અમદાવાદ કાંકરિયા કાર્નિવલને લાગશે કોરોનાનું ગ્રહણ ? છતાં AMC 25મી ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલ યોજશે

Spread the love

કાંકરિયા લેક પરિસરમાં વિના મૂલ્યે પ્રવેશ : સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર સી.સી.ટી.વી. કેમેરા, કંટ્રોલ રુમ, જરુરી પોલીસ સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ સુસજ્જ રખાશે

કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો માટે કોરોનાને લઈને ફેર વિચારણા કરવી જોઇએ અને જરૂરી ગાઈડલાઈનનો અમલ કરવાની તૈયારી કરવી જોઈએ. : વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણ

અમદાવાદ

ચીનમાં કોરોના કહેર વચ્ચે સમગ્ર દેશમાં સાવચેતી સાથે તૈયારીઓની સમીક્ષા કરાઇ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ વિદેશી આવેલા બે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે કાંકરિયા કાર્નિવલ પર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. તો શું અમદાવાદ કાંકરિયા કાર્નિવલ , ફ્લાવર શૉને લાગશે કોરોનાનું ગ્રહણ ?અમદાવાદમાં કોરોનાની દસ્તક છતાં AMC 25મી ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલ- ફ્લાવર શો યોજશે તેવું મેયર કિરીટ પરમાર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ડે.મેયર ગીતાબેન પટેલ , ભાસ્કર ભટ્ટ, અરુણ રાજપૂત , રાજેશ દવે કહી રહ્યા છે.આયોજનને લઈ રાજય સરકાર તરફથી હજી સુધી કોઈ સૂચના કે કોઈ આદેશ આવ્યા નથી.પણ કોરોના ગાઇડ લાઈન મુજબ નિર્ણય લઈશું તેવું બારોટે જણાવ્યું હતું .પરંતુ અંત સમયે કોરોનાને લઇ કાર્નિવલ નહિ યોજાય તો કરેલા ખર્ચનું શું ? કારણકે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન પરિપત્ર જાહેર કર્યો છે કે ભીડભાડ વાળી જગ્યા પર જવું નહિ અને માસ્ક પહેરવું ,સામાજિક , રાજકીય અને લગ્ન પ્રસંગ જેવા કાર્યક્રમો ટાળવા , જ્યારે મનસુખ માંડવીયા અને આરોગ્ય મંત્રી એ પણ ભીડભાડ વાળી જગ્યા પર જવું નહિ અને માસ્ક પહેરવું તેવું કહેવા છતાં જ્યારે કાર્નિવલ માં લાખોની ભીડ જમા થવાની છે તેમ છતાં કાર્યક્રમનું આયોજન શા માટે ? પણ કોઈ પ્રત્યુતર સામેથી મળ્યો નહતો અને ગાઇડ લાઈન મુજબ નિર્ણય લઈશું.

કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ દ્વારા પણ રજૂઆત કરાઈ છે કે કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોને લઈને ફેર વિચારણા કરવી જોઇએ અને જરૂરી ગાઈડલાઈનનો અમલ કરવાની તૈયારી કરવી જોઈએ. કાર્નિવલ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ૨૫મી ડીસેમ્બર નાં રોજ મુખ્યમંત્રી હાજર રહી ઉદઘાટન કરશે. કુલ ૨૫ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” થીમ આધારીત કાંકરિયા કાર્નિવલ ૨૦૨૨નું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

કાંકરિયા કાર્નિવલ ૨૦૨૨ના શુભારંભ પ્રસંગે “ગાંધી બ્રીજ થી અટલ બ્રીજ“ના શિર્ષક હેઠળ ભારત દેશની આઝાદી સાથે સંકળાયેલ કેટલાક પ્રસંગોને આવરી લઈ ભારત દેશ, ગુજરાત રાજ્ય તથા અમદાવાદ શહેરમાં થયેલ સર્વાંગી વિકાસની ગાથાનાં વર્ણનને આવરી લેતા પ્રસંગો નૃત્ય નાટીકા સ્વરુપે રજુ કરવામાં આવશે. સદર થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ ૧૫૦થી પણ વધારે સ્થાનિક તથા અન્ય કલાકારો દ્વારા ગીત સંગીત સ્વરુપે મલ્ટીમિડીયાના માધ્યમથી રજુ કરવામાં આવશે.ઉપરાંત, નગરજનોના મનોરંજન માટે દરરોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે. જેમાં, ભુમિક શાહ, જીજ્ઞેશ બારોટ તથા ટીમ ,સાંઈરામ દવે તથા ટીમ , વિજય સુંવાળા તથા ટીમ ,આદિત્ય ગઢવી તથા ટીમ ઉપરાંત, પ્રહર વોરા, રાજભા ગઢવી, અલ્પા પટેલ, પ્રિયંકા બાસુ, મિરાંદે શાહ જેવા નામાંકિત કલાકારો દ્વારા હિન્દી-ગુજરાતી પ્લેબેક સંગીત, સુફી ગઝલ, લોકગીત-સંગીત, હાસ્ય દરબાર સહિતનો વૈવિદ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરશે. તેમજ, રાજેન્દ્ર જોની, કરન જાદુગર જેવા કલાકારો દ્વારા સ્ટેજ પરથી સ્ટેન્ડ અપ કોમેડી અને લાઈવ જાદુના કાર્યક્રમો રજુ કરવામાં આવશે.

કાંકરિયા કાર્નિવલ ૨૦૨૨ના સમાપન પ્રસંગે “આઝાદી કા અમૃત મહોત્સવ“ થીમ આધારીત “એક ભારત શ્રેષ્ઠ ભારત” કાર્યક્રમ હેઠળ ભારતનાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, મણીપુર, રાજસ્થાન, આસામ, તામિલનાડુ, હરિયાણા, દિલ્હી, જમ્મુ કાશ્મિર, કેરાલા, ઓડિસા જેવા જુદા જુદા રાજ્યોની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા લોકનૃત્યો થકી વિવિધતામાં એકતાને રજુ કરવામાં આવશે. વિવિધ આકર્ષણો જેવા કે, કિડઝ સિટી, ટોય ટ્રેન, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝુ, બાલવાટિકા, બટરફ્લાય ગાર્ડન, નગીના વાડી, મ્યુઝિકલ ફાઉન્ટેઈન, હોરર હાઉસ, ગેમિંગ ઝોન, ફન ઝોન, પ્લેનેટોરીમ, એડવેન્ચર ટ્રી વોક, ફ્લોટીંગ રેસ્ટોરંટ, ફીશ એક્વેરિયમ,લોક ડાયરો, બોલીવુડ ફ્યુઝન, દેશભક્તિના ગીતો, નૃત્ય નાટીકા, સિંધી નાટક, સુફી ગઝલ તેમજ સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. ઈન્સ્ટ્રુમેન્ટલ પર્ફોમન્સ, કરાઓકે સિંગીંગ તેમજ સમૂહ તબલા વાદન જેવા મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટલ ,નાના બાળકોમાં પોતાની સાહસવૃત્તિમાં વધારો થાય અને મનોરંજન પણ મળી રહે તેવી મંકી બ્રીજ, ટાયર ટનલ, ટાયર ચિમની, ટાયર જંપ, ટનલ વોકિંગ, હેંગીંગ બ્રીજ, સર્કલ ટાયર જંપ જેવી પ્રવૃત્તિઓ ધરાવતી બાળનગરી ઉભી કરવામાં આવેલ છે. જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રવૃત્તિઓની મજા માણી શકશે. મલ્ટી કલર લેસર બીમ શો ઉપરાંત, નગરજનો દરરોજ યોગા, એરોબિક્સ, ઝુમ્બાનો લાભ લઈ શકશે. ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું ખાસ આયોજન કરવામાં આવશે. શહેરની વિવિધ શાળાઓ દ્વારા બેન્ડ નિદર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે. ઉપરાંત,લાઈવ કેરેક્ટર્સ મુલાકાતીઓનું મનોરંજન કરશે અને ખાસ નાના બાળકો તેઓની સાથે ફોટો પડાવવાની મજા માણી શકશે.ડીફરન્ટલી એબલ્ડ બાળકો દ્વારા ટ્રાયસિકલ રેલી કરવામાં આવશે.કાર્નિવલ દરમ્યાન સાતેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. કાંકરિયા કાર્નિવલ દરમ્યાન ફુડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે.કાંકરિયા પરિસરમાં જુદા-જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા રહેશે.વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવેલ છે.સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર સી.સી.ટી.વી. કેમેરા, કંટ્રોલ રુમ, જરુરી પોલીસ સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ સુસજ્જ રાખવામાં આવેલ છે.કાર્નિવલ દરમ્યાન સરેરાશ ૨૫ લાખથી પણ વધુ લોકો કાંકરિયા લેક ફ્રન્ટની મુલાકાત લઈ કાર્નિવલના વિવિધ આકર્ષણોની મજા માણતા હોય છે. કાંકરિયા કાર્નિવલ ૨૦૨૨ દરમ્યાન મુલાકાતીઓને કાંકરિયા લેક પરિસરમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવનાર છે.કાંકરિયા લેક ફ્રન્ટ એ ખૂબ જ ઝડપથી રાષ્ટ્રીય કક્ષાએ ઉભરી રહેલ સંપૂર્ણ રિક્રીએશન તેમજ એજ્યુટેઈન્મેન્ટ સેન્ટર છે. જેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવામાં આવી રહેલ છે.

અમદાવાદ શહેરમાં પણ એએમસીએ કોરોનાની એસઓપીના પાલનને લઇને તૈયારીઑ આરંભી દીધી છે. જેના પગલે કોર્પોરેશનનો હેલ્થ વિભાગ પર એલર્ટ થયો છે. તેમજ એકશન પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.અમદાવાદ મહાનગરપાલિકા હેલ્થ અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ માસથી સિંગલ ડીજીટમાં કેસ આવે છે. જયારે એએમસી દ્વારા ટેસ્ટિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમજ કોરોના ટેસ્ટિંગ માટે દરેક અર્બન સેન્ટરમાં સુવિધાઓ ઉપલબ્ધ છે.કોરોનાના વધતાં સંક્રમણને ટાળવા માટે લોકોને ફરજિયાત માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે. હાલ અમદાવાદ શહેરમાં 08 એક્ટિવ કેસ છે. જેમાં બે દર્દી દાખલ છે. બંનેની તબિયત સારી છે. તેમજ અમદાવાદ શહેરમાં વેક્સિનની પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.કેબિનેટ મીટીંગની ચર્ચા બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સતત ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવીને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.ગુજરાત રાજ્યએ કોરોના સામેની લડતમાં હરહંમેશ પ્રો-એક્ટિવ વલણ અપનાવ્યું છે.રાજ્યભરમાં વિવિધ હોસ્પિટલોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને ચકાસવા આવતીકાલે શુક્રવારે એક મોકડ્રીલ યોજવામાં આવશે. જેથી જરૂર પડે ત્યારે યુધ્ધના ધોરણે આ પ્લાન્ટસનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત જરૂર પડે તો તેની કેપેસીટી પણ વધારવામાં આવશે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સહિત તમામ જવાબદાર વિભાગો અને અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં એક વાત સ્પષ્ટ રીતે સામે આવી છે કે લોકોને ભીડભાડવાળા કાર્યક્રમોમાં જવાનું બંધ કરવું જોઈએ.આગામી દિવસોમાં ક્રિસમસ અને નવા વર્ષની ઇવેન્ટ્સ સહિત અન્ય ભીડવાળા કાર્યક્રમો માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી શકે છે. જો આમ થશે તો કોંગ્રેસની ભારત જોડો યાત્રાને પણ બ્રેક લાગી શકે છે.હજુ સુધી આવા કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ અને પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, પરંતુ જો સ્થિતિ વધુ વણસે તો આ રીતે નિર્ણય પણ લઈ શકાય છે.

કાંકરિયા કાર્નિવલ ૨૦૨૨ નાં મુખ્ય આકર્ષણો

* ભુમિક શાહ, જીજ્ઞેશ બારોટ તથા ટીમ ,સાંઈરામ દવે તથા ટીમ , વિજય સુંવાળા તથા ટીમ ,આદિત્ય ગઢવી તથા ટીમ ઉપરાંત, પ્રહર વોરા, રાજભા ગઢવી, અલ્પા પટેલ, પ્રિયંકા બાસુ, મિરાંદે શાહ જેવા નામાંકિત કલાકારો દ્વારા હિન્દી-ગુજરાતી પ્લેબેક સંગીત, સુફી ગઝલ, લોકગીત-સંગીત, હાસ્ય દરબાર સહિતનો વૈવિદ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ

* રાજેન્દ્ર જોની, કરન જાદુગર જેવા કલાકારો દ્વારા સ્ટેજ પરથી સ્ટેન્ડ અપ કોમેડી અને લાઈવ જાદુના કાર્યક્રમો

* જુદા જુદા રાજ્યોની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા લોકનૃત્યો

* કિડઝ સિટી, ટોય ટ્રેન, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝુ, બાલવાટિકા, બટરફ્લાય ગાર્ડન, નગીના વાડી, મ્યુઝિકલ ફાઉન્ટેઈન, હોરર હાઉસ, ગેમિંગ ઝોન, ફન ઝોન, પ્લેનેટોરીમ, એડવેન્ચર ટ્રી વોક, ફ્લોટીંગ રેસ્ટોરંટ, ફીશ એક્વેરિયમ, લોક ડાયરો, બોલીવુડ ફ્યુઝન, દેશભક્તિના ગીતો, નૃત્ય નાટીકા, સિંધી નાટક, સુફી ગઝલ * ઈન્સ્ટ્રુમેન્ટલ પર્ફોમન્સ, કરાઓકે સિંગીંગ તેમજ સમૂહ તબલા વાદન જેવા મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટલ ,

* નાના બાળકો માટે મંકી બ્રીજ, ટાયર ટનલ, ટાયર ચિમની, ટાયર જંપ, ટનલ વોકિંગ, હેંગીંગ બ્રીજ, સર્કલ ટાયર જંપ જેવી પ્રવૃત્તિઓ ધરાવતી બાળનગરી

* મલ્ટી કલર લેસર બીમ શો ઉપરાંત, નગરજનો દરરોજ યોગા, એરોબિક્સ, ઝુમ્બાનો લાભ લઈ શકશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com