દેશમાં એક ક્રિકેટનો ખેલાડી સચિન, અને બીજાે બિયર્ડ મેન એવો ગુજરાતનો GJ-18 નો સચિન, સમયના પરિવર્તન સાથે સમયના પરિવર્તન સાથે યુવાનોમાં દાઢી-મૂછની ફેશને પણ જબરી ગતિ પકડી છે. પહેલાંના સમયમાં ગામડાંના લોકો દાઢી-મૂછથી ગામના મોભી કે ઉમદા વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા હતા, પરંતુ હવે જૂનો જમાનો પાછો આવ્યો છે. માત્ર ફેર પડ્યો તો શોખ અને સ્ટાઇલ વચ્ચે… નવીનતા સાથે ફરી અત્યારના યુવાનોમાં દાઢી-મૂછ રાખતા થયા છે. ત્યારે ય્ત્ન-૧૮ના સે-૨૧ ખાતે ઓટોમોબાઇલ્સ ની દુકાન ચલાવનાર યુવાનને પહેલી નજરે જાેતાં તો સૌકોઈ વિચારતા થઈ જાય છે. તેનું કારણ છે સચિન ઠક્કરની દાઢી અને મૂછ. ‘મ્ીટ્ઠઙ્ઘિ સ્ટ્ઠહ’ તરીકે જાણીતા બનેલા સચિન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગોવા, રાજસ્થાન, મુંબઈ દિલ્હી જેવાં અનેક રાજ્ય-શહેરોમાં દાઢી-મૂછને કારણે ઓળખ મળી છે.૮ વર્ષ પહેલાં દાઢી મૂછ વધારવાનું શરૂ કર્યું સચિન ઠક્કર ૮ વર્ષથી ઓટોમોબાઇલ્સ ની દુકાન ચલાવે છે. તેણે ૮ વર્ષ પહેલાં દાઢી-મૂછ વધારવાનું શરૂ કર્યું હતું. આજે ૧૬ ઇંચની દાઢી અને ૮ ઇંચની મૂછ મોટી થઈ ગઇ છે. સચિનને એવોર્ડ મળે પણ ધંધાના કારણે રસ લેતો નથી, દાઢી-મૂછના કોમ્પિટિશનમાં સચિન પોતે એન્ટ્રી મારે તો GJ-18 નું નામ રોશન થાય, સ્પર્ધકોની અલગ અલગ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે, જેવી કે તેને સેટ કેવી રીતે કરી, કેવી રીતે પોઝ આપો છો? આ ઉપરાંત દાઢી અને મૂછો વિશેના પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. એ બાબતનો પૂરતો ખ્યાલ હોય તેવા સ્પર્ધકોને પ્રમાણપત્ર અને અવોર્ડ આપવામાં આવે છે. સચિન ને અલગ અલગ રાજ્યોનાં શહેરોમાં મોડેલિંગ, શો રૂમ કે કંપનીઓના ઓપનિંગ માટે લોકો બોલાવે છે. મોડેલિંગ માટે પણ બોલાવવામાં આવે છે. તો ઘણી જગ્યાએ ચીફ ગેસ્ટ તરીકે પણ બોલાવવામાં આવે છે. સચિનના નામના ઇન્ટાગ્રામ આઇડી પર પણ ઘણાજ ફેન છે.સચીને જણાવ્યું હતું કે તેને દાઢી-મૂછનો શોખ તો પહેલેથી હતો, પહેલાં તે ચાર-પાંચ ઇંચની દાઢી રાખતો હતો, પરંતુ છેલ્લાં ૮ વર્ષથી બધા કરતાં કંઈક અલગ દેખાવ માટે દાઢી-મૂછો વધારી છે. દાઢી મૂછની કાળજી બાબતે તેણે જણાવ્યું હતું કે સવાર-સાંજ શેમ્પૂથી ધોવે છે. ઘરમાં હોય ત્યારે આખો દિવસ દાઢીને બાંધી રાખવી પડે છે. ધૂળ કે કચરો દાઢીમાં ના જાય એનો પણ ખ્યાલ રાખવો પડે છે. ખાસ તો વાળ ડેમેજ ના થાય એનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે.વધુમાં સચિન ઠક્કરે જણાવ્યું હતું કે, દાઢી રાખતા ઘરમાં પ્રથમ વિવાદ થાય, ત્યારબાદ લગ્ન મારા યોજાતા મારા મમ્મી રિસાઈ ગયા કે દાઢી કરાવે નહિતર હું લગ્નમાં નહીં આવું, પણ અડગ રહેલા સચિન સામે માતૃશ્રી ઝૂકી ગયા, લગ્ન બાદ પત્નીને થોડો વાંધો હોય, સાસરિયાઓને વાંધો હોય, પણ પછી ટેવાઈ ગયા, ત્યારે ઘરના મોભી એવા અમૃતભાઈ જેવો વી.એચ.પી. પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, અને અનેક સેવાઓ સાથે પોતે જાેતરાયેલા છે, ઠક્કર સમાજમાં સારું એવું નામ ધરાવે છે, ત્યારે પહેલા તેમનો વિરોધ હતો પણ પછી હશે ભાઈ, આજની પેઢીને યોગ્ય લાગે તેમ કરે, ત્યારે દાઢી ,મૂછ બચાવવી હોય તો પ્રથમ ઘરમાંથી વિરોધ વંટોળ શરૂ થાય, ઘરમાં પત્યું એટલે બહારની ચિંતા નહીં કરવાની જે નવી ગાડીઓને ફીયાટ માંથી ઓડી બનાવી દે તે ફર્નિચર નવા ફીટ કરવાનું અને પાર્ટ્સ વેચવાનું કામ કરે છે દુકાને ગમે ત્યારે જાઓ એટલે એક ગ્રાહકોનો જમાવડો હોય જ, ત્યારે સમયના અભાવે ઘણીવાર સચિન વાત પણ ન કરી શકતા, પણ હા દાઢી મુછની સંભાળતો જીવની જેમ રાખે છે, સચીને બાઈક ઉપર માઉન્ટ એવરેસ્ટ થી લઈને અનેક જગ્યાઓ અને યાત્રાઓ ભારત દેશની સર કરી છે, જાેવા જઈએ તો સચિન અઘરા ર્નિણયો લે અને અઘરા કામ કરે તે સચિન, ત્યારે GJ-18 જીલ્લો આખો ફરીને આવો પણ સચિનની દાઢી મુછના તોલે કોઈના આવે, કહેવત છે કે મૂછો હો તો નથુલાલ જેસી, વરના ના હો તેમ મૂછો, દાઢી હો તો સચિન જેસી વરના…