કાર્ટૂન તસવીર
રેશ્માભાઇ રાઠોડ નામની વ્યક્તિ મારફતે નવજાત બાળક રૂપિયા ૨,૧૦,૦૦૦/- માં ખરીદ કરી હતી
અમદાવાદ
AHTU ક્રાઇમ બ્રાન્ચના નિધી ઠાકુરે (I.P.S.) એક જણાવ્યું હતું કે ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે ગઇ ૦૮/૦૧/૨૦૨૩ ના રોજ અમદાવાદનાં એસ.પી.રીંગ રોડ, રણાસણ રેલ્વે ક્રોસીંગ પાસેથી બિપીન ઉર્ફે બંટી , મોનિકા અંદાજે દસથી પંદર દિવસના નવજાત બાળક સાથે મળી આવ્યા હતાં. બાળકના માતા-પિતા અંગે તથા નવજાત બાળક અંગે પૂછપરછ કરતાં બંને આરોપી દ્વારા જણાવ્યું હતું કે તેઓએ હિંમતનગર પાસેથી રેશ્માભાઇ રાઠોડ નામની વ્યક્તિ મારફતે નવજાત બાળક રૂપિયા ૨,૧૦,૦૦૦/- માં ખરીદ કરી હતી. આ નવજાત બાળકને હૈદરાબાદ ખાતે ઉમા બોમ્માડા રહે. હૈદરાબાદ નામની એજન્ટને વેચવા જતાં હોવાની હકિકત જણાવતાં, આ બન્ને વિરૂધ્ધ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે ડી.સી.બી. પો.સ્ટે. પાર્ટ.ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૧૨૩૦૦૦૬ / ૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૦, ૩૭૦(અ), ૩૪, તથા જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ-૨૦૧૫ ની કલમ ૮૧, ૮૭ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ મદદનીશ પોલીસ કમિશનર નિધી ઠાકુર (IPS) AHTU ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની સૂચનાથી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની શોધખોળ તેમજ પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધની તપાસ પોલીસ ઇન્સ્પેકટર IUCAW યુનીટ, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ ચલાવી રહ્યું છે. આરોપી બિપીન ઉર્ફે બંટી અગાઉ ડીસેમ્બર-૨૦૨૦ માં મહારાષ્ટ્ર, મલાડ, માલવની પોલીસ સ્ટેશનમાં બાળ તસ્કરીના ગુનામાં પકડાયેલ હતો.