બળવંતસિંહ રાજપૂત , જગદીશ વિશ્વકર્મા , હર્ષ સંઘવી અને GCCI પ્રમુખ પથિક પટવારી હાજર રહ્યા
અમદાવાદ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા GIDCના અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે રાજ્ય સરકારને સમયાંતરે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. ઔદ્યોગિક વિકાસમાં ઝડપી વૃદ્ધિને કારણે જીઆઈડીસી વસાહતોમાં અમુક બાંધકામ થયેલ હતા જે અનઅધિકૃત હતા. ગુજરાતમાં આર્થિક પ્રવૃત્તિ, રોજગાર અને રોકાણ પર પ્રતિકૂળ અસર ટાળવા માટે, GCCI એ રાજ્ય સરકારને સતત રજૂઆતો કરી હતી અને પરિણામે, GIDC એ પરિપત્ર નં. GIDC/ATP/19, તારીખ 12મી જાન્યુઆરી, 2023 દ્વારા નિયત દરો મુજબ અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટે પરિપત્ર જાહેર કર્યો છે.
GCCI ના પ્રમુખ પથિક પટવારીએ જાહેરાત બાદ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે આ ઘણી આવકારદાયક પહેલ છે કેમકે, ગુજરાત આપણા સમગ્ર રાષ્ટ્રના 40% MSME એકમોનું ગુજરાતમાં સ્થિત લગભગ 225 GIDCમાં આવેલા 70000 કરતાં વધુ એકમો થકી પ્રતિનિધિત્વ કરે છે. સરકારનો સીમાચિહ્નરૂપ નિર્ણય ગુજરાતમાં સ્થિત આ તમામ MSME એકમોની નૈતિકતા વધારવામાં અને આપણા અર્થતંત્રને વેગ આવશે. માનનીય સરકારનો પ્રશંસનીય નિર્ણય હવે નવા તેમજ કાર્યરત તમામ એકમોને સમાન સ્તરનું ક્ષેત્ર પ્રદાન કરશે અને તેમને ગુજરાતની સમૃદ્ધ અર્થવ્યવસ્થાના સર્વાંગી વિકાસ માટે તેમની પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવામાં પણ મદદ કરશે. ગુજરાતના ઉદ્યોગો વતી GCCI ખાતરી આપે છે કે ભવિષ્યમાં ઉદ્યોગો દ્વારા માત્ર નિયમિત બાંધકામ જ કરવા પ્રયત્નો કરાશે અને અનધિકૃત બાંધકામને નિયમિત કરવાની જોગવાઇઓનો ગેરલાભ લેવામાં આવશે નહીં. આ પરિપત્ર GIDCમાં અનધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે માર્ગ મોકળો કરશે અને ઉદ્યોગોને બેંક લોન થકી નાણાંની ઉપલબ્ધતા મળી રહેવા માટે સક્ષમ કરશે.આ નિયમિતકરણ થકી ઉદ્યોગોને વધારાની 33% જગ્યા તેમના બાંધકામને અધિકૃત કરવા મળશે. C-GDCR-2017 ના D-9 વર્ગ હેઠળ મળવાપાત્ર F.S.I કરતા 50% વધુ F.S.I નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે અને તે જ રીતે ઔદ્યોગિક હેતુ માટેના બાંધકામને મળવાપાત્ર F.S.I કરતા 33% વધુ F.S.I ને નિયમિત કરવાની જોગવાઈ હશે. GCCI એ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ સમગ્ર મુદ્દાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ફરીથી 2જી જાન્યુઆરી, 2023 ના રોજ તેની રજુઆત કરી હતી. આ અંગે સરકારના સક્રિય અને સહાનુભૂતિપૂર્ણ અભિગમ માટે GCCI આભારી છે.
GCCI સરકારના આ નિર્ણયને આવકારે છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના માનનીય ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, MSME માટેના માનનીય મંત્રી (રાજ્ય કક્ષા) જગદીશભાઈ વિશ્વકર્મા અને માનનીય ગૃહમંત્રી (રાજ્ય કક્ષા) હર્ષ સંઘવી નો તેમના સકારાત્મક અભિગમ બદલ નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરે છે.