પોલીસ દ્વારા ૭ વર્ષથી ઓછી સજાના ગુનામાં જામીન આપ્યા બાદ ૧૫૧ CRPC લગાવીને ૨૪ કલાક કસ્ટડીમાં રાખવાના બહાને તોડપાણી

Spread the love


ગુજરાતમાં કાયદાઓ કડક કર્યા, પણ પ્રજાને અનેક રીતે પરેશાની થઇ રહી છે, ત્યારે રાજ્ય ગૃહમંત્રી બને ત્યાં સુધી પ્રજાના પ્રશ્નને વાચા આપી રહ્યા છે, પણ હા, તેમની સાથે વાત પહોચે તો આકરા પાણીએ પગલાં લે, ત્યારે ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૫૧ નો ગુજરાત પોલીસ દુરઉપયોદ કરી રહી હોય તે તાકીદે બંધ કરાવવા માટે અમદાવાદ ક્રીમીનલ કોર્ટ બાર એસોસીએશન દ્વારા લેખિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગણી કરી છે. પત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પોલીસ દ્વારા સાત વર્ષથી ઓછી સજાના ગુનામાં પોલીસ મથકથી આરોપીને છોડી મુક્યા બાદ તેને તુરત સીઆરપીસીની કલમ ૧૫૧ લગાવીને ચોવીસ કલાક કસ્ટડીમાં રાખવાના બહાને મોટી રકમ ઉઘરાવી રહી છે. આ સીસ્ટમ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. એકઝીકયુટવ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ૧૮૦ દિવસ થાય એટલે આપો આપ સીઆરપીસીની કલમ ૧૫૧ના કેસો રદ થાય છે. આમ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે સીઆરપીસીની કલમ ૧૫૧ લગાવીને કાયદા વિરુદ્ધ ચોવીસ કલાક કસ્ટડીમાં રાખવામાં આવી રહ્યા છે. અમદાવાદ ક્રીમીનલ કોર્ટ બાર એસોસીએશનના પ્રમુખ ભરત શાહ અને સેક્રેટરી અશ્વિન પટેલએ જણાવ્યું છે કે, પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાની સત્તાનો દુરઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી રહ્યા છે.જે કાયદા વિરુધ્ધનુ છે. સુપ્રીમ કોર્ટના બાસુના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, કોઈ પણ વ્યક્તિની અટકાયત થાય ત્યારે વકીલ રોકવા અને વકીલને પોલીસ મથકમાં જવાનો હક્ક છે આમ છતા પોલીસ અટકાયત થયેલ વ્યકિતને મળવા દેતી નથી.જેમાં પોલીસ દ્વારા ભષ્ટ્રાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.જેથી તાકીદે પોલીસને સીઆરપીસીની કલમ ૧૫૧નો દુરઉપયોગ કરતા અટકાવવા માટે જણાવ્યું છે.

માન સ્વતંત્રતાનું ખનન થાય છે, બેફામ કાયદાનો દૂર ઉપયોગ, વ્યક્તિ ગુનેગાર છે, કે કેમ? તે કોર્ટ નક્કી કરશે,પણ અહીંયા પોલીસ પોતે જજ બનીને લોકઅપમાં નાંખવાના પેતરા કરીને તોડપાણી અને નમવેતો લોકઅપમાં નાંખવાની તે વ્યક્તિની ૨૪ કલાકની સ્વતંત્રતા હણાયા બાદ સમાજમાં પણ બદનામી થતી હોય છે, ત્યારે જમીન લાયક ગુન્હામાં ૧૫૧ CRPC કલમનો બેફામ દૂર ઉપયોગથી વકીલ એસો.મેદાને પડ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com