જીતનો આપો મોકો, મુકેશ મારશે ચોક્કો, નમો, કમો, બાદ હવે મુક્કો, મતદાન ના ચૂકો,

Spread the love

મુકેશ જંમ્પર સામે ભાજપ, કોંગ્રેસ બમ્પર સાથે ડંમ્પર કુદાવશે? ત્રિપાંખીયા જંગે ભલભલાની ઊંઘ ઉડાડી

ગુજરાતમાં ત્રિપાંખીયા જંગે ભારે કરી છે, ત્યારે GJ-18 ની ઉત્તરશીટના ઉમેદવાર આમ આદમી પાર્ટીના મુકેશ પટેલે ઝંઝાવાતી પ્રચારથી મતદારોમાં કોને મત આપવો અને કોણ જીતશે, તે વિષય હાલ અત્યારે ચર્ચામાં છે, ત્યારે ૨૭ વર્ષથી ભાજપની સરકાર વિકાસ ઉપર મત માંગી રહી છે, હા ,વિકાસ ગુજરાતમાં થયો છે ,તે સત્ય છે, પણ મોંઘવારી ,બેરોજગારીનો મુદ્દો હાલ ભાજપને નડી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વીજળી, શિક્ષણ, આરોગ્યના મુદ્દે ધમાસણા મચાવી દીધું છે ,ત્યારે ત્રિપાંખીયો જંગ ભલભલાના ગણિતના સરવાળાને ભાગાકારમાં ફેરવી દે તો નવાઈ નહીં,આમ આદમી પાર્ટી પાસે જાેઈએ તેટલા કાર્યકરોની ફોજ નથી, પણ જે કાર્યકરો છે ,તે ક્વોલિટીબધ્ધછે, ત્યારે મનપાની ચૂંટણીમાં ૨૨% મતો આપને, બીજા નંબરે મળ્યા હતા ,ત્યારે આ મતો કમિટ ઞણી શકાય, ત્યારે ૮ મહિનામાં કેજરીવાલ દ્વારા અનેક રેવડી કલ્ચરલ સાથે મેદાનમાં ઉતરીને મોટો મેપ બનાવતા પ્રજામાં નવા મતદારોનો પણ આપનો વધારો જાેવા મળી શકે છે, ત્યારે કમિટ મતો અને નવા મતદારો એટલે કે આઠ મહિના ના પ્રચારમાં જે કેજરીવાલે ટેમ્પો જમાવ્યો છે, તે ટેમ્પામાં પ્રજા કેટલી સ્વીકારે છે, તે પ્રશ્ન છે, ત્યારે કેજરીવાલ દ્વારા ગઈકાલે પ્રેસમાં પોતાની સરકાર બની રહી હોવાનું કહેતા, આ મુદ્દાએ પ્રજામાં ભારે હોહા મચાવી છે, ત્રિપાંખીયો જંગમાં કોણ કોના મતો શેરવે છે, તે મોટો પ્રશ્ન છે.બાકી ભાજપ, કોંગ્રેસ, આપનો ત્રિપાંખીયો જંગથી મોટા નેતાઓ, માથાઓ ખજવાળતા કરી દીધા છે. ઉત્તરશીટના ભાજપના ઉમેદવાર રીટા પટેલને ગ્રામ્ય અને શહેરમાં સારો આવકાર મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના વિરેન્દ્રસિંહ વાઘેલા પણ ગાજ્યા જાય તેવા નથી, તેમણે પણ ટેમ્પો સારો જમાવ્યો છે, રીટા પટેલ મહિલાને ટિકિટ મળતા મહિલાઓમાં ક્રેઝ આ વધ્યો છે ,ત્યારે મુકેશ પટેલ કોના મતો માં ગાબડું પાડે છે ,તે મોટો પ્રશ્ન છે, જાેવા જઈએ તો મુકેશ પટેલ કર્મચારી એસો. મંડળથી લઈને અનેક પાટીદાર સમાજની સંસ્થાઓ સાથે જાેડાયેલા છે.મુકેશ ભલભલાને ઠેસ પહોંચાડે તો નવાઈ નહીં, ત્યારે ત્રિપાંખીયો જંગમાં મુકેશનો ઘોડો તબડીક તબડીક દોડતો થઈ ગયો છે, હમણાં એક રેલીમાં સેક્ટર ૨૪ ખાતે જે પ્રજામાં સ્વાગત થયું તે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા આ ટોળા મતોમાં કન્વર્ટ થાય તે જરૂરી છે, ભાજપના કાર્યકરો નગરસેવકો હાલ મુન્નાભાઈની જેમ લગે રહો તેમ લાગી ગયા છે બાકી મુકેશ જમ્પર સામે ભાજપ ,કોંગ્રેસ ડમ્પર મતો થી બમ્પર કુદાવે છે, કે કેમ ? તે યથાર્થ પ્રશ્ન છે. બાકી નમો, કમો બાદ મૂકાના પઞમાં પગ નાખવો પણ કાઠો છે.

ભાજપના રીટા પટેલ પોતે ગ્રામ્ય વિસ્તાર હાલ ખૂંદી રહ્યા છે ,ત્યારે મહિલા હોવાથી મહિલાઓમાં ક્રેઝ વધ્યો છે.
કોંગ્રેસના વિરેન્દ્રસિંહ પોતે વાસણના રહેવાસી હોવાથી ગ્રામ્યના મોટાભાગના પ્રચારમાં તૂટી પડ્યા છે, ગત ચૂંટણીમાં ડૉ.CJ ચાવડા સામે ભાજપના અશોક પટેલ ૪૮૦૦ મતોથી હાર્યા હતા, એ વખતે ત્રિપાંખીયો જંગ ન હતો, ત્યારે આપ પાર્ટી કોના મતો સેરવે છે,તે જાેવું રહ્યું,
મુકેશ પટેલ (આપ)ને અન્ડરએસ્ટીમેન્ટ કરવું બંને પક્ષોને રાજકીય ભારે પડે તેમ છે ,કારણકે મનપાની ચૂંટણીમાં ૨૨% મતો સૌથી વધારે આપને મળ્યા હતા, ત્યારે આઠ મહિનામાં જે આપ દ્વારા ટેમ્પો જમાવ્યો છે, તેનો લાભ વધુ જાે મુકેશને મળે તો ભાજપના મતોનું પણ ધ્રુવીકરણ થાય તેમ છે, ગામડાઓમાં આપે પગ પેસારો કર્યો છે, ત્યારે ત્રિપાંખીયો જંગમાં કોની જીત થાય તે કેવી મુશ્કેલ છે,
ભાજપ ,કોંગ્રેસ ,આમ આદમી પાર્ટી એ પ્રચારમાં તેજી લાવી દીધી છે, ત્યારે હવે રાજકીય વાતો એવી બહાર આવી છે કે આ મૂકો કોઈ રોકો, બાકી મારશે ચોક્કો,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com