શેઠ મા.જે. પુસ્તકાલયનું અંદાજિત રૂા.૧૫ કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરાયું

Spread the love

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પ્રથમવાર પિન્ક મ્યુ. લાયબ્રેરીનો શુભારંભ

અમદાવાદ

શેઠ મા.જે. પુસ્તકાલયનું સને ૨૦૨૩-૨૪ના વર્ષ માટેનું રૂા.૧૫,૦૩,૩૫,૦૦૦/- નું ડ્રાફ્ટ અંદાજપત્ર માન. મેયરશ્રીની અધ્યક્ષતામાં રજૂ કરાયું.શેઠ મા.જે. પુસ્તકાલયમાં માન. મેયર  કિરીટકુમાર પરમારની અધ્યક્ષતામાં આજરોજ મળેલ સભામાં ગ્રંથપાલશ્રી દ્વારા સને ૨૦૨૩-૨૪ના વર્ષ માટે રૂા.૧૫,૦૩,૩૫,૦૦૦/- નું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. પ્રસ્તાવિત અંદાજપત્રમાં મા.જે. પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયો વાચનાલયોમાં વાંચનસાહિત્ય માટે અંદાજિત રૂા.૪૦.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. વિવિધ રચનાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જુદા-જુદા બજેટ હેડ હેઠળ રૂા.૧૦૩.૦૦ લાખ જેટલી રકમ ફાળવવામાં આવેલ છે. પ્રજ્ઞાચક્ષુ ઓડિયો વિભાગમાં લોકપ્રિય સાહિત્યનું ધ્વનિમુદ્રણ તેમજ વિભાગની સમૃધ્ધિ માટે રૂ.૩.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. મા.જે. પુસ્તકાલયમાં ઉપલબ્ધ અલભ્ય પુસ્તકોનું ડિઝીટાઈઝેશન અને રેફરન્સ વિભાગને અદ્યતન કરવા અંદાજપત્રમાં રૂ.૧૦.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. મા.જે. પુસ્તકાલયમાં વિવિધ પ્રકારની ડોક્યુમેન્ટરી બનાવવા માટે રૂ.૫.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. શેઠ મા.જે. પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયોનું કેન્દ્રિય મોનીટરીંગ કરી શકાય તે હેતુથી સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. શહેરના સ્થાનિક રહીશો અને વિદ્યાર્થી વાચકોને વાચનાલયની વધુ સુવિધા પ્રાપ્ત થાય તેના ભાગરૂપે ચાલુ વર્ષે ઓઢવ, જમાલપુર, વેજલપુર, નારોલ-લાંભા રોડ અને ઘોડાસર વિસ્તારમાં સુવિધાસભર વિશાળ વાચનાલયોનું લોકાર્પણ કરવામાં આવેલ છે. વધુમાં મહિલાઓ માટે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પ્રથમ વાર પિન્ક મ્યુ. લાયબ્રેરીનો શુભારંભ કરવામાં આવેલ છે.

તા.૦૧-૦૬-૨૦૨૧ના રોજ ડિઝીટલ લાયબ્રેરીનો શુભારંભ થયેલ છે તેને અનુલક્ષીને આ અંદાજપત્ર તૈયાર કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરને સ્માર્ટ સીટીનો દરજ્જો મળેલ છે તે અંતર્ગત Smart City Ahmedabad Development Ltd. (SCADL) દ્વારા એમ.જે. લાયબ્રેરીને સ્માર્ટ લાયબ્રેરી તરીકે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. મા.જે. પુસ્તકાલયની વેબસાઈટ (www.mjlibrary.in) પર ૫૫,૦૦૦ કરતા વધુ ડિઝીટલ કન્ટેન્ટ ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેમાં ગાંધી સાહિત્ય તેમજ માનપત્રોનો સમાવેશ થાય છે, વધુમાં પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં સંગ્રહિત શ્રાવ્ય સાહિત્યને પણ ઓનલાઈન કરવામાં આવેલ છે. મા.જે. પુસ્તકાલય તેમજ તેના શાખા પુસ્તકાલયોમાં વસાવવામાં આવેલ તમામ પુસ્તકોનો ડેટા ઓનલાઈન ઉપલબ્ધ હોવાથી સમય અને સ્થળની મર્યાદા સિવાય સભાસદ કોઈપણ જગાએથી સાહિત્ય શોધ કરી શકે છે. મા.જે. પુસ્તકાલયના સામાન્ય વાચનાલય વિભાગમાં જરૂરી ફર્નિચર સાથે કમ્પ્યુટર સીસ્ટમ તેમજ ઇ-બુક રીડર વસાવવામાં આવેલ છે. મા.જે. પુસ્તકાલયમાં વેબ પોર્ટલ, વેબ ઓપેક, કિ-ઓસ્ક મશીન, ઓટોમેશન અને મોબાઈલ એપના માધ્યમથી ઈશ્યુ-રિટર્ન, રિન્યુઅલ, રિઝર્વેશન, મેમ્બરશીપ જેવી ઓનલાઈન સેવાઓ આપવામાં આવે છે. RFID કિ-ઓસ્ક મશીનની મદદથી સભાસદ પુસ્તક આપ-લે તેમજ રીન્યુ જેવી સેવાઓ સ્વયં મેળવી શકે છે. ઓનલાઈન સેવાઓને વ્યાપક પ્રતિસાદ મળેલ છે અને તેના કારણે ચાલુ વર્ષે ૧,૮૦૦ સભાસદોનો ઉમેરો થયેલ છે.

શેઠ મા.જે. પુસ્તકાલયની અંદાજપત્રીય સભામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ અને સ્કૂલબોર્ડ ચેરમેન ડૉ. સુજય મહેતા સહિત અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com