વિદેશ ભણવા અને ફરવાનાં લીધે પાસપોર્ટ અરજદારોની સંખ્યા વધતા ઓનલાઇન એક મહિના બાદ એપોઈન્ટમેન્ટ 

Spread the love

નોર્મલ 2810 તથા તત્કાલના 220 અને પીસીસી માટેના 425 મળી કુલ 3455 અરજદારોની અરજી પર કામ ચાલી રહ્યું છે

અમદાવાદ

અમદાવાદ સ્થિત રીજનલ પાસપોર્ટ ઓફિસ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ મહામારીને લઇને બે વર્ષ સુધી પાસપોર્ટના અરજદારોની સંખ્યામા ઘટાડો થયો હતો. પરંતુ હાલ વિદેશ ભણવા અને ફરવા જતા લોકોની સંખ્યા વધતાં પાસપોર્ટ માટેના અરજદારોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. તેમ છતાં વધુમાં વધુ અરજદારોને નિયત સમયે પાસપોર્ટ મળી જાય તેના માટે પ્રયાસ થઇ રહ્યા છે.પાસપોર્ટ માટેના અરજદારોનો ધસારો વધી જતાં હાલ પાસપોર્ટ માટેની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ એક મહિના બાદ મળી રહી છે. આ પરિસ્થિતિમાં પણ ચાલુ વર્ષે પાસપોર્ટ ઓફિસ દ્વારા કુલ 5,33,814 પાસપોર્ટ ઇશ્યુ કર્યા હતા. જ્યારે 45,362 પાસપોર્ટ ક્લીયરન્સ સર્ટીફીકેટ (પીસીસી) ઇશ્યુ કર્યા છે. ગુજરાતમાં અમદાવાદ સ્થિત રીજનલ પાસપોર્ટ ઓફિસ ઉપરાંત ગુજરાતમાં ચાર પાસપોર્ટ સહાયતા કેન્દ્રો અને 19 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સહાયતા કેન્દ્રો પર પાસપોર્ટ માટેની પ્રક્રીયા થઇ રહી છે.પાસપોર્ટ માટેના અરજદારોના ધસારાને પહોંચીવળવા માટે પાસપોર્ટ ઓફિસના સ્ટાફ દ્વારા ચાલુ વર્ષે 22 સરકારી રજાઓના દિવસે પણ પાસપોર્ટનું કામકરીને કૂલ 28 હજાર ફાઇલના નિકાલ કરવામાં આવ્યા હતા. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ હાલ રોજના નોર્મલ 2810 તથા તત્કાલના 220 અને પીસીસી માટેના 425 મળી કુલ 3455 અરજદારોની અરજી પર કામ ચાલી રહ્યું છે.

વર્ષ દિઠ આંકડાકીય મહિતી

* વર્ષ 2020માં કુલ 2,96,634 પાસપોર્ટ જ્યારે 22,347 પીસીસી ઇશ્યુ કરાયા

* વર્ષ 2021માં કુલ 3,95,687 પાસપોર્ટ જ્યારે 27,251 પીસીસી ઇશ્યુ કરાયા

* વર્ષ 2022 (12/12/2022 સુધી) કુલ 5,33,814 પાસપોર્ટ તથા 45,362 પીસીસી ઇશ્યુ કરાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com