રાત્રે ૧૧ વાગ્યા બાદ દવાની દુકાનો ના શટરો પડી જાય છે, રાત્રે દવાની જરૂર હોય તો અમદાવાદ દોડવું પડે છે,
ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 દિવસે નથી વધતું તેટલું રાત્રે વધતું જાય છે, ત્યારે GJ-18 ના બે ભાગ પડી ગયા છે. ૧ થી ૩૦ સેક્ટર એટલે ર્ંન્ડ્ઢ GJ-18 અને ચ-૦ થી લઈને ઘ-૦ અને કોબા, ગિફ્ટ સિટી ,ખોરજ સુધી ન્યુ GJ-18 કહેવાય, ત્યારે રાત્રે કોઈ દર્દીને દવાની જરૂર પડી હોય તો ૨૪ કલાક ખુલ્લી રહેતી દુકાનો પણ હવે ૧૧ઃ૦૦ વાગ્યે બંધ થઈ જાય છે, ત્યારે સરકારશ્રી દ્વારા ૨૪ કલાક ખુલ્લી રહેતી દુકાન ને એવોર્ડ થી લઈને કંઈક અંશે કોઈ રાહત હોય તો આપીને પણ ૨૪ કલાક દુકાન દવાની ચાલુ રહે તે માટે પ્રયત્ન કરવો જરૂરી છે.GJ-18 સિવિલ થી લઈને કોબા સુધી કોઈ ૨૪ કલાક દવાની દુકાન ખુલ્લી ન રહેતા ના છૂટકે ઇમર્જન્સીમાં દર્દીના સગાએ દવાથી લઈને મોંઘી દાઢ દવા ઇન્જેક્શન લેવા અમદાવાદ સિવિલ અથવા વી.એસ હોસ્પિટલ (પાલડી) જવું પડે છે, જેના કારણે ઘણીવાર દવા સમયસર ન મળવાના કારણે દર્દીનું મૃત્યુ પણ થયું હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે, ત્યારે આ પ્રશ્ને મંડળોથી લઈને મેયર કક્ષાએ ગંભીરતા લેવાની જરૂર છે.
GJ-18 સિવિલ ખાતે એક દવાની દુકાન ૨૪ કલાક ચાલુ રહેલી હતી તે પણ હવે શટલ પાડી દે છે ,ત્યારે ઈમરજન્સીમાં દર્દીના સગા ની હાલત કફોડી થાય છે, ત્યારે દવાથી લઈને ઇન્જેક્શન લેવા અમદાવાદ જવું પડતું હોઇ જેથી આ સંદર્ભે ધારાસભ્ય, વસાહત મંડળ થી લઈને મેયરે આ પ્રશ્ને ગંભીરતાથી સોલ્યુશન લાવવાની જરૂર હોવાની લોક માંગણી ઉઠી છે.