એક તરફ જ્યાં ભારત સરકાર ડિજિટલ ઇન્ડિયાન પ્રોત્સાહન આપી રહી છે, તે બીજી તરફ લોકોની સાથે ઓનલાઈન છેતરપિંડી પણ ખૂબ વધવા લાગી છે. છેલ્લા ઘણા વર્ષોમાં, ઓનલાઈન બેંકિંગ છેતરપિંડીના કેસમાં વધારો થયો છે. થોડા સમય પહેલા એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શખ્સને રૂપિયા 11 કરોડની ઠગાઇ કરવામાં આવી હતી. લોકોને છેતરવા માટે હેકર્સ ઉપયોગ કરે તે પાંચ પધ્ધતિઓ.
1-Smishing: હેકરો આ પદ્ધતિથી ઓનલાઇન ખરીદી કરનારા ગ્રાહકોને ટારગેટ કરે છે. હેકર્સ ગ્રાહકોને કેશબેક અથવા બમ્પર ડિસ્કાઉન્ટ માટે લાલચ આપે છે. જેને લઈને તમામ અગત્યની માહિતી (ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ) હેકરો સાથે શેર કરે છે. ત્યાર બાદ હેકર્સ તેમના ખાતામાંથી બઘા પૈસા ઉઠાવી લે છે.
2-Juice Jacking: હેકર્સ આ ટ્રીકથી સાર્વજનિક ચાર્જિંગ પોર્ટ પર ફાઇલ અથવા કાર્ડ રીડર ચિપ મૂકે છે. તમને જણાવી દઈએ કે આ ચિપ ચાર્જિંગ પોર્ટ પર લાગતા સ્માર્ટફોનના તમામ વ્યક્તિગત ડેટા કોપી કરી લે છે અને ફોનમાં વાયરસ પણ નાખી દે છે.
3-Remote assistance: આ છેતરપિંડી હેઠળ, હેકર્સ લોકોને ક્વિક સ્પોર્ટ અને એનડેસ્ક જેવા એપ ડાઉનલોડ કરવા કહે છે. ત્યાર બાદ આ એપ હેકર્સને લોકોના ફોનમાં સંપૂર્ણ એક્સેસ આપે છે. તેનાથી લોકોની સંપૂર્ણ વ્યક્તિગત માહિતી હેકર્સને પહોંચી જાય છે અને હેકર્સ ફોનને કંટ્રોલ કરે છે.
4-Phishing: આ છેતરપિંડી હેઠળ હેકર્સ લોકોને વાયરસથી જોડાયેલી લિંક અથવા એસએમએસ મોકલે છે અને બાદમાં તેમને વ્યક્તિગત માહિતી શેર કરવાનું કહે છે. માહિતી શેર કરવાના કલાકોમાં જ હેકર્સ લોકોના ખાતામાંથી લાખો રૂપિયાની રકમ ઉઠાવી લે છે.
5-Online Transactions: હેકરો આ પદ્ધતિ હેઠળ ઇ-કોમર્સ પ્લેટફોર્મથી કોલ કરવાનો દાવો કરે છે. ત્યાર બાદ ગ્રાહકને રિફંડની લાલચ આપીને, તેઓ તેમની વ્યક્તિગત માહિતી મેળવે છે. આ માહિતી મળવાની સાથે જ હેકરો થોડીવારમાં ગ્રાહકના ખાતામાંથી લાખો રૂપિયા ઉઠાવી લે છે.