ગાંધીનગરના પેથાપુર ખાતે બિરાજમાન અચલેશ્વર ધામ ખાતે બિરાજમાન દેવોના દેવ મહાદેવના પાવન પર્વ મહાશિવરાત્રીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.પેથાપુર સમસ્ત બ્રહમસમાજ દ્વારા અચલેશ્વર ધામ ખાતે મહાશિવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી મંદિરખાતે શ્રધ્ધાળુઓ નો ધસારો રહ્યો હતો.બપોરે ૧૨.૩૦ કલાકે મહાદેવની ધજાનું પૂજન અર્ચન કરી ધ્વજારોહણ અને આરતીનું આયોજન કરાયું હતું.મહાદેવના મંદિર ખાતે આખો દિવસ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું.સાંજે ૭.૦૦ કલાકથી ચાર પહોરની પૂજાનો શાસ્ત્રોકત વિધિ સાથે પ્રારંભ કરાયો હતો આ પૂજાવિધિ સવારે ૬.૦૦ કલાક સુધી ચાલી હતી જેમાં નગરના અનેક શ્રધ્ધાળુઓ એ ભાગ લઈ પૂજાનો લાભ લઈ પાવન થયા હતા.સાંજે ચાર પહોરની પૂજાનો પ્રારંભ થયો ત્યારે મહાદેવની બેહૂબ બહુરૂપીએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. બહુરૂપીએ શિવતાંડવના નૃત્ય થકી શ્રધ્ધાળુઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.સાથે સાથે ૭.૩૦ કલાકે મહાઆરતીનું આયોજન કરાયું હતું જેમાં નગરજનો મોટીસંખ્યામાં સહભાગી બનીને પાવન થયા હતા મહાઆરતી વેળાએ મંદિરનું સમગ્ર પરિસર માં અપ્રતિમ દ્રશ્ય સર્જાયું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સમસ્ત બ્રહ્મસમાજના સૌ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.