અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટના પોલ હવે કેસરિયા : સ્ટેન્ડિંગ કમિટીમાં અન્ય કામોને મંજૂરી

Spread the love

એસ્ટેટ ખાતુ, ઈ-ગવર્નન્સ ખાતુ, પ્લાનિંગ ખાતુ, સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ તેમજ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, રોડ એન્ડ બિલ્ડીંગ, અને હોસ્પિટલ કમિટીના કામોને મંજૂરી

અમદાવાદ

અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટના પોલ હવે કેસરિયા થશે. શહેરના નવા વિસ્તારમાં નવા પોલને ભગવો કલર લાગશે. હવે શહેરના નવા વિસ્તારોમાં સિલ્વર સાથે કેસરી કલરના પોલ પણ જોવા મળશે.એએમસી સ્ટેડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટનું કહેવું છે કે, શહેરમાં ભીનો અને સુકો કચરો અલગ કરવા એએમસી વધુ ડસ્ટબીન ખરીદશે. અત્યાર સુધી એએમસી દ્વારા 20 કરોડના ડસ્ટબીન અપાયા છે. હજુ પણ અનેક વિસ્તારમાં ડસ્ટબીન આપવાનું આયોજન છે. 16 લાખ ટેક્સ કરદાતાઓ ડોર ટુ ડોર ડસ્બીન આપવાનું આયોજન એએમસીએ કર્યું છે.આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા નવી બસોને નવી ડિઝાઇન કેસરી કલર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમા 500 જેટલી બસ આગામી 6 મહિનામાં તૈયાર કરવાનો ટાર્ગેટ એસટી નિગમને અપાયો હતો. જે અંતર્ગત શહેરમાં કેટલીક નવી બસો કેસરીયા કલર સાથે રોડ પર જોવા મળી ચૂકી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાં મેયર કિરીટભાઈ પરમાર, ડે. મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે, આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ ખાતુ, ઈ-ગવર્નન્સ ખાતુ, પ્લાનિંગ ખાતુ, સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ તેમજ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, રોડ એન્ડ બિલ્ડીંગ, અને હોસ્પિટલ કમિટીના કામોને મંજૂરી આપી છે.

ઈ-ગવર્નન્સ ખાતા દ્વારા રજૂ થયેલ કામ પૈકી અ. મ્યુ. કોર્પોરેશનના વિભાગોમાં કોમ્પ્યુટર ઓપરેટર/ડેટા એન્ટ્રી ઓપરેટરનો મેન પાવર આઉટસોર્સ કરવા માટે રૂા. ૧૮૦ લાખની મર્યાદામાં કામગીરી કરવા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આધાર કેન્દ્રો પર ૬૦ નંગ આધારકીટ રૂા. ૧૦૦ લાખથી વધુના ખર્ચે ખરીદી, વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી ઉત્તર પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનના જુદા જુદા વોર્ડોમાં પમ્પહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી, ડ્રેનેજ લાઈન અપગ્રેડેશન તેમજ બ્રેકડાઉન રીપેરીંગ જેવા વિવિધ કામો કરવા માટે કુલ રૂા. ૧૨૬૧ લાખથી વધુ ,રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી ઉતર અને ઉત્તર પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડમાં આર.સી.સી. રોડ બનાવવા તથા પેવર બ્લોક લગાવવા, નિભાડાના પથ્થર લગાવવા, મ્યુ. સ્કુલ તથા હોલના બિલ્ડીંગોને જરૂરી રીનોવેશન કરવા તથા સ્ટ્રીટલાઈટના મેઇન્ટેનન્સ માટે ૧૦૦ કી.મી. એલ્યુમ્યુનિયમ આર્મ્ડ કેબલ ખરીદવા માટે કુલ રૂા. ૪૫૮ લાખથી વધુ,ઉપરાંત, હોસ્પિટલ કમિટી દ્વારા શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ અને શા.ચી.લા. જનરલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગની જરૂરિયાત સારું રૂા. ૧૩૭૩ લાખ થી વધુના ખર્ચે ૨ નંગ સીટીસ્કેન મશીન ખરીદ કરવાના કામને મંજુરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com