ડીજીપીની રેસમાં અતુલ કરવાલ , વિકાસ સહાય , સંજય શ્રીવાસ્તવ , અનિલ પ્રથમ : અમદાવાદ પોલીસ કમિશનર અજય તોમર બની શકે
અમદાવાદ
ભૂપેન્દ્ર પટેલ સરકારના ગૃહ મંત્રાલયે સરકારના સિનિયર પોલીસ અધિકારીઓને પ્રમોશન આપ્યું છે. ગૃહમંત્રાલય દ્વારા સિનિયર IPS અધિકારીઓના પ્રમોશનના આદેશ આપવામાં આવ્યા છે.જેમાં પ્રેમવિરસિંહને IGP તરીકે પ્રમોશન અપાયુ અને 7 SP કક્ષાના અધિકારીઓના ગ્રેડ સુધારાયા છે.
જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર પ્રેમવીરસિંહને પ્રમોશન આપીને આઈજીપી બનાવાયા છે જ્યારે સુરત રેન્જને અપગ્રેડ કરીને પિયુષ પટેલને પ્રમોશન અપાયું છે જ્યારે તેમને એડીજીપી બનાવાયા છે બીજી તરફ નિર્મિત રાય સહિત સાત આઇપીએસ અધિકારીને ગ્રેડ પે વધારો કરાયો છે.
આ મહિનાના અંતે રાજ્યના પોલીસવાળા નિવૃત્ત થવા જઈ રહ્યા છે ત્યારે નવા ડીજીપી કોણ બનશે કે તેમને એક્સટેન્શન અપાય તે જોવું રહ્યું. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ માર્ચ મહિનામાં નિવૃત થાય છે.ત્યારે તેમને પણ એક્સટેન્શન અપાય .અગાઉ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને આઠ મહિનાનું એક્સટેન્શન અપાયું પરંતુ હવે તેમને એક્સટેન્શન આપવું કે નહીં તે અંગે રાહ જોવાઈ રહી છે. હવે નવા ડીજીપી માટે ચર્ચા કરવામાં આવી રહી છે જેમાં ડીજીપી ની રેસમાં અતુલ કરવાલ , વિકાસ સહાય , સંજય શ્રીવાસ્તવ અનિલ પ્રથમ આવી શકે .
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને એક્સટેન્શન આપીને ચાલુ રહે તેવી શક્યતા છે જ્યારે વિકાસ સહાયને રાજ્યના પોલીસવડા બનાવવામાં આવી શકે. રાજ્યના નવા ડીજીપી મળશે કે વર્તમાન ડીજીપીને એક્સટેન્શન આપીને ચલાવવામાં આવશે બીજી તરફ સુરત પોલીસ કમિશનર અજય તોમર ને સરકાર મહત્વની જગ્યા આપી શકે છે જો સંજય શ્રીવાસ્તવને એક્સટેન્શન આપીને રાજ્યના પોલીસ વડા બનાવવા હોય તો અજય તોમર નિશ્ચિત રીતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર બને તેવી પૂર્ણ શક્યતાઓ છે.
આ લોકોને મળ્યું પ્રમોશન
– પિયુષ પટેલને ADGP તરીકે પ્રમોશન
– IPS જયપાલસિંહ રાઠોરને મળ્યું પ્રમોશન
– IPS ડૉ.લીના માધવરાવ પાટીલને મળ્યું પ્રમોશન
– IPS શ્વેતા શ્રીમાળીને મળ્યું પ્રમોશન
– IPS નિર્લિપ્ત રાયને મળ્યું પ્રમોશન
– IPS દીપકકુમાર મેઘાણીને મળ્યું પ્રમોશન
– IPS મહેન્દ્ર બગરીયાને મળ્યું પ્રમોશન
– IPS સુનિલ જોશીને મળ્યું પ્રમોશન