મંત્રી રાઘવજીભાઇ પટેલે સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા

Spread the love

7

મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા*

*મંત્રીશ્રીએ જિલ્લા પંચાયત ખાતે શુભેચ્છા મુલાકાત લીધી*

*જામનગર તા.૦૭ જાન્યુઆરી,* રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી. તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કૃષિમંત્રીશ્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રીશ્રી સમક્ષ મૂકી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રીશ્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળે છે, તેમજ આ પ્રશ્નોના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખિત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.

આ ઉપરાંત, મંત્રીશ્રીએ જિલ્લા પંચાયત, જામનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન તેમજ સૂચના પુરી પાડી હતી. તેમજ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. મુલાકાત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ ફાચરા, આગેવાન સર્વશ્રી રણછોડભાઈ પરમાર, શ્રી વિનુભાઈ, શ્રી કે.ડી. ગાગીયા સહિતના ઉપસ્થિત રહયા હતા.

*૦૦૦૦૦૦૦*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com