ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મિલ્કત સંબંધી ગુનાઓની વણઝાર વધતાં એક્શન મોડમાં આવેલાં પોલીસ વડા તરુણ દુગ્ગલે બદલીનો ગંજીફો ચીપી આજે જિલ્લાના છ પોલીસ ઈન્સ્પેક્ટર અને ૧૧ પીએસઆઇની જાહેર હિતમાં આંતરિક બદલીનાં હુકમ કરવામાં આવ્યા છે. જે પૈકી સેકટર – ૨૧ પીઆઈ એમ.બી. ભરવાડની સચિવાલય સંકુલમાં બદલી કરી દેવાઈ છે. જ્યારે કલોલ શહેર પીઆઈ પી બી ખાંભલાને બદલીને સેકટર – ૨૧ પીઆઈ તરીકે નિમણુંક આપવામાં આવી છે.ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેકટરો અને પીએસઆઇની આંતરિક બદલીની હિલચાલ ચાલી રહી હતી. જે અન્વયે આજે જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે બદલીનો ગંજીફો ચીપીને જિલ્લા પોલીસ મથકોમાં ફરજ બજાવતા છ ઇન્સ્પેકટરો અને ૧૧ પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની જાહેર હિતમાં આંતરિક બદલી કરી દેવામાં આવી છે.જે અન્વયે સેકટર – ૨૧ પીઆઈ એમ.બી. ભરવાડની બદલી કરીને સચિવાલય સંકુલમાં મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે કલોલ શહેર પીઆઈ પી બી ખાંભલાની બદલી સેકટર – ૨૧ પીઆઈ તરીકે કરી દેવામાં આવી છે. એજ રીતે સેકટર – ૭ પીઆઈ વી બી ખેરને બદલીને કલોલ શહેર પીઆઈ તરીકે નિમણુંક અપાઈ છે. તેમજ સાંતેજ પોલીસ મથકના પીઆઈ એલ ડી ઓડેદરા ટ્રાફિક પોલીસ સ્ટેશન તથા સાયબર સેલના પીઆઈ કે.જે. રાઠોડને સાંતેજ બદલી કરાઈ છે. અને સાયબર સેલના પીઆઈ કે. બી. સાંખલાની સચિવાલય સંકુલથી સાંતેજ પોલીસ સ્ટેશન બદલી કરી દેવામાં આવી છે.આ ઉપરાંત ૧૧ પોલીસ સબ ઈન્સ્પેક્ટર પૈકીના એલઆઈબીમાંથી ડી આર પ્રજાપતિ તેમજ વી જી પરમારને ઈન્ફોસિટી પોલીસ મથક, કલોલ તાલુકા પોલીસ મથકના સબ ઈન્સ્પેકટર ડી બી ગઢવીની સચિવાલય સંકુલ, ડભોડા પીએસઆઇ અનિલ વછેટા ફરી પાછા એલઆઈબી તેમજ પેથાપુર પીએસઆઇ એમ એસ રાણાને ડભોડા પોલીસ સ્ટેશન બદલી કરી દેવાઈ છે.જ્યારે ડભોડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર એન એમ ચૌધરીની બદલી રખીયાલ, જ્યારે રખીયાલના પીએસઆઇ એ એસ ગામીતને પેથાપુર પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે. તેમજ ઈન્ફોસિટીનાં પીએસઆઇ પી બી ચૌધરીની કલોલ શહેર પોલીસ મથકમાં બદલી કરી દેવાઈ છે. ઉપરાંત માણસા પોલીસ મથકેથી પીએસઆઇ આર જે ગોહિલને બદલીને ટ્રાફિક પોલીસ સ્ટેશન, પેથાપુર પોલીસ મથકના સબ ઈન્સ્પેક્ટર આર એન પરમાર ની કલોલ સિટી તેમજ અડાલજ પોલીસ મથકેથી વી બી વર્માની બદલી કરીને પેથાપુર પોલીસ સ્ટેશન નિમણુંક કરવામાં આવી છે.