કોઈ પણ તહેવાર હોય મોંઘવારી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને પીસી રહી છે. દરેક ખાદ્ય ચીજો ખૂબ મોંઘી થઈ ગઈ છે. ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ તો ઉત્તરાયણના દિવસે ગમે તેમ કરીને મોંઘું તો મોંઘું પણ ઉંધીયું અવશ્ય ખાય છે. જ્યારે ગરીબ લોકો માટે 300 થી 400 રૂપિયાનું એક કિલો ઊંધિયું ખરીદવું અને ખાવું શક્ય નથી હોતું. તેથી આવા ગરીબ લોકો માટે તહેવારો પણ સામાન્ય દિવસ જેવા બની જતા હોય છે. આવી વરવી પરિસ્થિતિમાં આવા પરિવારો માટે મહેસાણાના અતિ પ્રાચીન તોરણ વાળુ માતાજી યુવક મંડળ આગળ આવ્યું છે . આ મંડળ દ્વારા માત્ર 20 રૂપિયા માં 750 ગ્રામ ઊંધિયું આવા ગરીબ પરિવારો માટે છેલ્લા 5 વર્ષથી તોરણવાળી માતાજી મંદિર સામે કેમ્પ બનાવી આપવામાં આવે છે. આજે 4 હજાર જેટલા લોકોએ અહીંથી 1500 કિલો ઊંધિયું ખરીદવાનો લાભ લીધો. આ ઊંધિયું ખરીદવા અહીં લાંબી લાઈનો પણ જોવા મળી.
દરવખત ની જેમ આ વખતે પણ મહેસાણાના તોરણવાડી મિત્ર મંડળ દ્વારા રાહત દરે ઊંધિયા નું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું અંદાજિત 1500 કિલો ઉંધીયુ મહેસાણાની ગરીબ મધ્યમ પરિવાર જમી શકે તે માટે રી20 ના ટોકન દરે ઉંધીયુ રાહત દરે આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેસાણાના તોરણવાળી માતાના ચોકમાં ગરીબ મધ્યમ પરિવારના પરિજનોએ લાંબી કતારો લગાવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઊંધિયાની ખરીદી પોતાના પરિવાર માટે કરી હતી. દર વર્ષની જેમ રાહત દરે ઉંધીયુ વેચીને એક સારા અભિગમ અપનાવી તોરણવાળી મિત્ર મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યુ હતો. આ મિત્રો દિવાળીમાં પણ મીઠાઈ અને ફરસાણનું આવી ટોકન અને રાહત દરે વિતરણનું આયોજન છેલ્લા 5 વર્ષથી કરતા આવ્યા છે.