ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા માટે આમંત્રણ પાઠવતા રાજ્યપાલ : મંત્રી મંડળની યાદી લઈ પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા દિલ્હી 

Spread the love

 

ભાજપ વિધાનસભા દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો સ્વીકાર : મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરવામાં આવશે :શપથ ગ્રહણ સમારોહ સોમવારે બપોરે બે કલાકે હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે યોજાશે

ગાંધીનગર

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજભવન ખાતે ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વમાં ભાજપાના ઉચ્ચ પ્રતિનિધિ મંડળે રૂબરૂ મળીને નવનિર્વાચિત ધારાસભ્ય ભૂપેન્દ્ર રજનીકાંત પટેલને ભારતીય જનતા પક્ષના 15મી વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે નિયુક્ત કરવા સંદર્ભનો પત્ર સુપ્રત કર્યો હતો. આ પત્રમાં કરવામાં આવેલી વિનંતીને ધ્યાને લઈ રાજ્યપાલે તા. 12/12/2022ને સોમવારના રોજ બપોરે 2-00 કલાકે મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરવા માટે ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવ્યું છે. શપથ ગ્રહણ સમારોહ સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ, સરદાર ભવન સંકુલ, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે યોજવામાં આવશે.આ પ્રતિનિધિ મંડળમાં જીતુભાઈ વાઘાણી, રમણલાલ વોરા, પંકજ દેસાઈ, હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, શંકર ચૌધરી, ગણપતભાઈ વસાવા, રમણ પાટકર, નરેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આજે ભાજપની વિધાનસભા દળની બેઠક યોજાઈ છે જેમાં ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ ધારાસભ્ય દળની બેઠકમાં કનુ દેસાઈએ મૂક્યો હતો. પૂર્ણેશ મોદી, મનિષા વકીલ અને રમણ પાટકરે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. નવા મંત્રીમંડળની રચના માટે ભાજપના નિરિક્ષકો રાજનાથ સિંહ, બી.એસ.યેદુરપ્પા અને અર્જુન મુંડા સહિતના નિરીક્ષક કમલમ ખાતે પહોંચી ગયા હતા.વિધાનસભા દળની બેઠક બાદ સાંજે 4 કલાકે સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થયા હતા. નવી સરકારની શપથવિધી 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે.12 ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે, પરંતુ તેની આ શપથ સમારોહમાં માત્ર મુખ્યમંત્રી જ શપથ લેશે. મુખ્યમંત્રી 12 ડિસેમ્બરે બપોરે 1થી 3 વાગ્યામાં શપથ લેશે. જ્યારે મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરવામાં આવશે.પીએમ ઓફીસે 12 ડિસેમ્બરે 1થી 3 વાગ્યાના સમયની ફાળવણી કરી છે. જેને લઈને મંત્રીમંડળના શપથ અન્ય દિવસે થાય તેવી શક્યતા છે.નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 તેમજ અન્યના ખાતામાં 4 બેઠક ગઈ છે.

 

નવી સરકારના સંભવિત મંત્રીઓની યાદી

પ્રધ્યુમન જાડેજા અથવા વિરેન્દ્ર જાડેજા ,

ઋષિકેશ પટેલ અથવા કિરીટ પટેલ ,

રમણ વોરા , હર્ષ સંઘવી , જગદીશ પંચાલ,

જીતુ વાઘાણી,

અલ્પેશ ઠાકોર અથવા હાર્દિક પટેલ ,

અમિત ઠાકર અથવા અમિત શાહ

અમૂલ ભટ્ટ અથવા હસમુખ પટેલ ,

કુંવરજી બાવળિયા અથવા દર્શિતા શાહ ,

રાઘવજી પટેલ અથવા મુળુ બેરા ,

દેવા માલમ કે સંજય કોરડિયા,

જે.વી.કાકડીયા અથવા હીરા સોલંકી ,

પંકજ દેસાઈ અથવા અર્જુનસિંહ ચૌહાણ ,

નિમિષા સુથાર અથવા સી.કે. રાઉલજી ,

મનીષા વકીલ અથવા અક્ષય પટેલ ,

દર્શના વસાવા અથવા ડી.કે.સ્વામી,

મુકેશ પટેલ અથવા ગણપત વસાવા,

સંગીતા પાટીલ અથવા વિનુ મોરડિયા,

વિજય પટેલ અથવા જીતુ ચૌધરી,

કનુ દેસાઈ અથવા નરેશ પટેલ,

પ્રફુલ પાંસેરીયા, અનિરુદ્ધ દવે ,

કૌશિક વેકરીયા, શંભુ પ્રસાદ ટુંડીયા ,

કિરીટસિંહ રાણા , બાલકૃષ્ણ શુક્લ ,

કુબેર ડીડોર, બળવંતસિંહ રાજપૂત ,

પી. સી. બરંડા, ઉદય કાનગડ , કનુ દેસાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com