અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Spread the love

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , મુળુભાઇ બેરા અને વેજલપુર ના ધારાસભ્ય અમિત ઠાકર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજર રહ્યા

પતંગ ઉદ્યોગનું ટર્ન ઓવર અંદાજે ₹૬૨૫ કરોડનું છે : ૧ લાખ ૩૦ હજાર જેટલા લોકોને આ ઉદ્યોગ રોજગારી આપે છે

વિશ્વના ૬૮ દેશોના ૧૨૬ પતંગબાજો અને ભારતના ૧૪ રાજ્યોના ૬૫ પતંગબાજો સહભાગી થયા

આ વર્ષનો પતંગ મહોત્સવ G-20ની થીમ ‘વસુધૈવ કુટુંમ્બકમ – વિશ્વ એક પરિવાર’ના ભાવ સાથે ગુજરાતભરમાં ઉજવાશે

અમદાવાદ

અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩નો શાનદાર પ્રારંભ કરાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી કાઇટ ફેસ્ટીવલની પરંપરા આજે વૈશ્વિક ઓળખ બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઇઓ પાર કરી રહી છે.પતંગ મહોત્સવ આકાશને આંબવાનો, નવી ઉંચાઇઓ સર કરવાનો અવસર છે. પતંગ ઉન્નતિ, પ્રગતિ અને ઉડાનનું પ્રતિક છે અને કાઇટ ફેસ્ટિવલ જેવા ગુજરાતના તહેવારો ઇન્ટરનેશનલ એટ્રેક્શન બન્યા છે. આ વર્ષનો પતંગ મહોત્સવ આપણે જી-ટ્વેન્ટીની થીમ – ‘વસુધૈવ કુટુંમ્બકમ’ સાથે ઉજવી રહ્યાં છીયે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત પ્રથમવાર જી-ર૦ દેશોની બેઠકોની યજમાની કરી રહ્યું છે. વડાપ્રધાને ભારતની છબી વૈશ્વિક મંચો ઉપર જે રીતે સુદ્રઢ – ઉજળી બનાવી છે તેને કારણે આવા વૈશ્વિક મહાસંમેલનો ભારતમાં યોજાવા લાગ્યા છે. એટલું જ નહિ ગુજરાતને પણ જી-ટવેન્ટીની ૧પ જેટલી બેઠકોની યજમાની કરવાની તક મળી છે એ આપણાં ગુજરાત માટે એક ગૌરવની વાત છે.વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતમાં ડિજિટલ ઇકોનોમીથી લઇ ડીફેન્સના ક્ષેત્રે મોટા પાયે બદલાવો આપણે જોયા છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી બની ચૂકયું છે અને સૌથી ઉંચા દરે વિકાસ પણ કરી રહ્યું છે. આ અમૃતકાળમાં ભારતના વિકાસને વધુ ઉંચાઇએ લઇ જઇ વિકસિત રાષ્ટ્રના નિર્માણનો આપણો સંકલ્પ છે. તેને સાકાર કરવા વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત સંપૂર્ણ સજ્જ છે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.ગુજરાતના વિકાસની યાત્રા અવિરત રાખવા આપણે પ્રવાસન અને રોજગાર જેવા વિષયો ઉપર વિશેષ ભાર આપ્યો છે. આજનો આ કાઇટ ફેસ્ટીવલ તેનું ઉદાહરણ છે.ગુજરાતના પતંગ ઉદ્યોગ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ આપણા પરંપરાગત તહેવારો, ઉત્સવોને જનભાગીદારી સાથે લોકઉત્સવ તરીકે ઉજવવાની નવતર પરંપરા આપી છે. આના પરિણામે બે દાયકા પહેલાં ગુજરાતમાં જે પતંગોનો વેપાર માત્ર ૮ થી ૧૦ કરોડ રૂપિયાનો હતો હવે દેશની કાઇટ ઇન્ડસ્ટ્રીનો ૪૦ ટકા હિસ્સો એકલુ ગુજરાત ધરાવે છે. વાર્ષિક ટર્ન-ઓવર રૂપિયા ૬૨૫ કરોડ છે અને લગભગ ૧ લાખ ૩૦ હજાર જેટલા લોકો પતંગ ઉદ્યોગમાં રોજગાર મેળવે છે .

પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા અને અમદાવાદ મેયર કિરીટ પરમાર

આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સ્વાગત પ્રવચન કરતા પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર્વનું મહાત્મ્ય છે, ઉત્તરાયણને અબાલ-વૃદ્ધ સહુ સાથે મળી માણીએ છીએ.તેમણે વધુમાં કહ્યું કે, સૂર્યનારાયણ ઉત્તરાર્ધ તરફ આવતા હોવાથી આકાશમાં પતંગ ઉડાવી આપણે ઉજવણી કરીએ છીએ, ઉત્તરાયણની ઉજવણીમાં પ્રકૃતિના જતનનો સંદેશ છે. ઉત્તરાયણમાં આકાશ સ્વછ બને છે. જે ઈશ્વર અને માણસના સંદેશા વ્યવહાર ઝડપી બનાવે છે. તેમણે કહ્યું કે, ઉત્તરાયણને પ્રવાસન વિભાગે પોતાના કેલેન્ડરમાં આગવું સ્થાન આપીને આપણી સંસ્કૃતિ અને સભ્યતાને એક આગવી ઓળખ આપવાનો પ્રયાસ કર્યો છે.છેલ્લા ૨ દાયકામાં રાજ્યના વિકાસની ચારેકોર થતી પ્રશંસામાં પતંગોત્સવ પણ અભિન્ન છે. પતંગોત્સવમાં દેશવિદેશના પતંગબજો સહભાગી બને છે. અમદાવાદ સહિત વિવિધ સ્થળો પર પતંગોત્સવનું આયોજન થાય છે. અમદાવાદ સહિત સુરત, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, આણંદ, ભાવનગર, ભૂજ, દાહોદ, જામનગર, કલોલ, મેંદરડા, માંડવી, મુન્દ્રા, નવસારી, પાટણ, રાણપુર, સાવરકુંડલા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, થાનગઢ, ભરૂચના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે. પતંગોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવથી વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધી છે. આવા ઉત્સવોની ઉજવણી થકી રાજ્યના અર્થતંત્રને વેગ મળવાની સાથોસાથ રોજગારીની તકો પણ વધી છે. ઉત્તરાયણના તહેવાર પર વિવિધ રંગો આકાશમાં છવાઈ જાય છે, જે ધાર્મિક વિવિધતામાં એકતા અને ઉલ્લાસના રંગોનું પ્રતીક છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત પતંગોત્સવમાં કુલ ૬૮ દેશોના ૧૨૫ જેટલા પતંગબાજો, 14 રાજ્યોના ૬૫ પતંગબાજો તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ૬૬૦થી વધુ પતંગબાજો સામેલ થયા છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણીમાંથી અન્ય રાજ્યો શીખ લઈ સંસ્કૃતિ અને પ્રકૃતિનું જતન કરે તે જરૂરી છે.ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ વર્ષે એક નવો રેકોર્ડ સર્જવામાં આવશે. વિવિધ દેશોના મહત્તમ પતંગબાજો દ્વારા એક સાથે પતંગ ઉડાડવાના ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ કરવામાં આવશે.

9 જાન્યુઆરીએ વડોદરા અને વડનગર, 10 જાન્યુઆરીએ કેવડિયા કોલોની-નર્મદા અને દ્વારકા, 11 જાન્યુઆરીએ સુરત અને સોમનાથ, 12 જાન્યુઆરીએ રાજકોટ અને ધોલેરા તેમજ 13 જાન્યુઆરીએ સફેદ રણ-ધોરડો-કચ્છ ખાતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 માં વિશેષ રીતે થીમ આધારિત વિવિધ સ્ટોલ્સ પણ બનાવવામાં આવ્યા છે. પતંગનો ભાતીગળ ઈતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન અને પતંગ માટેનો વર્કશોપ પણ બનાવવામાં આવ્યો છે. રાજ્યના હસ્તકલાનાં કારીગરોને ઘરઆંગણેજ પોતાના હાથે બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારમાં 50 સ્ટોલ અને ખાણીપીણાંનાં 25 સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે.

મહોત્સવમાં ભાગ લેનાર દેશોની યાદી

ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાંસ,રશિયા, જર્મની, ગ્રીસ, ઇઝરાઇલ, ઇજિપ્ત, કોલમ્બિયા, ડેન્માર્ક, ન્યૂઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, ઈટલી, મેક્સિકો, સાઉથ આફ્રિકા, બેલ્જિયમ, બહેરીન, ઈરાક, મલેશિયા, પોલેન્ડ, મોરેશિયસ, પોર્ટુગલ, સ્વીઝરલેન્ડ, નેધરલેન્ડ, શ્રીલંકા, નેપાળ, જોર્ડન, ઝિમ્બાબ્વે, અલ્જિરિયા, બેલારુસ સહિત 68 દેશો ઉપરાંત ભારતનાં 14 રાજ્યોના પતંગબાજો આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સહભાગી બન્યા છે.

આ મહોત્સવમાં અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, પ્રવાસન સચિવ હરિત શુક્લા, પ્રવાસન વિભાગના કમિશનર આલોકકુમાર પાંડેય, અમદાવાદના કલેક્ટર અનિલ ધામેલિયા, દેશ-વિદેશથી આમંત્રિત મહેમાનો, પતંગબાજો, રાજદ્વારી પ્રતિનિધિઓ,વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર , એલિસબ્રીજ નાં ધારાસભ્ય અમિત શાહ સહિત સ્થાનિક ધારાસભ્યો, અમ્યુકોના ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ સહિત અમ્યુકોના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com