AMTSની સેવાઓ નિશુલ્ક કરવામા આવે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવામા આવે
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાં વિરોધ પક્ષનાં નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે AMTS ને ખોટ ના ખાડા મા ધકેલી ભાજપના મળતીયા કોન્ટ્રાક્ટરો ને ઘીકેળા કરાવતુ AMTSનુ વર્ષ 2023/24 નુ રૂ.૫૭૪ કરોડનુ બજેટ છે ! અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ની ખોટી નીતિઓના કારણે AMTS જેવી મહત્વની સેવા મા કોન્ટ્રાક્ટરો ને ઘીકેળા કરાવવા માટે જ બજેટ બનાવવામા આવ્યુ હોય તેવુ પ્રતિત થાય છે ! આજરોજ AMTS નુ વર્ષ ૨૦૨૩.૨૪ નુ રુ. ૫૭૪ કરોડનુ બજેટ રજુ કરવામા આવ્યુ.
AMTS દ્વારા કુલ ૮૦૯ બસો ચલાવવામા આવે છે અને નવી ૧૦૦ ઇલેક્ટ્રીક બસો ઉપરાંત ૨૦૦ નવી બસોના ટેન્ડર બહાર પાડવામા આવનાર છે આ સાથે આ બસો ની સંખ્યા ૧૧૦૯ થશે .આશ્ચર્યની વાત છે કે આ તમામ બસો કોન્ટ્રાક્ટરો ને ખુબ મોટો નફો કરાવવા માટે કોન્ટ્રાક્ટ સિસ્ટમ થી ચલાવવામા આવે છે અને આ તમામ કોન્ટ્રાક્ટરો શાસક પક્ષ ભાજપના જાણીતા અને માનીતા કોન્ટ્રક્ટરો છે જેના કારણે AMTS ને ખુબ જ ખોટ થાય છે અને કોન્ટ્રાક્ટરોને નફો થાય છે. બીજી તરફ કોન્ટ્રાક્ટ સિસ્ટમ થી બસો ચલાવવાને કારણે AMTS ના કામદારો પાસે કામ ના રહેતા બેકાર બેસવાનો વારો આવતા તેઓને મ્યુનિ કોર્પોરેશન ના અન્ય વિભાગો મા ફરજ પર મુકવામા આવે છે અને તેનો પગાર પણ AMTS દ્વારા ચુકવવામા આવે છેસત્તાધારી પક્ષની આવી અણઘડ નિતીઓના કારણે એક સમયે નફો કરતી AMTS આજે દેવા ના ડુંગર તળે દબાઇ ગયી છે. આ પરિસ્થિતીમા કોંગ્રેસ પક્ષ તરફ થી માંગ કરવામા આવે છે કે જાહેર જનતાના હિત મા AMTS ની સેવાઓ નિશુલ્ક કરવામા આવે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવામા આવે.