જમાલપુર ખાડિયા વિધાનસભાનાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ
અમદાવાદ
જમાલપુર ખાડિયા વિધાનસભાનાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને એક પત્ર લખી ભલામણ કરી છે કે એલિસબ્રિજ પાસે આવેલ અખંડાનંદ હોસ્પિટલ તથા આયુષ કોલેજ જૂની તથા જર્જરિત થયેલ હોઈ જમાલપુર-ખાડિયા વિધાનસભા તથા આજુબાજુના વિસ્તારના મધ્યમ વર્ગના પરિવારો આ હોસ્પિટલનો લાભ લઇ શકતા નથી તેથી હોસ્પિટલ તથા કોલેજનું નવીનીકરણ થઇ ગરીબ પરિવાર લાભ લઇ શકે . અમદાવાદ શહેરની એક માત્ર આયુર્વેદીક હોસ્પીટલ તથા કોલેજ લાલદરવાજા પાસે વિક્ટોરીયા ગાર્ડન સામે શહેર મધ્યમાં હતી અને ખુબજ સારી રીતે કોલેજ તથા હોસ્પીટલ ચાલતી હતી. આ બીલ્ડીંગ જુનુ હોઇ કોલેજ અન્ય સ્થળે સ્થળાંતર કરેલ છે તથા ઇન્ડોર પેશન્ટ મણીબેન આયુર્વેદ હોસ્પીટલમાં દાખલ થવા જવું પડે છે આ સ્થળે માત્ર ઓ.પી.ડી. સેવા હાલમાં ચાલુ છે.
આજ સ્થળે સ્વ.ઓશોકભટ્ટે તે સમયે ૧૦૦ બેડની મલ્ટીસ્પેસ્યાલીટી આયુષ હોસ્પીટલ તથા કોલેજ માટે ખૂબજ અંગત રસ લઇ કાર્યવાહી કરેલ FSI ના કારણે બાંધકામ પરવાનગી જે-તે સમયે અટકી હતી બાજુમાં જ ભદ્ર કાર્યનું નવું બીલ્ડીંગ આ બનેલ છે તેજ નિયમોથી તાકીદે આ જગ્યાએ મલ્ટી સ્પેસ્યાલીટી આયુષ હોસ્પીટલ અને કોલેજ બીલ્ડીંગ બને તો શહેરના મધ્યમ વર્ગના લોકો માટે ખૂબજ જરૂરી હોઇ તાકીદે ઘટતી કાર્યવાહી કરવા ભટ્ટે આરોગ્ય મંત્રી ને ભલામણ કરી છે.