GJ-18 ખાતેના મહાનગરપાલિકા દ્વારા અબોલ જીવ તથા માનવજાતની રક્ષા માટે મેયર હિતેશ મકવાણા દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, કદાચ ગુજરાતમાં આ પ્રથમ અભિયાન હશે, જેમાં મેયર દ્વારા ઉતરાયણની દોરીઓ, દોરીના ગુચડા, એક કિલો ના ₹200 લેખે 400 કિલો દોરી ભેગી કરી હતી, જે આજે ગોડાઉન નો પટારો ખોલ્યો હતો, અને 400 કિલો દોરી ના ગુચડા વીડિયોમાં દેખાઈ રહ્યા છે, ત્યારે 200 રૂપિયા કિલો લેખે મેયર દ્વારા સ્વ પોતાના ખર્ચે નાણા ચૂકવ્યા હતા, અને GJ-18 જિલ્લામાં મોટો પ્રતિસાદ મળ્યો હતો, સાત દિવસ ચાલેલા અભિયાનમાં ઉતરાણ બાદ ઝાડ ઉપર લટકતી દોરીઓ, રોડ રસ્તા ઉપર પડેલા ગુચડા, ક્યાંય દેખાતા ન હતા, ઉતરાણ બાદ કોઈને દોરી વાગવાના તથા પશુ પક્ષીઓને દોરી વાગવા ના ઈજા થવાના કોઈ બનાવ બન્યા ન હતા , જે મેયર ને આભારી તથા જનતાને આભારી છે, ત્યારે જીજે 18 ખાતે ગુંચડા ની ચર્ચા ભારે જગાવી છે, ગુંચડા ની ચર્ચા સ્વર્ણિમ એક બે સુધી પહોંચી ગઈ છે, ત્યારે મેયરનો પટારો આજે ખુલ્યો હતો