ગુજરાતમાં નર્મદાનો પાયો નાખનાર કોંગ્રેસ સરકાર હતી : જયનારાયણ વ્યાસ

Spread the love

 

ભાજપાના પૂર્વ વરિષ્ઠ નેતા, અર્થશાસ્ત્રી જયનારાયણ વ્યાસ , તેમના પુત્ર  તેમજ સિદ્ધપુર એપીએમસીના પૂર્વ અધ્યક્ષ સમીર વ્યાસ વિધિસરરીતે  કોંગ્રેસમાં જોડાયા.

સંવિધાનમાં ક્યાંય એવું નથી લખ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખરીદી શકાય : મલ્લિકાર્જુન ખડગે

અમદાવાદ

 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મા.મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ભવન ખાતે પત્રકારો સમક્ષ કોંગ્રેસની વાત મુકી અને તેમની સાથે સંવાદ કર્યો. શરૂઆતમાં ભાજપાના પૂર્વ વરિષ્ઠ નેતા, અર્થશાસ્ત્રી જયનારાયણ વ્યાસ તેમજ સિદ્ધપુર એપીએમસીના પૂર્વ અધ્યક્ષ સમીર વ્યાસ વિધિસરરીતે સંકડો કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બન્નેને કોંગ્રેસનો ખેસ અને શાલ ઓઢાડી સ્વાગત કર્યું.

ગુજરાતમાં વિધાનસભા-2022ની ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા આવેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મા.મલ્લિકાર્જુન ખડગેએ પોતાના શાલિન વ્યક્તવ્યમાં ભાજપાની ચૂંટણી પ્રચારની રીતરસમો સામે આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં ચૂંટણી પ્રચારની એક ગરિમા હોય છે. રાજકીય પક્ષો પોતનાના કાર્યોની વાતો પ્રજા સમક્ષ મુકવા સ્વતંત્ર છે. પરંતુ જે રીતે ભાજપા ચૂંટણી પ્રચારમાં જે રીતરસમો અપનાવે છે તે લોકશાહીને છાજતું નથી. આ ચૂંટણીમાં અમારા કોંગ્રેસના શીર્ષનેતાગણ અને કાર્યકર્તાઓ દેશના ખૂણે ખૂણેથી આવ્યા છે, અને પ્રચારનું કાર્ય સંભાળી રહ્યા છે. આ ચૂંટણી મહત્ત્વપૂર્ણ છે. આ ચૂંટણી ગુજરાતની પ્રજા લડી રહી છે. ગુજરાતની પ્રજા સાહસિક છે, ઇન્ટેલિજન્ટ છે, દેશ-દુનિયાને માર્ગદર્શન આપવાની કૂનેહ તેઓ ધરાવે છે. અહીંની પ્રજામાં સ્કિલ ડેવલોપમેન્ટ જોવા મળે છે. તેઓ સમગ્ર દેશમાં ફેલાયેલા છે. ધંધાકીય-પ્રોફેશન્સ કારોબાર હોય કે સાયન્સ, ટેકનોલોજી ક્ષેત્ર હોય અહીંના ગુજરાતીઓ તમામ ક્ષેત્રે સહયોગી બની ગયા છે. ગુજરાતમાં તમામ મૂલ્યો જોવા મળશે. પૂજ્ય ગાંધીજી પણ આ રાજ્યના – પણ હું આ વૈશ્વિક હસ્તીને સમિતિ બનાવવા માંગતો નથી. સરદાર વલ્લભભાઈ પટેલ જી પણ ગુજરાતના. પણ અમને એ વાતનું દુઃખ છે કે આ મહાન વ્યક્તિઓના નામો લઇ અમારી ઉપર શાબ્દિક હુમલાઓ કરે છે.

ગુજરાતની પ્રજાને જોઇ એવું લાગી રહ્યું છે કે ગુજરાતની પ્રજા કોંગ્રસની પડખે ઊભી છે. તેઓ કોંગ્રેસને મત આપી રહ્યા છે. ભાજપાના ગુજરાતના 27 વર્ષના શાસન પછી પણ આટલા વિશાળપાયે પ્રચાર કરવો પડે છે. ભાજપાના ચાર મુખ્યમંત્રીઓ, ખુદ વડાપ્રધાન સાથે અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અમને તો એ વાતની નવાઇ લાગી રહી છે કે જે રાજ્યમાં 27 વર્ષ સુધી સત્તા સંભાળી તો તેમ તમારા કરેલા કામો પ્રજા સમક્ષ મુકો. ભાજપાએ તો પ્રજાના મુદ્દાને કોરણે મુકી દીધા છે. અને કોંગ્રેસે આમ કર્યું તેમ કર્યું. પ્રજાહિતના ન હોય તેવી વાતો કરી ભડકાઉ ભાષણો આપી રહ્યા છે. ભાજપાને ડર પેસી ગયો છે. મૂળ મુદ્દાઓને કિનારે રાખી પ્રચાર કરી રહ્યા છે. આ ગુજરાત મેં બનાવ્યું તેવો પ્રચાર કરી રહ્યા છે. મોદીજી પોતાના નામે વોટ માંગી રહ્યા છે. જાહેરમાં કહી રહ્યા છે કે મને વોટ આપો. મારા નામે વોટ આપો. છેલ્લા 70 વર્ષમાં કશું થયું નથી, આવા જુમલાઓ ઘણા થઇ રહ્યા છે. દરેક વાતમાં આ બુમબરાણ સાંભળવા મળે છે. કોંગ્રેસે આઝાદીની લડાઇ લડી, કેટલાય આઝાદીના લડવૈયા ફાંસી ઉપર ચડી ગયા, જેલોમાં વર્ષોના વર્ષો રહ્યા. તેની કોઇ વાત નથી કરતા. ભાજપા વારંવાર કોંગ્રેસને કોસી રહી છે. મોદીજી પરેશાન બની ગયા છે, પૂરી ભાજપાની ફોજ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં ઉતારી દીધી છે. બીજાની મજાક ઉડાવવી, અને પોતાની જ વાતો કરે રાખવી તે યોગ્ય નથી. તમને સાડા તેર વર્ષ અને બીજા છ વર્ષ તો ગુજરાતનું શાસન કરવા ચાન્સ તો મળ્યો છે. તમે તો ડબલ એન્જીનની સરકારની વાતો કરી રહ્યા છો. તેમાં ગુજરાતમાં છેલ્લા છ વર્ષના શાસનમાં ભાજપાએ તેના ત્રણ મુખ્યમંત્રીઓ બદલી નાંખ્યા. અમારા કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીઓએ પણ ગુજરાતમાં સત્તા સંભાળી હતી. અમે પણ ગુજરાતને હજારો કરોડોના કામો કરેલા છે, રેલવે માટે, વડોદરા અને ભરૂચમાં હોસ્પિટલ બનાવી. અમે તેનો વાતો નથી કરતા, અમારા પ્રવક્તાઓ પણ આ કાર્યોની જાહેરાત નથી કરતા. કરાણકે આ પ્રજાના કામો છે અને અમારી જવાબદારી છે. આવા કામોથી તો દેશ બને છે. ભાજપા ગુજરાત મોડેલની વાતો કરે છે, તેમનું બધું બરોબર છે તો પ્રજાને તેનો લાભ કેમ નથી મળ્યો. પાંચ લાખ સરકારી નોકરીઓ ખાલી છે. 28,000 શિક્ષકોની જગા ભરાઇ નથી. ગુજરાતમાં કોંગ્રેસના શાસનના છેલ્લા વર્ષમાં ગુજરાતના માથે 10,000 કરોડનું દેવું હતું તે આજે ભાજપાના 27 વર્ષના શાસન પછી રૂપિયા 3,40,000 ના આંકે પહોંચી ગયું છે. અને આવનાર વર્ષ 2022-23માં રૂપિયા 4,60,000 કરોડને આંબી જશે. અમારા 10,000ના દેવાં પર માંછલા ધોઇ રહ્યા છો અને તમારા આ આંકડા વિશે કેમ ચૂપ છો.

કોવિડના સમયે ત્રણથી ચાર લાખ લોકો મૃત્યુ પામ્યા. આંકડા છુપાવાઇ રહ્યા છે. ભાજપાના શાસનમાં જો કામ જ થયું હોય તો મુખ્યમંત્રીઓને કેમ બદલવા પડ્યા? ભાજપાના શાસનમાં કોઇ ભરતી થઇ નથી. કોઇ ક્લાસરૂમો બન્યા નથી. કોઇ સરકારી મેડિકલ કોલેજ બની નથી. કોંગ્રેસના શાસનમાં નહેરૂજીએ આઇઆઈટી, એમ્સની સ્થાપના કરી. ભાજપા ટીકા કેમ કરી રહી છે? તેમને ટીકા કરવાની આદત પડી ગઇ છે. ભાજપા મોંઘવારી ઉપર કોઇ વાત નહી કરે, દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં જીવનજરૂરિયાતની સામાન્ય ચીજવસ્તુઓ પણ મોંઘી મળી રહી છે. જે વસ્તુ દેશના અન્ય રાજ્યોમાં રૂ. 100માં મળી રહે છે તે ગુજરાતમાં રૂ. 120માં મળે છે. ગુજરાતમાં મોંઘવારી ઘણી છે. તેનો ઉકેલ ભાજપા પાસે નથી. મોંઘવારીને કારણે ગુજરાતમાં ગરીબો ત્રસ્ત બની ગયા છે. જીએસટી લાવી ને સામાન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ પર ટેક્સ લગાવી દીધો છે. દૂધ, પેન્સિલ, રબર અને દવાઓ પર જીએસટી લગાવી મોંઘવારી વધુ કરી દીધી છે. જીડીપી પર તેની અસર દેખાય છે. રૂપિયાનું અવમૂલ્યન દિવસે દિવસે થઇ રહ્યું છે. ડોલરના મુકાબલે રૂપિયા કમજોર બની રહ્યો છે. મહિલાઓ પરેશાન છે. નાના અને મધ્યમકક્ષાના કારોબારીઓ પણ તેમના ધંધામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ભાજપા લોકતંત્રને કચળી રહી છે. ચૂંટાયેલી સરકારને સત્તામાંથી બહાર કાઢી રહી છે. આપણા સંવિધાનમાં ક્યાંય એવું નથી લખાયું કે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ અને સરકારને ખરીદી શકાય. ગવર્નર સાથે પણ આવો વ્યવહાર થઇ રહ્યો છે. ઇડી, સીવીસી અને અન્ય દેશની સંવૈધાનિક સંસ્થાઓનો બિનલોકતાંત્રિક રીતે કલંકિત કરી તેને ચલાવી રહ્યા છે. ભાજપામાં જે લોકો આવે છે તેઓને ક્લિનચીટ મળી જાય છે. મોદીજી પાસે મોટું વોશિંગ મશીન છે. જે ભાજપામાં સામેલ થાય છે તેઓ નિષ્કલંક બની જાય છે. તેઓ ભષ્ટાચાર માટે ટુ-સી અરિસામાં જુએ. પણ લોકો જાગૃત બની ગયા છે.

 ગત વર્ષોમાં જ્યારે અમે ચૂંટણીમાં પ્રજાનો અંદાજ જોતા. વર્ષ 1978માં જનતા પાર્ટીના સમયે અમારા શીર્ષનેતા દેવગૌડા સભામાં લોકો આવતા નથી ત્યારે કહેતા કે આપણા મતદારો ઇનવિઝેબલ છે – દેખાતા નથી પરંતુ પરિણામ આપે છે. તે પછી અમારા મતદાનની ટકાવારી ઘણી વધી અને 20થી 25 સીટોમાં પણ વધારો થયો. આ પ્રમાણે સાયલન્ટ વોટર્સ અમારી સાથે છે. ગભરાહટ મોદીજીને થયો છે. તેથી જે તેઓએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં ખુદ ઉતરેલા છે. અમિત શાહજી પણ અન્ય ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અગ્રણી નેતાઓ સાથે ગુજરાતમાં ગામેગામ પ્રચાર કરી રહ્યા છે.

રાહુલ ગાંધી અમારા નેતા છે. અમે કોંગ્રેસના મેનીફેસ્ટોમાં પ્રજાના હિતના વચનો આપ્યા છે. ભાજપાએ રાંધણ ગેસના રૂપિયા 400થી વધારી આજે રૂ. 1100 સુધીનો ભાવ વધારી દીધો છે. મહિલાઓને ઘરેલું ગેસ રૂપિયા 500માં આપીશું. કોંગ્રેસ ફુડ સિક્યુરિટી લાવ્યા – તેને શંકાની નજરે જોતા હતા. મનરેગા યોજના લાવ્યા જે કોરોના કાળમાં જરૂરમંતોને તેના થકી મદદ મળી. કોંગ્રેસ 300 યુનિટ સુધીની વીજળી મફત આપશે. આરોગ્ય વીમોની રકમ રૂપિયા દસ લાખ સુધી આપીશું. રાજ્યમાં 3000 અંગ્રેજી માધ્યમની સ્કુલો બનાવીશું. ખેડૂતોની રૂપિયા ત્રણ લાખ સુધીની લોન માફ કરીશું. જૂની પેન્શન યોજના લાગૂ પાડીશું. કોરોનાથી મૃત્યુ પામનાર મૃતક પરિવારોને રૂપિયા 4 લાખનું વળતર આપીશું. રાજ્યમાં દસ લાખ નવી નોકરીઓ ઊભી કરીશું. મહિલાઓ માટે કેજીથી લઇ પીજી સુધીનું શિક્ષણ મફત આપીશું. પશુપાલકોને દૂધના લિટરદીઠ રૂપિયા 5ની સબસિડી આપીશું.

આ ગાંધીજીનું ગુજરાત છે. અમે યથાયોગ્ય પ્રજાહિતના વચનો આપેલા છે. જે અમે પૂર્ણ કરીશું. આજે કોંગ્રેસમાં પૂર્વ ભાજપા નેતા, વરિષ્ઠ અર્થશાસ્ત્રી શ્રી જયનારાયણ વ્યાસ અને એએમપીએના ચેરમેન સમીર વ્યાસ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા તેમનું અભિવાદન કરું છું. તેઓ અર્થશાસ્ત્રી તરીકે ના તેમના સૂચનો આવકાર્ય રહેશે.

ભાજપાના પૂર્વ વરિષ્ઠ નેતા, અર્થશાસ્ત્રી શ્રી જયનારાયણ વ્યાસ તેમજ એપીએમસીના અધ્યક્ષ સમીર વ્યાસને કોંગ્રેસમાં આવકારતા મલ્લિકાર્જુન ખડગે તેઓને કોંગ્રેસનો ખેસ અને શાલ ઓઢાડી સ્વાગત-અભિવાદન કર્યું હતું. જયનારાયણ વ્યાસ વિધિસર રીતે કોંગ્રેસમાં જોડાયા બાદ આજે તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પંડિત નહેરુજીના હસ્તે ગુજરાતમાં નર્મદાનો પાયો નવાગામ ખાતે નંખાયો હતો. ડેમની ઊંચાઇ અને તેની જમીન અને અસરગ્રસ્ત લોકો વિસ્થાપિત કરવાના એવોડ્ઝનું નોટિફિકેશન અને પ્લાનિંગ કમિશનના આદેશ દ્વારા મંજૂરી-કાર્ય મા. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીજીના શાસનમાં થયું હતું. ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને ચીમનભાઈ પટેલના શાસનમાં નર્મદાનું નિર્માણ કાર્ય 75 ટકા પૂર્ણતાને આરે આવી ગયું હતું. અધ્યક્ષજીએ યોજનાની વિગતો જણાવી તેમાં હું કહી શકું કે ગુજરાતમાં આજે જે કાંઇ યોજનાઓ છે તે તમામ યોજનાઓનું પ્લાનિંગ અને પાયો સાઇઠના દશકમાં નંખાયા હતા. રાહુલ ગાંધીજીની નવી વાત જોવા મળી. શ્રી રાહુલ ગાંધીજી લોકશાહીના પુરસ્કર્તા, વિજનરી લીડર અને પ્રસ્થાપિત નેતા બની ચૂક્યા છે.

અમદાવાદ સ્થિતિ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મા.મલ્લિકાર્જુન ખડગેજીની પત્રકાર પરિષદમાં રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી અશોક ગહેલોત , ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા , મીડિયા અને પબ્લિસિટી વિભાગના ચેરમેન પવન ખેરા , સ્કેનિંગ કમિટીના અધ્યક્ષ રમેશ ચૈનીતલા, રાષ્ટ્રીય કોંગ્રેસ સોશિયલ મીડિયા ચેરમેન સુશ્રી સુપ્રિયા શ્રીનેત ગુજરાત ચૂંટણીના મીડિયા પ્રભારી આલોક શર્મા , પૂર્વ કેન્દ્રિય મંત્રી અને સાંસદ મુનિઅપાજી, વરિષ્ઠ કોંગ્રેસ નેતા શ્રી બી.કે. હરિપ્રસાદ, મહારાષ્ટ્રના ધારાસભ્ય શ્રી બાબા સિદ્દીકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, પંકજ પટેલ, પ્રદેશ કોંગ્રેસના મીડિયા કો-કન્વિનર હેમાંગ રાવલ, પ્રવક્તા પાર્થીવરાજ કથવાડિયા, હિરેન બેન્કર પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com