વોર્ડ-૧૧ના અનેક પ્રશ્નો છે, ત્યારે ગુજરાતમાં સૌપ્રથમવાર કમિટી બનાવીને અઠવાડિયામાં ૨ દિવસ પ્રજા કે કામ, કેમ દરેક પ્રશ્નના સોલ્યુશન માટે મેયર જે આગવી સુઞથી કામ કર્યું છે, તેની ચર્ચા શહેરમાં જગાવી છે, હિતેશ તુને કર દિયા કમાલ, હરહંમેશ ગાંધીનગર મહાનગર પાલિકાએ નગરજનોની સુખાકારી વધે તે માટે જરૂરી ર્નિણયો લિધા છે અને આજે વધુ એક ર્નિણય લેતા ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર હિતેશ મકવાણા સાહેબે જણાવ્યું હતું કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૧ વોર્ડમાં ભવિષ્યને અનુલક્ષીને કોર્પોરેશન દ્વારા અનેક આયોજન અને જાહેર સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જે અતંર્ગત ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત પરિવહન, જાહેર આરોગ્ય, હોસ્પિટલ, જીમખાના, બગીચા, લાઈબ્રેરી જેવી સુવિધાઓ, સેવાસેતુ, રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની લોક ઉપયોગી વિવિધ યોજનાઓનો અસરકારક અમલ થઇ શકે, વહીવટમાં પારદર્શીતા વધે તેમજ નાગરીકોની સુખાકારીમાં વધારો થાય તે માટે મદનીશ કમિશનર મારફતે સુપરવિઝન, વોર્ડ સંકલન અને ફરીયાદ સમિતીની રચના કરવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે આસી. મ્યુનિસિપલ કમિશનર અને સભ્ય તરીકે વોર્ડના તમામ કોર્પોરેટર, ટેક્ષ ઓફિસર, આસી. ઈજનેર, એસ્ટેટ ઇન્સ્પેકટર, ગાર્ડન સુપરવાઈઝર અને સભ્ય સચિવ તરીકે સેનિટેશન સુપ્રિટેડેંટ છે. આ સમિતિની બેઠક દર શુક્રવારે મળશે અને પેંડિગ કાર્યોનો ત્વરીત નિકાલ લાવશે. કોર્પોરેશનના વિવિધ ખાતાઓમાં અલગ-અલગ કક્ષાએ કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ અને તેમાં પણ ખાસ કરીને ક્ષેત્રિય ફરજ બજાવતાં કર્મચારીઓ પાસેથી સુપરવિઝનને અભાવે લોક સુવિધાના કામોમાં વિલંબ ધ્યાને આવતા વહીવટનું વિકેન્દ્રીકરણ કરી વધુ કાર્યદક્ષ અને કરકસરયુક્ત બનાવવા, સુપરવિઝનની કામગીરી તથા નાગરિક સેવાઓનું સ્તર ઊંચું લાવવા અને પ્રજાની ફરિયાદોના ઝડપી નિકાલ કરવામાં આવશે. આ આયોજન અને ર્નિણયમાં અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર, અર્બન સેનીટેશન, અર્બન હેલ્થ, અર્બન એન્વાયરમેન્ટ, ઇસ ઓફ લિવિંગ અને લોક ફરીયાદોનું નિવાકરણ જેવા મુદ્દાઓ ધ્યાને લિધા છે. લોક સંપર્ક કરી તેઓની ફરિયાદો, રજુઆતો તથા સૂચનો મેળવવામાં આવશે. વોર્ડ લેવલે પબ્લીકના પ્રશ્નો બાબતે દર મંગળવારે અને ગુરુવારે બપોરે ૪ઃ૦૦ થી ૫ઃ૦૦ કલાકનો સમય મુલાકાતીઓ માટે ફળવાશે. ગાંધીનગર મહાનગર પાલિકાના મેયરશ્રી હિતેશભાઇ મકવાણા સાહેબે આ તમામ આયોજન અને ર્નિણયને પરિણામ લક્ષી બનાવવા, નગરજનોનો સાથ અને સહકારની અભ્યર્થના વ્યકત કરતા જણાવ્યું હતું કે શહેરીજનોની સુખાકારી માટે તથા તેઓની ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય તે માટે વિવિધ વિભાગોની કામગીરી અસરકારક રીતે સમયમર્યાદામાં થાય તે માટે આયોજન, સંકલન તથા સુપરવિઝનની કામગીરી નિયમીત માટે ગાંધીનગર મહાનગરપાલિકા સતત કાર્યરત છે.