ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતે રાયસણ, કુડાસણ ,સરગાસણ, રાંદેસણ, જેવા વિસ્તારો જે ગામનું નામ પાછળ શણ આવે તેનો વિકાસ ધમાકેદાર થયો છે, ત્યારે અગાઉ ગુડાના ચેરમેન અશોક ભાવસાર હતા ત્યારે વાવોલ નો વિકાસ થયો હતો ,ત્યારબાદ વાવોલ નો વિકાસ સ્ટોપ થઈ ગયો હતો. વાવોલ ને કોઈ પૂછનાર ન હતું ,ત્યારબાદ ગુડાના ચેરમેન તરીકે આશિષ દવે આવ્યા બાદ જે ગામની પાછળ શણ આવે તેની પાછળ લગે રહો મુન્નાભાઈની જેમ આશિષભાઈ, લાગી ગયા ત્યારે અનેક ગામોમાં જે વિકાસ અને કરોડોનો વીઘા ૧૦ કરોડનો થઈ ગયો તે આશિષ ને આભારી છે,તથા આશિષને અનેક લોકોના આશીર્વાદ મળ્યા, વન બીએચકે ટુ બીએચકે ની સ્કીમ પણ આવી, ઘણા મકાન વગરના હતા તે મકાન વાળા થઈ ગયા, ત્યારે વાવોલનો વિકાસ ટોપ થયા બાદ હોટલ લીલા બન્યા બાદ વાવોલની થોડી પૂછપરછ ચાલી પણ વાવોલને વગડા તરીકે જ લોકોએ જાેયું ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૪૧ સીટ જીત્યા બાદ વાવોલ વગડાને વિકાસના પ્યાલા સાથે પ્રેમલસહિં લગે રહો મુન્નાભાઈ ની જેમ લાગી જતા આજે વાવોલની પૂછપરછ વધી ગઈ, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે મહિલાને ૩૩% અનામત અને જે વિધાનસભામાં મહિલાઓની સંખ્યા વધી છે તે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આભારી છે ,ત્યારે વાવોલમાં સૌપ્રથમવાર ગુજરાતમાં એક મોટો મોલ જેવું માર્કેટ બની રહ્યું છે ,તે મહિલાઓના સંચાલન સાથે મહિલાઓનો મોટો મોલ કહેવાશે, જ્યાં તમામ વસ્તુઓ મહિલાઓની મળશે, જે આ કોન્સેપ્ટ એક વર્ષમાં તૈયાર થશે ત્યારે વટભેર પીએમ પોતે આ કોન્સેપ્ટ જાેઈને પોતે ઉદ્ઘાટન કરવા આવે તો નવાઈ નહીં, કદાચ ભારતમાં બીજાે આવો મોલ હશે કે કેમ? પણ ગુજરાતમાં પ્રથમ હશે તેમાં કોઈ શંકાને સ્થાન નહીં.વાવોલ બનશે GJ-18 નું નહીં ગુજરાતનું મહિલાથી લઈને અનેક લોકો માટે નું વોલ સ્ટ્રીટ, ત્યારે વિકાસ થાય ત્યારે અનેક રોળા આવે તો હટાવવા પડે, ત્યારે આવનારા દિવસોમાં તળાવ પણ જે સુંદર બનાવવાનું આયોજન છે તે હોટલ લીલા ની બારીમાંથી જુઓ તો લાગે કે કાંકરિયા દેખાય, તેમ GJ-18નું વાવોલનું તળાવ બીજુંકાંકરિયા બને તો નવાઈ નહીં ત્યારે ઉવારસદ રોડ થી લઈને કલોલ રોડ પાછળના ભાગે સોસાયટી, મકાનો ફલેટોના વેચાણમાં વધારો થવા માંડ્યો છે, ત્યારે વિકાસશીલ ફૂલ ઝડપે વિકસી રહેલું વાવોલ હવે વગડો નહીં બગડો એવોનંબર બે ઉપર GJ-18 ગિફ્ટ સિટી બાદ આ નંબરના ક્રમાંક એ આવશે ત્યારે મોટામાં મોટો જે કોન્સેપ્ટ છે તે મહિલાઓ માટે નો મોલ એ એક નજરાણું હશે ત્યારે આવનારા દિવસોમાં ડી માર્ટ નવું બનતુંઆકાર પામશે તેવી શક્યતા છે ગુડા પાસેથી બે કંપનીઓ પોતાના મોલ વાવોલ ખાતે શરૂ કરવામાં આવનાર છે, ત્યારે ખટાક-ખટાક અંડરબ્રિઝ ડફાક-ડફાક અંડરબ્રિઝ કરતાં વાવોલનો અંડર બ્રિજમાં અવાજ આવતો નથી, તેથી હવે વાવોલ પણ વી.આઈ.પી.ઓનું વિપુલ ભંડાર સાથે રોકાણ આવે તેવી શક્યતા જાેવાઈ રહી છે.