શહેરમાં મહિલાઓ, સંસ્થાઓ દ્વારા શ્વાનોને લાડવાનો આહાર ખવડાવીને તગડા બનાવવા કવાયત
શ્વાનોના ખસીકરણની રસી કરતાં નગરજનોના લાડવામાં એનર્જી વધારે રહેતા શ્વાનોની સંખ્યા વધી, મનપાની રસી ફેઇલ,
ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18, બે વિભાગમાં વહેંચાઈ ગયું છે, એક જૂનું GJ-18 જે એક થી 30 સેક્ટર અને પેથાપુર, રાંધેજા ની લાઈનો જોઈન્ટ થાય, ત્યારે બીજુ ન્યુ GJ-18 એ વાવોલ, સરગાસણ, કુડાસણ થી લઈને કોબા, ખોરજ સુધી લાંબી લાઈન, ત્યારે OLD GJ-18 દિવસનું રાજા, ન્યૂ GJ-18 રાતની રાણી જેવો ઘાટ છે, ત્યારે શહેરમાં GJ-18 મનપા વહીવટ કરે છે, ત્યારે શ્વાનોના ખસીકરણ માટે 72 લાખ રૂપિયા ની ગ્રાન્ટની જોગવાઈ છે, ત્યારે એ મહિલાઓ, સંસ્થાઓ સામે તંત્ર ફેઇલ ગયું હોય તેવું લાગે છે, કારણકે ૭૨ લાખની ગ્રાન્ટમાં શ્વાનો એવા લાલિયો, કાળીયો, ધોળીયો ની સંખ્યા વધી છે, ત્યારે શહેરમાં ચોકીદારી કરતો શ્વાનને નગરજનોએ ઉમળકા ભેર ઠેર ઠેર લાડવા બનાવી રહ્યા છે, અને શ્વાનો તગડા થઈને બગડા ભરી રહ્યા છે, ખસીકરણની વાતો ના વડા જ છે, બાકી લોકો લાડવા ખવડાવીને પ્રોસ્ટિક આહાર ખવડાવતાં શ્વાનો માટે ખસીકરણની રસી ફેલ ગઈ છે,
શહેરમાં ઠેક ઠેકાણે ચોખ્ખા ઘી ના લાડવા અને એનર્જી નાખીને શ્વાનોને ખવડાવતા શ્વાનો પણ તગડા બની ગયા છે, અને ઠેર ઠેર શહેરમાં ગલુડિયા પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ત્યારે ખસીકરણની સામે નગરજનો લાડવા ખવડાવીને રસીકરણ કરી દીધું છે,
શહેરમાં શ્વાનોની સંખ્યા વધી, મનપાની રસી ફેઈલ, ખસીકરણની વાતોના વડા, બાકી નગરજનોના લાડવાથી કાળીયો, ધોળીયો, લાલિયો, એવા કુરકુરીયા દેશી વધી ગયા,
હમણાં જ એક ભાજપના નેતાને કૂતરું કરડતા ૧૧ હજારનો ખર્ચ થયો, ત્યારે ખસીકરણની રસી સામે લાડવાએ ભારે કરી,