ગુજરાતનું કહેવાતું GJ-18 વિકાસની ગતિ સાથે ફૂલફલેગમાં આગળ વધી રહ્યું છે, ત્યારે શહેરમાં બદીઓ પણ વધી ગઇ છે, રાત્રે માંસ, મચ્છી, મરઘા, માછલાનું થતું વેચાણ સામે ઝુંબેશ શરૂ કરી, પણ પાછી શિયાળામાં ઠંડી પડે એટલે હવાઇ ગઇ, ત્યારે શહેરમાં શિવરાત્રી આવી રહી છે, અને મોટો હવન પણ થવા જઇ રહ્યો છે, ત્યારે GJ-18 મેયર દ્વારા આ પ્રશ્ને શિવરાત્રીના દિવસોમાં પ્રતિબંધ રાજકોટની જેમ ફરમાવશે કે કેમ? તે ચર્ચા ચાલી રહી છે,ત્યારે રાજકોટ ખાતે શહેરમાં શિવરાત્રીના દિવસે માંસ, મચ્છી સહિત નોન-વેજના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કતલખાનાઓ પણ બંધ રાખવા આદેશ અપાયો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અંગે જાહેરનામુ બહાર પાડ્યું હતું. આ વર્ષે ૧૮ ફેબ્રુઆરીને શનિવારના રોજ શિવરાત્રીનો પર્વ છે. આ નિમિત્તે રાજકોટ મહાનગર પાલિકાએ શહેરમાં જાહેરમાં માંસ અને મટનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં શિવરાત્રી પર્વની ધામધૂમથી ઊજવણી થાય છે. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં ચાલતા કતલખાના બંધ રાખવા પણ જણાવાયું છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ પણ હિન્દુ તહેવારોમાં જાહેરમાં માંસ, મચ્છી, મટનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. મહાનગર પાલિકાના ઘન કચરાના સંચાલન વિભાગના એક અધિકારીએ પુષ્ટી કરી હતી કે શિવરાત્રીના દિવસે શહેરમાં જાહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. આ દિવસે હિન્દુઓ ઉપવાસ રાખે છે.
શહેરમાં મહાશિવરાત્રીએ હોમ હવનનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે, ત્યારે રાત્રે નોનવેજની હાટડીઓ મહાશિવરાત્રીના દિવસોમાં ઝબ્બેસલાક બંધ રહે તે માટે પ્રતિબંધ ફરમાવે તેવી પણ લોકોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે.