ગુજરાતમાં સાંસદોની જેમ હવે ધારાસભ્યો પણ ગામડાં દત્તક લઈને વિકાસના કાર્યો કરાવશે

Spread the love


રાજ્ય સરકાર દ્વારા તમામ ધારાસભ્યોને પોતાના વિચારમાં વિકારના કાર્યો માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. હવે સાંસદોની જેમ ધારાસભ્યો પણ ગામડાંઓ દત્તક લઈને વિકાસ કાર્યો કરાવશે. આગામી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્યો માટે આદર્શ ગ્રામ યોજના અમલમાં મુકવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજય સરકાર દ્વારા સાંસદો માટે જે રીતે આદર્શ ગ્રામ વિકાસ યોજનાને અમલમાં મુકવામાં આવી છે તે રીતે આગામી વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ધારાસભ્યો માટે આદર્શ ગ્રામ યોજના લાવવાની તૈયારીઓ ફ્રાય ધરી દેવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા આ યોજના માટે પંચાયત અને ગ્રામિણ વિકાસ મંત્રાલયના ટોચના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. આ યોજનાને તૈયાર કરવા માટે વિવિધ સૂચનો લેવાઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાંસદોને દર વર્ષે એક ગામ મહાત્મા ગાંધીના મૂલ્યો પ્રમાણેનું સ્વચ્છ થાય તે માટે સાંસદોને એક ગામ દત્તક લેવાની યોજના છે. આ રીતે ધારાસભ્યો પણ દર એક વર્ષે બે ગામ દત્તક લઇને તેનો વિકાસ કરે તેવી યોજના અમલમાં લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જાે કે, હજુ સૂચના અપાઇ છે. આ પછી તે યોજના કઇ રીતે લાવી આ માટે કેટલી ગ્રાન્ટ ફાળવવી સહિતની બાબતોને નક્કી કરવામાં આવશે. જે ધારાસભ્યો શહેરી વિસ્તારના છે તે ધારાસભ્યોને ગામ દત્તક આપવા કે નહીં તે બાબત નક્કી થઇ નથી. રાજ્યમાં આકારે ૪૪ જેટલા ધારાસભ્યો સંપૂર્ણ શહેરી વિસ્તારના છે. તેમને ગામડાં આપવા કે નહીં તે વિચારણા હેઠળ છે. આ યોજનામાં ગ્રામ્ય સ્તરે પ્રાથમિક સુવિધા હોય તે ગામમાં સરકારી યોજનાઓના લાભ અને વ્યસનના દૂષણો છેડીને આરોગ્ય બાબતે સભાન થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધી સાંસદોએ વર્ષ ૨૦૧૭માં ૭૫ વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૭, વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૦૦ વર્ષ ૨૦૨૦-૨૧માં ૭૦ અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૮૪ ગામને દત્તક લીધા છે. જે ગામને સાંસદો દત્તક લે છે તેનું મુલ્યાંકન પણ થાય છે અને તે પ્રમાણે શ્રેષ્ઠ સુવિધા ઉભી થઇ હોય તેવા ગામને એવોર્ડથી પણ નવાજવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com