SGSTએ સુરતની ૭૫ શંકાસ્પદ પેઢીઓના ૧૧૨ સ્થળોની ચકાસણીમાં ૬૧ પેઢીઓ બોગસ પકડી

Spread the love

૬૧ પેઢીઓ થકી રૂ.૨૭૬૮.૩૧ કરોડના બિલો ઇસ્યુ કરી રૂ.૮૩.૭૩ કરોડની વેરાશાખ પાસઓન કરી : બોગસ બિલીંગની પ્રવૃતિને ડામવા ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ અને ગુજરાત ATSનું સંયુકત ઓપરેશન

અમદાવાદ

ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગને ડામવા માટે સીસ્ટમ દ્વારા ડેટા એનાલીસીસ કરવામાં આવે છે જે પ્રરત્વે બોગસ બિલીંગ/કરચોરીને લગતી લીડ જનરેટ થતી હોય છે. આવી લીડને આધારે ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ અને ગુજરાત એટીએસ દ્વારા બોગસ બિલીગનો ખાત્મો કરવા માટે રાજયભરમાં તારીખ:૦૭ અને ૦૮-ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સંયુકત ઓપરેશન હાથ ધરવામાં આવેલ. જેના ભાગ રૂપે સુરત ના ચૌટ્ટા બજાર, મહિધરપુરા, સલાબતપુરા તથા નાનપુરા ખાતે નોધાયેલ ૭૫ પેઢીઓની ચકાસણી કરવામાં આવેલ સદર પેઢીઓ સાથે સંકળાયેલ રાજયભરના ૧૧૨ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવેલ છે. સુરત ખાતે કરવામાં આવેલ કાર્યવાહીમાં ૬૧ પેઢીઓ બોગસ મળી આવેલ અને ૧૪ પેઢીઓમાં ચકાસણીની કાર્યવાહી હાલ ચાલુમાં છે. આ પેઢીઓના રજીસ્ટ્રેશનમાં દર્શાવેલ બેંક ખાતાઓ પૈકી ૪૮ ખાતાઓ અસ્તિત્વ ધરાવતા નથી. શંકાસ્પદ પેઢીઓના મળી આવેલ ૧૦ બેક ખાતાઓ ઉપર ટાંચ મૂકવામાં આવેલ છે અને આ પેઢીઓના ક્રેડીટ લેઝરમાં રહેલ રૂા.૪.૩૮ કરોડની વેરાશાખ બ્લોક કરવામાં આવેલ છે.બોગસ મળી આવેલ પેઢીઓમાં સઘન ચકાસણી કરતાં આવી પેઢીઓના પડદા પાછળના ઇસમોની વિગતો ધ્યાને આવેલ છે. આવા ઇસમોને ન્યસ્ત કરવા કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.આ બોગસ પેઢીઓ મારફતે રૂ.૨૭૬૮.૩૧ કરોડના બિલો ઇસ્યુ કરી રૂ.૮૩.૭૩ કરોડની રકમની વેરાશાખ બેનીફીશયરી વેપારીઓને તબદીલ કરવામાં આવેલ છે અને સરકારી આવકને મોટું નુકશાન પહોંચાડેલ છે. આવી બોગસ પેઢીઓની મદદથી છેતરપીડીં આચરી ખોટી વેરાશાખ મેળવાનાર એટલે કે તેનો લાભ લેનાર બેનીફીશયરી પાસેથી વેરો, વ્યાજ, તથા દંડ સાથે વસુલાત થવા ઘટતી કાર્યવાહી વિભાગે હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com