GJ-18 મનપા દ્વારા કુતરાના રસીકરણની વાતો ના વડા, 72 લાખની ગ્રાન્ટ ક્યાં ?
રાજ્યમાં રખડતા ઢોરો અળફેટે લે તે સમાચાર રોજબરોજ સાંભળવા મળતા હોય છે, ત્યારે અહીંયા gj- 18 ખાતે ભાજપના એક આગેવાનને કૂતરાઓએ અડફેટે લઈને બચકા ભર્યા હતા તથા લેંઘો પણ ફાડી નાખ્યો હતો અને હવે 14 ઇન્જેક્શન લેવાના નફાના જેવો ઘાટ થયો છે, ત્યારે ઓબીસી સમાજના આગેવાન અને પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા એવા જીકે પ્રજાપતિ રોજબરોજ સાંજે ચાલવા નીકળે, ત્યારે દર વખતે લાકડી તેમની પાસે હોય પણ આજે ઠંડીના કારણે ચાલવા નહીં પણ ટહેલવા નીકળતા કુતરાઓ પાછળ પડ્યા અને એક શ્વાને તો બટકું ભરીને લેગો ફાડી નાખ્યો ,બુમા બુમ થતા આજુબાજુ માંથી નીકળતા વાહન ચાલકોએ બચાવ્યા, પણ કૂતરાની લાળ અને બચકું ,નખ ભરાઈ જતા 14 ઇન્જેક્શન તો લેવાના થશે, ત્યારે આ પ્રશ્ને GK ને પૂછ્યું કે મનપા દ્વારા અનેક શ્વાનોને ખસીકરણ કરવામાં આવ્યું છે, તો તમને ક્યાંથી કરડે, તૈ કહે લૂમ ખસીકરણ કરવામાં આવ્યું છે,હડકાયા કૂતરાની ફરિયાદોના પગલે પણ તંત્ર ધ્યાન આપતું નથી,
ભાજપના જ આગેવાનનો ને શ્વાનોનો કઙવો અનુભવ ઉપરાંત તંત્ર પણ કામ નથી કરતું, તેનો પણ ભારોભાર વિરોધ દર્શાવ્યો હતો.
બચકે રહેના રે બાબા, બચકે રહેના રે ત્યારે ભાજપના એક આગેવાનને કૂતરું કરડતા 14 ઇન્જેક્શન લેવા પડે તેવી સ્થિતિ સર્જાઈ ,ખસીકરણની વાતો તો દૂર રહી, હડકાયા શ્વાનોને પણ પકડવા મનપા આવતી નથી ,ત્યારે આ આગેવાનનો શ્વાનોએ બચકા ભર્યા અને લેંઘો પણ ફાડી નાખ્યો હતો.અનેક કાર્યકરોએ નેતાની ખબર પૂછી હતી, અને લેંઘો સલામત ન રહ્યો પણ 14 ઇન્જેક્શનની ચિંતા વધારે છે.