ભાજપ ૧૫૬ સીટો સાથે ભુક્કા કાઢી નાખે તેવી જીત મેળવી છે, ત્યારે વિપક્ષ પદ પણ ભાજપ ઈચ્છે તો મળે, બાકી ૧૯ સંખ્યા જાેઈએ, ત્યારે હવે સતરાપે ખતરા હોય તેમ એક પછી એક ખતરાની ઘંટડીઓ વાગી રહી હોય તેમ વિરોધ પક્ષના નેતાનું લટકેલું ગાજર બાદ હવે પાર્કિંગમાંથી પણ દૂર કર્યા જેવું, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ ૧૫૬ બેઠકો પર વિજય પ્રાપ્ત કરી વિધાનસભાના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. આવામાં કોંગ્રેસને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા બનાવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. આ મુશ્કેલીઓની વચ્ચે કોંગ્રેસના વિપક્ષના નેતા માટે રિઝર્વ રાખવામાં આવતા પાર્કિંગમાંથી પણ બાદબાકી કરી દેવામાં આવી છે.
વિધાનસભામાં વિપક્ષના નેતા માટે પૂરતું સભ્ય સંખ્યા બળ કોંગ્રેસ પાસે બચ્યું ન હોવાનો પણ ભાજપ દાવો કરી રહ્યો છે, કોંગ્રેસને પાછલી વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૧૭ બેઠકો જ જીતવામાં સફળતા મળી છે. હવે વિધાનસભાના વિપક્ષનું પદ સત્તાધારી ભાજપ કોંગ્રેસને આપે છે કે નહીં તેના ઉપર એક મોટો સવાલ ઉભો થયો છે. ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે કે સત્તાધારી પક્ષે નક્કી કર્યું છે કે વિપક્ષનું પદ એ કોંગ્રેસને ન આપો. કારણકે કોંગ્રેસ પાસે ૧૦% જેટલા પણ ધારાસભ્યો નથી.વિધાનસભાની અંદર પણ આ જ હલચલ ચાલી રહી છે, વિપક્ષના નેતા પદની વાત તો દૂર રહી પરંતુ વિધાનસભા પરિસરમાં પાર્કિંગ માટે પણ વિપક્ષને સ્થાન આપવામાં આવ્યું નથી ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોના પ્રવેશ દ્વાર સામે વિધાનસભાના અધ્યક્ષ વિધાનસભાના ઉપાધ્યક્ષ વિધાનસભાના વિપક્ષના નેતા અને વિપક્ષના ઉપનેતા ના ગાડી માટેના પાર્કિંગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હોય છે.આ પાર્કિંગ વ્યવસ્થામાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, વિપક્ષના નેતા અને ઉપનેતાની નેમ પ્લેટ પણ લગાવવામાં આવતી હોય છે, એટલે આ પાર્કિંગ નેતાઓ માટે રિઝર્વ રાખવામાં આવતું હોય છે, પરંતુ ગુજરાત વિધાનસભામાં આ પાર્કિંગની અંદર પણ વિરોધ પક્ષના નેતા અને ઉપનેતાને સ્થાન આપવામાં આવ્યું નથી.છેલ્લા પાંચ દિવસથી વિધાનસભાના આ પાર્કિંગમાંથી વિધાનસભા અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને જનકના પાર્કિંગ માટે બોર્ડ લગાવેલા જાેવા મળી રહ્યા છે. વિધાનસભાના વિપક્ષના નેતા અને ઉપનેતાના વાહન પાર્કિંગ માટેની નેમ પ્લેટ હટાવી દેવામાં આવી છે. આમ કોંગ્રેસને વિધાનસભાની અંદર અને બહાર બન્ને જગ્યાએથી હાલ તો છેદ ઉડી ગયો હોવાની ચર્ચાઓ થઈ રહી છે.