અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સામે AMTS સીટી બસનો આજરોજ લગભગ સાંજે પાંચ વાગ્યાના સુમારે ગંભીર અકસ્માત થયો હતો. AMC સામે BRTS કોરીડોરમાં ચાલી રહેલી AMTSની બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ BRTSની રેલીંગ તોડીને ભારત પેટ્રોલ પંપમાં ઘુસતા બચી ગઈ હતી .
ભારત પેટ્રોલ પંપ નાં મેનેજર ધર્મેન્દ્ર જાની દ્વારા મળતી માહિતી મુજબ બસમાં કન્ડક્ટર ડ્રાઇવર સહિત નવ મુસાફરો સવારી કરતા હતા પણ અકસ્માત બાદ કોઈપણ પ્રકારની સદનસીબે આ દુર્ઘટનામાં પેટ્રોલ પંપનાં કોઈ પણ વ્યક્તિને પણ કોઈ જાનહાની થઇ નહોતી. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન સામે રૂટ નંબર 14ની લાલ દરવાજાથી મહાલક્ષ્મી તળાવ તરફ જઈ રહેલી AMTS બસનો ગંભીર અકસ્માત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ બસના ડ્રાઈવરે પોતાનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે BRTS કોરીડોરમાં અચાનક જ એક બાઈક ઘુસી આવતા તેણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ રેલીંગ પર ચડી ગઈ હતી. જો કે સ્થળ નજીકથી ભારત પેટ્રોલ પંપના સીસીટીવી કેમરામાં BRTS કોરીડોરમાં બસની આગળ કોઈ બાઈક ન હોવાનું દેખાઈ રહ્યું હતું.પરંતુ BRTS રૂટ પર સામેથી એક બાઈકને બચાવવા અને એક સિમેન્ટ કોંક્રિટ ની ગટરમાં એક નજીવા ખાડાના લીધે બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોય તેવું ત્યાં સ્થાનિક જનતા દ્વારા ચર્ચાઈ રહ્યું હતું.