સાફ-સફાઇના નામે મીંડુ, તપાસમાં કમિશ્નરે ફોડ્યું ઇંડ્ડુ,

Spread the love


ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સફાઈ માટે મહિને કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. શહેરના નવા-જૂના વિસ્તારમાં આંતરિક રસ્તા, કોમનપ્લોટ્‌સ સહિતના મુખ્ય રસ્તાઓ સહિત તમામ વિસ્તારની દૈનિક સફાઈ માટે તંત્ર દ્વારા એજન્સીઓને કામ સોંપેેલું છે. જાેકે શહેરના મુખ્ય માર્ગોને બાદ કરતાં અનેક સ્થળે સફાઈ બાબતે ધાંધિયા ચાલતા હોય છે. ત્યારે આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શહેરની સફાઈ અને સેનિટેશનની કામગીરીને નિરિક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રૂબરૂ મુલાકાતોના દોર શરૂ કરાયો હતો.થોડા દિવસ પહેલાં જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો. વાવોલ, કોલવડા, પેથાપુર સહિતના વિસ્તારમાં ગયેલા કમિશનરને કચરો દેખાયો હતો. જેને પગલે કમિશનર દ્વારા સેનિટેશનના અધિકારીઓ અને એજન્સીના માણસોને બોલાવીને ઉધડો લીધો હોવાનું કહેવાય છે. જેમાં કમિશનર દ્વારા શહેરની સફાઈ બાબતે ચાલતી લાલિયાવાડી ચલાવી નહીં હોવાનું કહીં દેવાયું હતું. જાેકે મ્યુનિસિપલ કમિશનરના રાઉન્ડ અને ઉધડા બાદ પણ શહેરની સફાઈમાં ધાંધિયા ચાલુ જ છે. જેમાં વાવોલ અને કોલવડાના અનેક વિસ્તારમાં હજુ પૂરેપૂરી સફાઈ થઈ નથી.
બીજી તરફ વાત કુડાસણની કરીએ તો થોડા દિવસો પહેલાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ વિસ્તારમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો. જેમાં અહીં કચરાના ઢગલા દેખાયા હતા, જેમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ અને કચરાનો નિકાલ કરતાં વેપારીઓને દંડ પણ કરાયો હતો. ત્યારે કુડાસણ વિસ્તારમાં પણ હાલ જૈસે થેની સ્થિતિ જાેવા મળે છે.
જેને પગલે અહીં પણ સફાઈની નબળી કામગીરી સામે નાગરિકોમાં આંતરિક રોષ છે. શહેરની સ્વચ્છતા અને સેનિટેશનની કામગીરીમાં ચાલતા ધાંધિયાને પગલે સ્વચ્છતાં સર્વેક્ષણ-૨૦૨૨માંથી ગાંધીનગર શહેર ટોપ-૧૦માં પણ આવ્યું ન હતું અને ૨૩માં નંબરે ધકેલાઈ ગયું હતું. ત્યારે હવે સ્વચ્છતાં સર્વેક્ષણ-૨૦૨૩ માટે દિલ્હીની ટીમની મુલાકાત શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલાં જ આવેલી ટીમ દ્વારા ડમ્પિંગ સાઈટની મુલાકાત લેવાઈ હતી. ત્યારે હવે તબક્કાવાર દિલ્હીની ટીમો આવશે ત્યારે આવા સમયે શહેરની યોગ્ય સફાઈ થાય તે એટલું જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com