૮ થી ૧૦ કર્મચારી રેગ્યુલર હોવા છતાં તેમણે લટકણીયા ગાજર, મામકાઓનું રાજ જેવું ઘાટ
રાજ્યમાં દરેક જિલ્લામાં અર્બન ડેવલપમેન્ટની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે રાજકોટ (રૂડા) ભાવનગર (ભુડા) અમદાવાદ (ઔડા) તેમ ગાંધીનગર (ગુડા)ની સ્થાપના કરવામાં આવેલ, ત્યારે જિલ્લા તાલુકાને ડેવલોપમેન્ટ કરવા આ ઓથોરિટી પાસે કવાયતની જમીનો અબજો રૂપિયાની છે ત્યારે હમણાં જ ગુડા પાસે 10 હજાર કરોડનો માલ પડેલો છે, જે જંત્રી મુજબનો છે બાકી માર્કેટનો સાચો ભાવ ગણાવવામાં આવે તો 15 હજાર કરોડ રૂપિયા થાય, ત્યારે આ બધી જ જમીનો, પ્લોટો ઉપર અનેકનો ડોળો છે, ત્યારે ગુડામાં ફરજ બજાવતા હમણાં જ એક મામલતદાર રિટાયર્ડ થયા, ત્યારે આઠથી દસ રેગ્યુલર અધિકારી ,કર્મચારી હોવા છતાં અન્ય જિલ્લાનો વધારાનો ચાર્જ સંભાળતા એક કર્મચારીને ફુલ ચાર્જ સોપ્યો છે,
આ કર્મચારી વિરુદ્ધ ખાતાકીય તપાસ,ACB ની તપાસ પણ ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે, અને આ કર્મચારી ખૂબ જ નાની વયે 40 કરોડની મિલકતના આસામી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે ચાર્જમાં પાછો ચાર્જ મળવા પાત્ર નથી, જોવા જઈએ તો લેન્ડ રેકર્ડ, રેવન્યુ નો સ્ટાફ( મહેસુલ) ના હોય પણ અહીંયા ચાંદી-માંદી થઈ ગઈ છે, હવે ગોલ્ડમાં પ્રવેશ કર્યો છે ત્યારે અન્ય કર્મચારીઓ જે રેગ્યુલર છે તેમને ચાર્જ નહીં , આ કેવું ? ત્યારે અહીંયા પણ લાલિયા, વાલિયા અને મામકારીઓનું રાજ હોય તેમ પોતાના અડ્ડા ગઢડા ઠરાવવા ચાર્જ આપ્યું હોવાનું પણ લોકો પાસેથી જાણવા મળ્યું છે,