ગાંધીનગરના આલમપુર ગામમાં યુવાધન નશા યુક્ત કફ-સીરપનાં રવાડે ચડ્યું

Spread the love


રાજ્યના પાટનગર ગાંધીનગરનાં આલમપુર ગામનું યુવાધન નશા યુકત કફ સીરપનાં રવાડે ચઢી પોતાનું જીવન ખતમ કરી રહ્યા છે. તેમ છતાં પોલીસ કે ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતું આંખ આડા કાન કરીને તમાશો જાેઈ રહ્યું હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે. ત્યારે ગામના જાગૃત નાગરિકો દ્વારા યુવાધનને નશાનાં ખપ્પરમાં હોમાતાં રોકી લેવા માટે તંત્ર પાસે ગુહાર લગાવવામાં આવી છે.રાજ્યના પાટનગર ગાંધીનગરના આલમપુર ગામમાં યુવાધન અવડા રવાડે ચઢી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી દવાઓનો વપરાશ યુવાનો નશો કરતા હોવાનું ખુલ્યું છે. ત્યારે સૌથી સરળ અને સસ્તુ કફ સિરપનું વ્યસન ક્યારે યુવાનોની લાઈફ ખતમ કરી નાંખે છે તે ખુદ યુવાનોને પણ ખબર નથી હોતી. ગામનું યુવાધન નશાના રવાડે ચઢયું છે ત્યાં હવે બાળ યુવાધન પણ નશાના રવાડે ચઢી રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.અત્રેના કેટલાક વિસ્તારોમાં ચાલતા મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ તથા નશાયુક્ત દવાઓનું વેચાણ કરવામાં આવતું હોય છે. આ પ્રકારની દવા અને સીરપનો ઉપયોગ કરીને કેટલા ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય છે તેમ જ આજનું યુવાધન આ પ્રકારના નશાઓ કરીને નશાખોરીના રવાડે ચડતા હોય છે અને પોતાના આરોગ્યને જાેખમમાં મૂકે છે. યુવાધન નશાની ચીજવસ્તુઓ આસાનીથી નહીં મળતાં વિવિધ પદ્વતિ દ્વારા નશો કરવાની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે.પ્રતિબંધિત દારૂ અને ગાંજાે નહીં મળતા હવે યુવાધને દવાની દુકાનેથી આસાનાથી મળી જતી કફ સિરપ અને દવાઓથી નશો કરવા માટે રસ્તો અપનાવી લીધો છે.આલમપુર ગામમાં યુવાનો કફ સી૨૫ની બોટલોનો નશા માટે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે . યુવાનો સાંજ પડતાં જ કફ સી૨૫ની બોટલો મેળવવા માટે મેડિકલ સ્ટોર્સ કે સહિતના સ્થળોએ આંટા ફેરા કરતા રહે છે. કફસીરપની બોટલમાં આલ્કોહોલ નામનું પ્રવાહી આવતું હોવાથી વધારે માત્રામાં પીવામાં આવે તો તેનો નશો ચડે છે. આ બદીથી યુવાનોને મુક્ત કરાવવા માટે ગામના જાગૃત નાગરિકોએ સંપર્ક કરીને ગામમાં પીવાતી નશા યુકત કફ સીરપનાં ફોટા વીડિઓ પણ મોકલી આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com