સ્વર્ણીમ પાર્ક પ્રેમી-પંખઈડાનો અડ્ડો, બાપની પેઢી હોય તેમ વાહનો પાર્કમાં ઘૂસાડ્યા
ગુજરાતનું કહેવાતું GJ-18 એવું સ્વર્ણીમ પાર્ક ખાતે હમણાંજ રાત્રે બે યુગલો રાત્રે બઠા હતાં. ત્યારે તેમની બાઇકની ચાવી લઇને માર મારવામાં આવ્યો, અને ઝપાઝપી થઇ, અને તે પણ રાત્રે ૧ વાગે, ત્યારે આ યુગલ રાત્રે શું કરતું હતું, પોલીસ બધી જ જગ્યાએ તો હાજર હોય, ત્યારે હવે સ્વર્ણીમ પાર્ક પ્રેમી પંખીડાનો અડ્ડો બની ગયું છે. સવારે વોકીંગ કરતાં લોકો શરમ અનુભવી રહ્યા છે. ત્યારે જાહેરમાં ચેનચાળા, કરતાં આ યુગલોએ હવે હદ વટાવી હોય તેમ સ્વર્ણીમ પાર્કમાં ગાડી અંદર લાવી દીધઈ છે, સ્વર્ણીમ પાર્ક હવે વિવાદીત જગ્યા બની રહી છે, હમણાં જ સે-૨૧ના પીઆઇ એ રાઉન્ડ રાત્રે લઇને ધોકાવાળી કરતાં રાત્રે કફ્ર્યું ૧૦ વાગ્યા પછી પડી જાય છે. ત્યારે કોઇ અઘટીત ઘટના ન બને તે માટે પોલીસ પણ સક્રીય છે,
બીજા જિલ્લા, શહેરમાં આવેલી નવી વેજાએ GJ-18 નું નામ ડબોળી રહ્યા છે, નવી વેજા પોતાના ગામમાં અને શહેરમાં ગાડી ચલાવતી હોય તેમ નિયમો, કાયદાઓ તોડીને રોંગ સાઇડમાં વાહનો હંકારવા, હોર્ન બજાવવા, જેવા કિસ્સાઓ અને રાત્રે સ્ટંટ કરતાં જાેવા મળે છે, ત્યારે હવે બદ એવાતની થઇ ગઇ કે સ્વર્ણીમ પાર્કમાં વાહનો અંદર લાવવાની મનાઇ હોવા છતાં આ વાહન અંદર આવ્યું ક્યાંથી?
કરોડો રૂપિયા બગીચાઓ અને સ્વર્ણીમ પાર્ક માટે વપરાય છે, અને સિક્યુરીટી પણ મૂકવામાં આવી છે, કોઇ ચમરબંધી હોય કે નેતા આ પાર્કમાં વાહન-અંદર લાવવાની કડક મનાઇ છે, તો આશું? ઉપરથી પડી છે, ગાડી, રાત્રે બિભત્સ ચેનચાળાથી લઇને અનેક અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી છે, આવનારા દિવસોમાં કાંકરીયા, લોગાર્ડનને પણ ટક્કર આપીને ક્રાઇમમાં નંબર વન બનશે, તેમાં કાંઇજ શંકાને સ્થાન નથી.