રાજ્યમાં દરેક નાગરિકનું સપનું હોય કે પોતાનું ઘર હોય, ત્યારે ભારતના વડાપ્રધાને અનેક બે ઘર અને ઘર વિહોણા હતા, તેવા ગરીબ, શ્રમજીવી માટે લાખો આવશો બનાવીને પોતાના ઘરના માલિક બનાવ્યા, દરેક નાગરિક એવા નાના વર્ગનું સપનું સાકાર કર્યું, પણ એક એવી ભૂલ ગણો કે ચૂક રહી ગઈ તે ચૂક કોઈએ PM થી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત ન કરી, તે હતી 2,3BHK જે મધ્યમ વર્ગ માટેની હતી, ગુડા દ્વારા થોડા મકાનો બનાવ્યા અને પછી આ સ્કીમ બંધ કરી દીધી. ત્યારે ગુડાના અધિકારીઓને આ સ્કીમ 2,3BHK બંધ કરવાનું કારણ શું ? ત્યારે જણાવેલ કે ઉચ્ચ કક્ષાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે નાના મકાનો બનાવવાની સૂચના આપી છે ત્યારે આવી ફુબક હતી, કારણ કે ગુડાએ બિલ્ડર લોબી સાથે સેટિંગ ડોટ કોમ કરીને આ સ્કીમો બંધ કરી હતી, ત્યારે મનપામા અનેક મેયર આવ્યા, અને ગુડાના ચેરમેનો પણ આવ્યા, પણ મધ્યમ વર્ગના પ્રશ્ને કોઈએ રજૂઆત ન કરી, આજે ફોર્મ બહાર પડે 2,3BHK ના તો પાંચ ગણા ફોર્મ ભરાઈ જાય, ત્યારે બિલ્ડરોના લાભમ લાભ કરવા આકારસો રચ્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે મેયરને આ પ્રશ્ને અનેક લોકોએ રજૂઆત કરી કે 2,3BHK ની સ્કીમ ની જરૂર છે પરિવાર મોટું થાય તો ઘરડાઓને શું ઘરડા ઘરમાં મૂકી આવીએ ? ત્યારે ઘણા લોકોને 1 BHK લાગતા આજે ૫૦% મકાનો ઘોડાના ગુડાના રહીશોની સંખ્યા વધતા સમાવેશ ન થતા પરિવારને ના છૂટકે મકાન વેચવાની ફરજ પડી છે.
પતિ પત્ની અને એક બાળક પરંતુ સીમિત મકાન છે, પણ પરિવાર માટે 2,3BHK મકાન જાેઈએ, ત્યારે મેયરને અનેક રજૂઆતો મળતા અને શહેર પ્રમુખ રુચિર ભટ્ટને પણ રજૂઆતો આવતા આ પ્રશ્ને વિચારી લેવાતા શહેર પ્રમુખ તથા મેયર આ પ્રશ્નને પ્રધાન્ય આપીને પ્રથમ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રૂબરૂ મુલાકાત કરીને આ પ્રશ્ને પોઝિટિવ મુખ્યમંત્રીનું વલણ આવતા મધ્યમ વર્ગમાં એક ખુશી વ્યાપી છે, કે હવે પરિવારનું ઘર મળશે પરિવાર સાથે રહેશે ત્યારે શહેરમાં આ પ્રશ્ને ભારે ચર્ચા જગાવી છે ત્યારે શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણાએ મધ્યમ વર્ગની નાડ પારખીને જે ર્નિણય કદાચ તકલીફ ભર્યો હશે પણ લીધો તેની ચર્ચા શહેરમાં સાંભળવા મળી રહી છે ઘરનું ઘર ખરું, પણ પરિવારનું ઘર, કુટુંબનું ઘર તેમ તમામનો સમાવેશ થાય તે જરૂરી હોવાથી 2,3BHK મકાન મધ્યમ વર્ગ માટે જ જરૂરી છે ત્યારે શહેર પ્રમુખ રુચિર ભટ્ટ શુકનવંતા સાબિત થયા છે, કારણ કે મનપામાં દર વખતે ચૂંટણી યોજાય ત્યારે ક્યારેય સત્તા મળી ન હતી, અને ટેકા વાળી સરકારથી ગાડી ગબડાવે રાખી હતી, ત્યારે રૂચિત ભટ્ટ શહેર પ્રમુખ બન્યા બાદ ૪૧ સીટો ના જુમલા સાથે વિરોધ પક્ષ પણ રહેવા દીધું નથી, અને વિધાનસભામાં પણ GJ-18 ની પાંચ સીટો ભાજપને મળી છે, તે ક્યારેય મળી નથી, ત્યારે પ્રજાની નાળ પારખનારા બે વૈધો એવા રુચિર ભટ્ટ, અને હિતેશ મકવાણા દ્વારા કરેલી રજૂઆત ફળદાયી નીવડી છે, અને આનો સત્વરે ર્નિણય લેવાય તેવી અનેક નાગરિકો, કર્મચારીઓ રાહ જાેઈ રહ્યા છે,