ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રંગીલા રાજકોટને ભગવો રંગ લાગ્યો છે. રાજકોટની તમામ આઠ બેઠક ઉપર કેસરીયો લહેરાયો છે.
જાેકે હવે આખું રાજકોટ જીતવા છતાં પણ ભાજપ હાલ એક બીજી કવાયતમાં લાગ્યું છે. વિગતો મુજબ રાજકોટ સહીત જિલ્લામાં ભાજપમાં અસતુષ્ટતા પર કાર્યવાહીની શક્યતા છે. ભાજપ બધી બેઠકો જીતી છતાં વિરુદ્ધમાં ચાલનારનું લિસ્ટ વિજેતા ઉમેદવારો પાસેથી લઈ પ્રદેશમાં મોકલાશે. જે બાદમાં પ્રદેશ કક્ષાએથી મોટી કાર્યવાહી થઈ શકે છે.
રાજકોટ સહીત જિલ્લામાં ભાજપમાં અસતુષ્ટતા પર કાર્યવાહીની શક્યતા છે. રાજકોટમાં ભાજપ બધી બેઠકો જીતી છતાં વિરુદ્ધમાં ચાલનારનું લિસ્ટ લેવાશે. આ સાથે વિજેતા ઉમેદવારો પાસેથી લિસ્ટ લઈ પ્રદેશમાં મોકલાશે. મહત્વનું છે કે, રાજકોટમાં કેટલાક નિષ્ક્રિય અને કેટલાકે પંજામાં કામ કર્યાનો આક્ષેપ થયો હતો. જેમાં ઉદય કાનગડ દ્વારા પક્ષની બેઠકમાં કેટલાક આડા ચાલ્યાનો સંકેત આપ્યો હતો. આ સાથે કુંવરજી બાવળીયાએ કેટલાકે મને હરાવવા પ્રયાસ કર્યાનો આક્ષેપ કર્યો હતો. જેને લઈ હવે અસંતુષ્ટ લોકો સામે ગમે ત્યારે શિસ્તની તવાઈ આવવાની શક્યતા છે.
કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે, ગજેન્દ્રભાઈ રામાણીની ઓડિયો ક્લિપ મને સાંભળવા મળી. આ ઓડિયો ક્લિપ સાબિત કરી બતાવે છે કે તેમણે ચૂંટણી વખતે મારી વિરુદ્ધમાં ખુલ્લેઆમ કામ કર્યું છે.’ તેમણે જણાવ્યું કે, ગજેન્દ્રભાઈ રામણીવાળી ટોળકીએ મતદાન વખતે અને એ પહેલા પણ ખુલ્લેઆમ પાર્ટી વિરુદ્ધમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે સાંકેતિક ભાષામાં પ્રચાર કર્યો છે. આ ઓડિયો ક્લિપ હું હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરીશ. જે રીતે ગજેન્દ્રભાઈ બોલે છે તેનાથી સાબિત થાય છે કે આની પાછળ ભરત બોઘરા કામ કરી રહ્યા છે’મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રંગીલા રાજકોટને ભગવો રંગ લાગ્યો છે. રાજકોટની તમામ આઠ બેઠક ઉપર કેસરીયો લહેરાયો છે. રાજકોટ દક્ષિણ, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચીમ, રાજકોટ ગ્રામીણ, જસદણ, કુંવરજી બાવળિયા, ગોંડલ અને જેતપુરમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. રાજકોટમાં તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું હતું. જાેકે આજે પરિણામ જાહેર થતાં ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટની તમામ બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે. રાજકોટ પૂર્વ બેઠક પર ઉદય કાનગડ, રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળા, રાજકોટ પશ્ચીમ બેઠક પર દર્શિત શાહ અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાણું બાબરિયાનો વિજય થયો છે. મહત્વનું છે કે, રાજકોટ શહેરની દક્ષિણ બેઠક માટે ખોડલધામના નરેશ પટેલે રમેશ ટીલાળા માટે લોબિંગ શરૂ કર્યું હતું. આ સાથે જસદણ બેઠક ઉપર ભાજપના કુંવરજી બાવળિયાની જીત થઈ છે. તો ગોંડલ બેઠક ઉપર ગીતાબા જાડેજા, જેતપુરમાં જયેશ રાદડીયા અને ધોરાજી બેઠક પર મહેન્દ્ર પાડલિયાની જીત થઈ છે.