ વર્ષના શાસનમાં એકપણ નવી સરકારી મેડિકલ કોલેજ બનાવવામાં નથી આવી. સ્વાસ્થ્ય અને આરોગ્ય બાબતે કોરોનાની મહામારી દરમ્યાન જે પણ આરોગ્ય સેવાઓને અસર થઈ હતી તેને સુધારવા બાબતે, કોરોનાના મૃતકોને ૪ લાખના વળતર આપવા બાબતે અને નિઃશુલ્ક દવા આપવાની વાત પણ કરવામાં આવી નથી. માન. હાઈકોર્ટના કોરોના સંદર્ભે કરેલા વળતરના આદેશોને પણ ભાજપની સરકારે નજરઅંદાજ કર્યા છે.ભાજપના ૨૦૧૭ના સંકલ્પ પત્રમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી, આવક બમણી તો ના થઈ પરંતુ ખેડૂતોને મોંઘુ બિયારણ, સબસિડીની ઓછી રકમ અને ટેકાના ભાવોમાં ઉત્પાદનખર્ચ પણ ન નીકળી શકે તેવો બોજો પડ્યો અને ખર્ચ બમણો થઈ ગયો, વિના મૂલ્યે ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા આપવાની વાત હતી, આંતરરાષ્ટ્રીયસ્તરની યુનિવર્સિટી બનાવવાની વાત હતી, સુરત અને વડોદરામાં મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવાની વાત હતી, સ્માર્ટ ટ્રાફીક મેનેજમેન્ટ સિસ્મથી ટ્રાફીક મેનેજ કરવાની વાત હતી (માત્ર સીસીટીવી લગાવાયા અને લોકોના ઘેર દંડ સ્વરૂપે ખંડણી ઉઘરાવવાના મેમો મોકલાવ્યા), બંધ પડેલી સહકારી સંસ્થાઓને પુનઃ જીવીત કરવાની વાત હતી, જેમાં સરકારી હસ્તક્ષેપ વધારી દેવામાં આવ્યો. આદિવાસીઓને જમીન માલિકીનો હક્ક આપવાની વાત હતી, વિચરતી વિમુક્ત જાતિના લોકોને પાકું મકાન આપવાની વાત હતી, ઠાકોર કોળી વિકાસ નિગમની ગ્રાન્ટ બમણી કરવાની વાત હતી, જીલ્લા આદિવાસી કલ્યાણ બોર્ડ બનાવવાની વાત હતી, રજીસ્ટ્રર્ડ આદિવાસી સમિતિ બનાવવાની વાત હતી, વેક્ટર બોર્ન રોગમુક્ત ગુજરાતની વાત હતી, મોબાઈલ ક્લિનિકની શરૂ કરવાની વાત હતી પરંતુ આમાંના એકપણ વચનો ભાજપ સરકાર દ્વારા પુરા કરવામાં નથી આવ્યા અને ૨૦૧૭ના સંકલ્પ પત્રના ૫૦ ટકા મુદ્દાઓ ફરીથી ૨૦૨૨ના સંકલ્પ પત્રમાં કોપી મારી દેવામાં આવ્યાં છે. ભાજપ ગુજરાતની જનતાને નાસમજ ના સમજે કારણ કે જનતા પણ હવે બધુ જાણી ગઈ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહે જણાવ્યું હતું કે, રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારે રાજસ્થાનના દરેક નાગરિકોને ૧૦ લાખ રૂપિયાની આરોગ્ય સહાયની યોજના ભેટ આપી છે. યુવાનોને રોજગારી આપીને કોન્ટ્રાક્ટ પધ્ધતિમાંથી મુક્ત કર્યાં છે. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારે શાસનમાં આવતાની સાથે જ વચન પ્રમાણે ખેડૂતોના દેવા માફ કર્યા હતા. એ જ પ્રમાણે કોંગ્રેસની સરકારો જ્યાં છે ત્યાં જુની પેન્શન યોજના પણ લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પુરાં કરશે કારણ કે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ છે કે કોંગ્રેસે જે કહ્યું છે તે કરી બતાવ્યું છે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વિનર અને પ્રવક્તા હેમાંગ રાવલ એ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા અપાયેલા કોંગ્રેસના વચનો એ જ દરેક કોંગ્રેસજનનો સંકલ્પ છે.

૧ . પ્રત્યેક વ્યક્તિને ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર, તમામ દવાઓ વિનામૂલ્યે

૨  . ઘર વપરાશની વીજળીમાં ૩૦૦ યુનિટ માફ, રૂ. ૫૦૦ માં ઘરેલું ગેસ સિલિન્ડર

૩ .  યુવાનો માટે ૧૦ લાખ સરકારી નોકરીની તક, બેરોજગાર યુવાનોને માસિક રૂ. ૩૦૦૦ નું બેરોજગારી ભથ્થું

૪ .  સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથાનો અંત, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ

૫ .   ૩,૦૦૦ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ સ્થપાશે,દીકરીઓને KG થી PG સુધીનું શિક્ષણ નિઃશુલ્ક

૬ . કિડની, લિવર અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નિઃશુલ્ક, આધુનિક સુવિધાઓથી સજ્જ અદ્યતન હોસ્પિટલો બનાવવામાં આવશે.

૭ . કોરોનામાં મૃત્યુ પામેલ પ્રત્યેક વ્યક્તિના પરિવારને રૂ. ૪ લાખની સહાય

૮ . શહેરી વિસ્તારોમાં ૧૦૦ દિવસની રોજગારી ગેરંટી યોજના સાથે માથા દીઠ આઠ રૂપિયામાં પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે.

કોંગ્રેસ પક્ષ દ્વારા અપાયેલ વચનો પુરાં કરવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. ગુજરાત કોંગ્રેસનું મેનીફેસ્ટો એ અમારો પરિવર્તનનો સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરાં કરવામાં આવશે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાધી ભવન ખાતે આયોજીત પત્રકાર વાર્તામાં હિમાચલ પ્રદેશ મીડિયા વિભાગના સંજીવ શર્મા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com