દિલ્હીમાં નિર્ભયા કેસના આરોપીઓને ફાંસી આપવા કાયદાકીય લડત ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં સુરતમાં ત્રણ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીને હાઇકોર્ટની બહાલીથી સેસન્સ કોર્ટ ફાંસીની સજા યથાવત રાખી છે. ડેથ વોરન્ટ જારી કરીને 29મી ફેબુ્રઆરીએ ફાંસી આપવા હુકમ કર્યો છે જેના પગલે અમદાવાદની સાબરમતી જેલમાં આરોપીને ફાંસી આપવા તૈયારીઓ શરૂ થઇ છે. ઘણાં વર્ષો બાદ સાબરમતી જેલમાં કોઇ આરોપીને ફાંસીની સજા આપવામાં આવશે. સુરત બળાત્કાર કેસમાં સેસન્સ કોર્ટે આરોપી અનિલ યાદવ વિરુધ્ધ ડેથ વોરંટ જારી કર્યુ છે અને સાબરમતી જેલમાં ફાંસી આપવા હુકમ કર્યો છે. ત્યારે ખળભળાટ મચ્યો છે. આ આદેશને પગલે રાજ્યના જેલ વડા ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠકનો દોર શરૂ થયો છે અને ફાંસી માટે જેલમાં શું શું વ્યવસ્થા કરવી તે અંગે ચર્ચા શરૂ થઇ છે.
બે દિવસ પહેલાં રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા સહિત પોલીસ અિધકારીઓએ સાબરમતી જેલની મુલાકાત લીધી હતી અને ફાંસીની ખોલીનુ નિરીક્ષણ કર્યુ હતું. 29મી ફેબુ્રઆરીએ ફાંસી આપવાના કોર્ટના હુકમને પગલે અમદાવાદની સાબરમતી જેલમાં વર્ષોથી જર્જરીત અવસૃથામાં મૂકાયેલી ફાંસીની ખોલીનું સમારકામ અને કલરકામ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે. જેલમાં ગાંધીજી,સરદાર પટેલની ખોલીની બાજુમાં જ આવેલી ખોલીમાં જ ફાંસીનો માચડો તૈયાર કરવામાં આવી રહ્યો છે. અિધકારીઓના મતે, જો કાનૂની અડચણ નહી આવે તો, આરોપી અનિલ યાદવને 29મી ફેબુ્રઆરીની વહેલી સવારે સાડા ચાર વાગે ફાંસી આપવા નક્કી કરવામાં આવ્યુ છે. આ માટે ડૉક્ટર સહિતની પેનલને પણ આખરી ઓપ આપી દેવાયો છે. આમ, ઘણાં વર્ષો બાદ સાબરમતી જેલમાં ફાંસી આપવા ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
સાબરમતી જેલમાં છેલ્લે વર્ષ 1962માં ફાંસી આપવામાં આવી હતી. ત્યાર પછી ફાંસી આપવાની કોઇ ઘટના બની નથી. આ કારણોસર જ જેલમાં ફાંસીની ખોલી પણ જર્જરીત અવસૃથામાં જ પડી છે. આ જોતાં સાબરમતી જેલમાં 56 વર્ષ બાદ ફાંસી આપવાની ઘટના બનશે. અત્યારે તો જેલ સત્તાધીશોએ ફાંસી આપવાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા દોડધામ મચાવી છે. જેલમાં ફાંસીની ખોલીને હાઉસીંગ બોર્ડ દ્વારા રિપેરીંગ કરવામાં આવી રહી છે. આમ,વર્ષો બાદ અમદાવાદની સાબરમતી જેલમાં ફાંસી અપાશે. પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ સહિત અન્ય રાજયની જેમ ગુજરાતમાં વર્ષોથી જલ્લાદ જ નથી. આ જોતાં આરોપીને ફાંસી આપવા માટે નિર્ભયા કેસમાં ય મેરઠના પવન જલ્લાદની મદદ લેવાઇ હતી. હવે ગુજરાતના જેલ સત્તાધીશોએ પણ જલ્લાદ માટે તિહાર અને યવરડા જેલનો સંપર્ક સાધ્યો છે. ઉલ્લેખનીય છેકે, વર્ષો પહેલાં રાજકોટ અને વડોદરામાં જેલમાં ફાંસી અપાઇ ત્યારે યરવડા જેલમાંથી જ જલ્લાદ બોલાવાયા હતાં. આમ, સાબરમતી જેલમાં ય ફાંસી આપવા તિહાર આૃથવા યરવડાથી જલ્લાદ આવી શકે છે.