રાજ્ય સરકારે આરટીઓ કામગીરીની જેમ હવે દસ્તાવેજ સંબંધિત કામગીરી માટેની કામગીરી પણ ઓન લાઈન કરવાની તજવીજ હાથ ધરી છે. મહેસૂલી સેવાઓને સરકારે ઝડપી, સરળ અને ઓનલાઈન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. દસ્તાવેજ રજીસ્ટ્રેશન માટે સમય મેળવવા ઓનલાઈન એપોઈન્ટમેન્ટના શિડ્યુલરનો અમલ કરવાનું નક્કી કરાયુ છે. આ પાઈલોટ પ્રોજેક્ટને રાજ્યની ૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં આગામી બે માર્ચથી અમલ કરવામાં આવશે. એપોઈન્ટમેન્ટ શિડ્યુલર ઓનલાઈન થતાં પક્ષકારોનો કિંમતી સમય બચશે. એપોઈન્ટમેન્ટ ઈચ્છીત સમયે અનુકૂળતા મુજબ ગમે તે સ્થળેથી ઓનલાઈન પધ્ધતિથી મેળવી શકાશે અને સબરજીસ્ટ્રાર કચેરીઓ ખાતે બિનજરૂરી ધસારો ટાળી શકાશે.