GJ-18 શહેરમાં સૌથી વધારે ચર્ચાસ્પદ વિષય બન્યો હોય તો તે મિલકત વેરા વધારાનો હતો ત્યારે અનેક સંસ્થાઓથી લઈને કોંગ્રેસના નેતા અંકિત બારોટને પણ વધારાનો વિરોધ કર્યો હતો અને આજે સામાન્ય સભામાં મેયર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ભાજપના નગરસેવક ગૌરાંગ વ્યાસ, પદમસિંહ ચૌહાણ, દ્વારા વેરાની દરખાસ્તને ઘટાડવા માંગણી કરી હતી જે માંગણીને અનુરૂપ જે અગાઉ પ્રતિ ચોરસ મીટર રહેણાંકના ૧૦ રૂપિયા હતા તે વધારીને ૧૫ ની દરખાસ્ત સામે ૧.૨૫ પૈસા કરવામાં આવ્યો છે, હવે ૧૧.૨૫ ત્યારે કોમર્શિયલ વેરામાં ૨૦ થી વધારીને ૩૦ ની દરખાસ્ત સામે ૨.૨૫ વધારીને ૨૨.૨૫ પૈસા કરવામાં આવ્યો છે, જે દર વધ્યો છે તે પ્રતિ ચોરસ મીટર ગણવામાં આવે છે, ત્યારે ભાગતા ભૂતની ચોટલી ભરી તેમ હવે થોડા રાહતના સમાચાર મળ્યા છે. સામાન્ય સભામાં આ પ્રશ્ને અંકિત બારોટ એ વિરોધ દર્શાવીને ટેક્સ નાબૂદ કરવા હાકલ કરી હતી તેમણે જણાવેલ કે પહેલા સુવિધાઓ આપો સાફ-સફાઈથી લઈને અનેક પ્રશ્નોનું સોલ્યુશન કરો. પોલ્યુશન જેવા પ્રશ્નોને પ્રાધાન્ય આપો સેવા નહીં તો ટેક્સ નહીં તેમ તેમણે બ્યુંગલ ફુક્યું હતું. અનિલ વાઘેલા નગરસેવક દ્વારા જીઆઇડીસી ઝોન નહીં લાવીને પેથાપુર ખાતે સરકાર સુધી રજૂઆત થાય તે પ્રશ્ન તેમના મુદ્દાને બાલી આપવામાં આવી હતી. ત્યારે મહેન્દ્રદાસ નગરસેવક દ્વારા જણાવેલ કે ખોટું થતું હોય અથવા કામમાં ભૂલ થતી હોય તો કાન આમળનાર પણ જાેઈએ ત્યારે કોમેન્ટમાં એક જણે જણાવેલ કે વિરોધ પક્ષના નેતા કાન આંબળી શકે, તે પદ આપો બાકી અંકિત બારોટ દ્વારા વેરાના પ્રશ્ન ભારે ગાજ્યા હતા ત્યારે આજરોજ નગર સેવકોની પાંખી હાજરી પણ જાેવા મળી હતી માડં ૬૦% નગર સેવકો હાજર હતા.