એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ અને નોન એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમાં રૂ।.૧૦૧.૮ કરોડનો વધારો અંદાજવામાં આવ્યો છે :
અમદાવાદ
આજે મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૦૨૪નું ડ્રાફ્ટ અંદાજપત્ર અમદાવાદ શહેરના મેયર અને શેઠ વા.સા. જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિ ગૃહના માનનીય ચેરમેન કિરીટ પરમાર તથા વ્યવસ્થાપક મંડળ સમક્ષ મંજુરી અર્થે રજુ કરાયું હતું. વ્યવસ્થાપક મંડળના સભ્યો દિલીપ બગરીયા, પંકજ ભટ્ટ, પ્રિતેશ મહેતા, હિમાંશુ વાળા તથા કો.ઓપ્ટ. સભ્ય ડૉ. અનિલ પટેલની ઉપસ્થિતિમાં ડ્રાફ્ટ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું.એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ અને નોન એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમાં રૂ।.૧૦૧.૮ કરોડ વધારો અંદાજવામાં આવ્યો છે. ૨૦૨૩-૨૦૨૪ના વર્ષ બાબતે સામાન્ય ખર્ચ પેટે રૂા. ૧૮૨૬૯.૯૬ લાખ તથા અસામાન્ય ખર્ચ પેટે રૂા.૩૨.૦૦ લાખ એમ કુલ મળી રૂા. ૧૮૩ કરોડમાંથી હોસ્પિટલની આવક રૂા.૨.૭૫ કરોડ તથા રાજય સરકાર તરફથી મેળવવાની થતી રૂા.૨ કરોડની ગ્રાન્ટ બાદ કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ સંસ્થાને નેટ રૂા.૧૭૮ કરોડ ગ્રાન્ટ પેટે મેળવવાના રહેશે.
વર્ષ ૨૦૨૩-૨૪ના ૨જૂ કરવામાં આવેલ ડ્રાફ્ટ અંદાજપત્રમાં અસામાન્ય ખર્ચમાં લેબોરેટરી વિભાગના સાધનો રૂા. ૩૨ લાખ પેથોલોજી વિભાગના રૂા.૨૮ લાખમાં મેડિકલ સાધનો પૈકી ઇ.એસ.આર. એનાલાઇઝર, ટીસ્યુ ફ્લોટેશન બાથ, ટીસ્યુ પ્રોસેસર, માઇક્રોટોમ, સીટો સ્પિન વિગેરે અદ્યતન સાધનો ખરીદવાનું આયોજન છે. માઇક્રોબાયોલોજી વિભાગમાં રૂ.૩.૦૪ લાખ લેબોરેટરીના સાધનો એચ.બી.એસ.એ.જી., એચ.સી.આર., ડેન્ગયુ, ચિકનગુનિયા જેવા સીરોલોજી ટેસ્ટ કરવામાં આવે છે. સદરહુ ટેસ્ટ એલિસામેથડથી કરીને જરૂરી રિડીંગ લેવામાં આવે છે.સામાન્ય ખર્ચમાં
એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમાં નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ નિવૃતિના લાભ પૈકી ગ્રેજ્યુએટી ખર્ચમાં અંદાજે રૂા. ૨ કરોડનો ઘટાડો તથા હાલમાં કાર્યરત કર્મચારીઓને રાજ્ય સરકારના તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધોરણે સાતમા પગારપંચના પગાર અને આનુસાંગિક ભથ્થાઓના લાભ આપવાની નીતિનો અત્રે સંસ્થામાં અમલ કરતા એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમાં રૂા.૨૦ કરોડનો વધારો એચ.આર.એ., મેડિકલ એલાઉન્સ, સી.એલ.એ., ટ્રાન્સપોર્ટ એલાવન્સ જેવા ભથ્થામાં વધારો થતા તેમજ ઉચ્ચતર પગાર ધોરણથી રાજ્ય સરકારની નીતિ અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલીકરણ કરવા તથા રાજ્ય સરકારની પગારને લગતી નીતિમાં સમયાંતરે થતા ફેરફારને ધ્યાનમાં લઇને ૧૦-૨૦-૩૦નો આ અમલ કરવાનો થતો હોઇ આ બજેટમાં તે અંગેની જોગવાઇ કરવામાં આવેલ છે. પ૦૦ પથારીનું શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસુતિ ગૃહનો વહીવટ અને સંચાલન કરવાનું ઠરાવવામાં આવેલ છે.નોન એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમાં નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ છ માસના આવક-ખર્ચની વિગતનો અભ્યાસ કરતા ૫૦૦ પથારી પૈકીનું થયેલ ખર્ચની વાસ્તવિક આંકડાને આધારે નોન-એસ્ટાબીશમેન્ટ ખર્ચમાં રૂા. ૭.૮૨ કરોડનો ઘટાડો કરવામાં આવેલ છે. શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૃતિ ગૃહ આગામી સામાન્ય અને સુપરસ્પેશીયાલીટી સાથે ગરીબ દર્દીઓને અને જાહેર જનતાને તબીબી સારવાર અને દવાઓ તથા ઇન્જેક્શન, વેક્સીન, ખોરાક ખર્ચ, સીક્યુરીટી સેવાઓનો લાભ ગરીબ દર્દીઓને મળી રહે તે મુજબનનું આયોજન કરવામાં આવેલ છે.હાલમાં ૧૫ સુપરસ્પેશીયાલીટી ઓપીડી ચાલુ છે.જેમાં ૯૦૦ જેટલા લોકો રોજ આવે છે. ૨૦૨૨-૨૩ના નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના અંદાજપત્રમાં કરવામાં આવેલ જોગવાઇ DIPLOMATE OF NATIONAL BOARD (DNB) નું રજીસ્ટ્રેશન ગત મે -૨૦૨૨ માં કરાવવામાં આવેલ છે. જેમાં (૧) મેડીકલ (૨) સર્જરી (૩) ગાયનેક (૪) ઓર્થોપેડીક (૫) પીડીયાટ્રીક (૬) એનેસ્થેસીયા (૭) પેથોલોજી (૮) માઇક્રોબાયોલોજી (૯) ડરમેટોલોજી (૧૦) રેડીયોલોજી (૧૧) સાયકીયાટ્રીક (૧૨) ઇ.એન.ટી. મળીને કુલ ૧૨ બ્રાન્ચમાં એમ.બી.બી.એસ.ની ડીગ્રી ધરાવતા ડોકટરો , વિધાર્થી તરીકે ઉચ્ચતર અભ્યાસ કરવા અર્થે આ સંસ્થામાં પ્રવેશ મેળવી શકે છે. આ અભ્યાસક્રમ (DNB) MBBS પછીનો ત્રણ વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ છે. આ કોર્ષમાં વિધાર્થીઓને National Board of Examination ની ગાઇડ લાઇન અનુસાર પ્રથમ વર્ષ, દ્વિતિય વર્ષ અને ત્રીજા વર્ષના બોર્ડના નક્કી થયેલ નીતિ નિયમ મુજબ શેઠ વા.સા.જન.હોસ્પિટલ દ્વારા સ્ટાઇપેન્ડ ચુકવવાનું થશે. આ બજેટમાં અધ્યાપકોના વેતન તથા વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડની નિયમાનુસારની જોગવાઇ કરવામાં આવેલ છે.દરેક બ્રાંન્ચમાં બે અધ્યાપક રાખવામાં આવશે. આશરે ચાર વિધાર્થીઓ અભ્યાસ કરશે. DNB ની નિયમ અનુસારની જરૂરી તમામ પ્રક્રિયા પૂર્ણ થયેથી આશરે કુલ ૩૫ થી ૪૦ વિધાર્થીઓ વિવિધ બ્રાન્ચમાં એડમીશન મેળવશે.
આ અભ્યાસક્રમ શરૂ થયેથી શેઠ વા.સા.જનરલ હોસ્પિટલ તેમજ શેઠ ચિનાઇ મેટરનીટી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને પ્રોફેસર, ર્ડાકટર તેમજ રેસીડેન્ટ ર્ડાકટરોની ૨૪ કલાક અવિરત સેવા તથા ઇમરજન્સી સારવાર વિના મુલ્યે ઉપલબ્ધ થઇ શકશે. ભારત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે શરૂ કરવામાં યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY), વાહન અકસ્માત સારવાર સહાય યોજના, મુખ્યમંત્રી અમૃતમ ‘મા‘ યોજના, જનની શીશુ સુરક્ષા કાર્યક્રમ (જે.એસ.એસ.કે.) એસ.એન.સી.યુ. યોજના ઉપરાંત ઓબસ્ટ્રેટીક આઇસીસીયુની, સ્પેશયલ ન્યુબોર્ન કેર યુનીટ યોજના (એસ.એન.સી.યુ.) ની સેવાઓ પણ અત્રે હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.