GJ-18 ની હદ હવે મોટાભાગની મનપામાં આવી ગઈ છે, ત્યારે ગુડા જે સંચાલન કરતું હતું ,તેમાં ટી. પી. સ્કીમોમાં અનેક જમીનો જે આજની તારીખે ૧૦,૦૦૦ કરોડથી વધારે ગણાય, ત્યારે ગુડાના રિઝર્વ પ્લોટો સોનાની લાગણી સમાન છે, ત્યારે મનપામાં અસ્તિત્વમાં આવ્યા બાદ , વેચાણ હેતુ માટેના રેસીડેન્સીયલ પ્લોટ કે કોમર્શિયલ પ્લોટો ગુડા પાસે જે રહેશે તેવી માહિતી પ્રાપ્ત થયેલ છે ,ત્યારે રિઝર્વ પ્લોટો માં ગુડામાં લખ્યા છે, ગુડા ની તમામ ૨૯સ્કીમો GJ-18 મનપા પાસે છે.ગુડા પ્લોટો વેચવા જાય તો અબજાે રૂપિયા આવે તેમ છે, ત્યારે બિલ્ડરોના લાભાર્થે ગુડા દ્વારા ટુ બી.એચ. કે ,થ્રી બી.એચ.કે ના પ્લોટો ની સ્કીમો બંધ કરી દીધી છે કારણ કે બિલ્ડરોનો માલ વેચાતો ન હતો ત્યારે ૧ બીએચકે વાળી સ્કીમ માં હજારો ફોર્મ ભરાયા પણ આવનારા વર્ષોમાં પરિવાર મોટો થતા મકાનો વેચવાની નોબત આવે તો નવાઈ નહીં, ગુડા દ્વારા ભાડે, વેચાણ કરીને ભંડોળ ઊભું કરવા માંગે તો આવેલ નાણા તગારે, પગારે ખાલીખમ થઈ જશે, ભાડાની આવકમાં આજે પણ ગુડાને લોકો લલ્લુ બનાવી રહ્યા છે ,અનેક જગ્યાએ ભાડા લાખોની રકમના બાકી છે ,ફક્ત નોટિસો આપીને સંતોષ માને છે. આજે પણ જે ગુડા દ્વારા હોલથી લઈને જે પણ ભાડે આપેલા છે ,તેનું સમયસર ક્યાંય ભાડું આવે છે , ખરું ? ગુડા અનેક જમીન, દલાલોની દુઝણી ગાય બની હોય તેમ ગુડાની જમીન ફક્તને ફક્ત ભલે કરોડના સોદામાં ડીલ આવી હોય પણ ડિપોઝિટ ભરીને સમય નીકાળીને માર્કેટમાં માલ દલાલો વેચવા આવી જાય છે, ત્યારે ગુડાની દુકાનો હજુ પણ લટકેલા ગાજર જેવી છે , ડિપોઝિટ ભરીને બોલી બોલાય, પછી સોદો બોલાવ્યા બાદ પણ નાણાં ન ભરે તેમ હજુ દુકાનો તેમને તેમ પડી છે. ભાડામાં પણ આવક કરવા ગુડાએ અનેક જગ્યાઓ ભાડે આપી પણ હાલમાં ભાડું ઘણું જ લેણું નીકળે છે , ત્યારે આ ગુડાના પ્લોટો માં ૨ બીએચકે થી લઈને ૩ બી.એચ. કે. આવાસ ની સ્કીમો લાવવી જાેઈએ તેવું લોકોનું મંતવ્ય છે.
ગુડાની જમીનો સોનાની ખાણ હોય તેમ સો ટકા કેરેટ જગ્યાએ છતાં પ્લોટો હરાજી અને ભાડામાં આપવા કરતા ત્યાં રહેણાંક આવાસો , ટુ બીએચકે, થ્રી બીએચકે બનાવવા લોકોનું મંતવ્ય,ગુડા દ્વારા બનાવેલા હોલના ભાડા પણ આજે બાકી છે, એકવાર લઈ લીધા બાદ ગુડા દ્વારા પઠાણી ઉઘરાણી ન કરવાના કારણે ભાડાની રકમમાં તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે અને ભાડું દર મહિને- મહિને વધતું જ જાય છે , ત્યારે આવી જગ્યા ઉપર નજર દોડાવીને આવકની ઉઘરાણી કરે તો પણ સારું