જાહેર રોડ પર કચરો ફેકનાર 9 પાન પાર્લર, હોટલ તેમજ દુકાનો સીલ : 1.23 લાખથી વધુનો દંડ વસુલાયો

Spread the love

મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાતે રાઉન્ડ લઇ અને રોડ પર સફાઈ રહે તે માટે અધિકારીઓને સૂચના : ફ્લાઇગ સ્કવોડની રચના : જાહેર રોડ પર કચરો કે ગંદકી કરનાર સામે કડક કાર્યવાહી કરાશે

અમદાવાદ

મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા મુજબ હોટલો અને ખાણીપીણીના એકમો દ્વારા મોડી રાતે કિચન વેસ્ટ જાહેર રોડ પર ફેંકી અને ગંદકી કરવામાં આવે છે જેને અટકાવવા માટે ફ્લાઇગ સ્કવોડની રચના કરવામાં આવી છે. જે ટીમ રાત્રે શહેરમાં ફરશે અને જે પણ આવા જાહેર રોડ પર કચરો ફેંકશે તેઓની સામે કડક કાર્યવાહી કરશે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ કચરો ડોર ટ ડોર આવતી ગાડીમાં જ આપે જાહેર રોડ પર કચરો ફેંકી અને ગંદકી ન કરવામાં આવે.

અમદાવાદ શહેરમાં સફાઈ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાતે રાઉન્ડ લઇ અને રોડ પર સફાઈ રહે તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. જાહેર રોડ પર કચરો ફેંકનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે શહેરના તમામ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શાહીબાગ વોર્ડમાં ડફનાળા ચાર રસ્તા, રાજસ્થાન હોસ્પિટલ સહિતના વિસ્તારો જ્યારે પશ્ચિમ વિસ્તારમાં વાસણા, નવરંગપુરા, મેમનગર, નારણપુરા, પકવાન ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં કચરો ફેકનાર કુલ 9 પાન પાર્લર, હોટલ તેમજ દુકાનોને સીલ કરવામાં આવી છે. જ્યારે 1.23 લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે.મધ્ય ઝોનમાં આવતા શાહીબાગ વોર્ડમાં રાજસ્થાન હોસ્પિટલ અને ડફનાળા ચાર રસ્તા પાસે તપાસ કરતા TK પાન પાર્લર, રોયલ ફાસ્ટફૂડ, રામદેવ ફાસ્ટફૂડ, શુભમ ટી સ્ટોલ, TBZ પાન પાર્લર, હેવમોર આઈસ્ક્રીમ, રાજસ્થાન હોસ્પિટલ પાસે આવેલી હોટલ સિદ્ધાર્થ અને શાહીબાગ અંડરબ્રીજ પાસે આવેલી સંકલ્પ અનંતરા નામની બાંધકામ સાઇટ વગેરે મળીને કુલ 62ને નોટિસ આપી અને વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે. ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જે પણ ડોર ટુ ડોર કલેક્શન કરતાં સફાઈ કર્મચારીઓ છે તેઓની ટ્રેનિંગ યોજવામાં આવી હતી. સુકો અને ભીનો કચરો અલગ લેવો અને દરેક જગ્યાએથી કચરો ઉપાડવા માટે થઈ અને તેઓને સમજણ આપવામાં આવી હતી.

219 લોકોને નોટિસ આપવામાં આવી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર રોડ પર કચરો ફેકનારા અને ગંદકી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાની શરૂ કરી હતી. પાનના ગલ્લાઓ અને કીટલીઓ પર ડસ્ટબીન નહીં રાખનાર અને ન્યુસન્સ ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં પશ્ચિમ વિસ્તારમાં નારણપુરા, નારણપુરા, નવરંગપુરા, મેમનગર સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 271 જગ્યાએ તપાસ કરી 219 લોકોને નોટિસ આપવામાં આવી હતી અને 28,350 જેટલો દંડ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા માર્ટિનો’ઝ પિઝા, નવરંગપુરા લવકુશ પાન પાર્લર સહિતના 8 એકમોને ગંદકી બાબતે સીલ કરવામાં આવ્યા છે. પકવાન ચાર રસ્તા પાસે આવેલા જલારામ પરોઠા હાઉસને પણ ગંદકી બાબતે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે તપાસ કરવામાં આવતા ફરીથી ગંદકી જોવા મળતા તેને સીલ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com