ના, મુમકીન કો, મુમકીન બનાનેકા હી નામ મોદી હૈ, ત્યારે ભારતના વડાપ્રધાને જે પ્રચાર ઝંઝાવતી કરીને ૧૫૬ સીટો સાથે જીત ભાજપને અપાવી છે, તે ત્રણ નેતાઓને આભારી છે, તેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ, અમિત શાહ અને ભારતના વડાપ્રધાને જે પ્રચાર કર્યો છે, અને સતત આઠ કલાક ઊભા રહીને રેલીઓ કાઢી તેનું આ પરિણામ છે, ત્યારે ૧૫૬ સીટ નો રેકોર્ડ બ્રેક એ ખરેખર રેકોર્ડ જ રહેશે તેમાં બે મત નથી, ત્યારે ૧૫૬ સીટ ભાજપે મેળવ્યા બાદ મંત્રી બનવા અનેક મુરતીયાઓ થનગની રહ્યા હતા, ઘણાએ તો કોટી ,વાઘા સીવડાવીને તૈયાર રાખ્યા હતા, ત્યારે પોતાનું નામ ચાલતા પોતે એટલા હરખાઈ ગયા હતા કે મતવિસ્તારમાં ચૂંટણી જીત્યા બાદ બાધાઓથી લઈને મંદિરો પૂજવા ઉચિત સમજ્યા નહીં ,અને GJ-18 ખાતે ડેરા તાણીને બેસી ગયા હતા, રોજ રાત્રે બે વાર તો ચાર્જિંગ કર્યું કે ચાર્જિંગ પતી ન જાય અને વારંવાર પાછા જુએ કે ટાવર બરાબર આવે છે ને શૌચાલય જાય તો પણ તેમાં મોબાઈલ લઈને જાય, આખી રાત ૯૫ ટકા ધારાસભ્યો મંત્રી બનવાના સપનામાં ફોન આવશે, ઘંટડી વાગશે તેની રાહમાં જાગ્યા હતા, અને એકબીજાને ફોન કરતા હતા કે તારે ફોન આવે તો મને કહી દેજે, રાત્રે પત્રકારોએ પણ ઘણાના નામ ચાલતા હોવાથી ફોન કરે ,તો ધારાસભ્યો વળકી જતા હતા કે, આવ્યો ફોન, ૧૫૬ સીટ બાદ ૧૬ જેટલા મંત્રી બનાવતા અનેક લોકોની મનની મનમાં રહી ગઈ છે. ત્યારે હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં એમએલએ જે નવા ચૂંટાયેલા છે, તે કેવા કામ કરે છે, મને કયા વિસ્તારમાંથી મોટી લીડ લોકસભામાં મળે છે તે બાદ જ ફોકસ નવા મંત્રી મંડળ નો કરાશે, બાકી હાલ તો પ્રજાની સેવા કરો ,કામ કરો, ત્યારે મંત્રી બનવાના ઓરતા હાલ તો અધૂરા રહી ગયા, પણ હવે લગે રહો મુન્નાભાઈ ની જેમ પ્રજાના સેવક તરીકે પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા લાગી જાવ, ત્યારે વિધાનસભા સત્ર ૨૦ તારીખે યોજાઈ જાય બાદ ધારાસભ્યો પ્રજાના કામોમાં શ્રી ગણેશ કરશે બાકી અત્યારે મંત્રીઓને મળવાનું શુભેચ્છા પાઠવવાનું ચાલુ છે,
કોમન મેન એવા ભુપેન્દ્ર દાદા સ્પીડથી દોડી રહ્યા છે, આજે સંભાળતા ની જ સાથે પ્રજાના કામો વિકાસના કામો હાથ પર લેવાનું શરૂ કરી દીધું છે, ત્યારે હવે લોકસભાની ચૂંટણી બાદ જ નવા મંત્રીમંડળ રચાય, રીઝલ્ટ આપો કોના મત વિસ્તારમાંથી કેટલી લીડ મળે છે તે ગણતરી બાદ મંત્રીમંડળમાં સ્થાપન મળશે