આરોપી ફિરોજખાન ઐયુબખાન પઠાણ
અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચે અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા તથા એન.ડી.પી.એસ.ના ગુનામા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલી સૂચના મુજબ મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના માર્ગદર્શન આધારે ગઈ તા.૨૫/૧૨/૨૦૨૨ ના રોજ પો.ઇન્સ એ.ડી.પરમારની ટીમ દ્વારા અમદાવાદ વેજલપુર, મંસુરપાર્કના નાકે, રોયલ અકબર રેસીડેન્સી સામે, સર્વિસ રોડની બાજુમાં જાહેરમાંથી ઉપરોક્ત આરોપી ફિરોજખાન ઐયુબખાન પઠાણના કબ્જામાંથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોનનો કુલ્લે જથ્થો ૨૨ ગ્રામ ૬૦૦ મીલીગ્રામ જેની કુલ્લે કિ.રૂ.૨,૨૬,૦૦૦/- મળી કુલ્લે રૂ.૨,૫૭,૭૦૦/- નો મુદામાલ હસ્તગત કરી ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ કામની તપાસ દરમ્યાન પકડાયેલ આરોપી મેફેડ્રોનનો જથ્થો નઇમ જેનું પુરૂ નામ સરનામુ મળી આવેલ નથી તેની પાસેથી લાવેલ જેથી આ કામે વધુ તપાસ કરતા આરોપી નઈમનું પુરુ નામ મોહમંદ નઇમ સબીરખાન પઠાણ, રહે.સી-૧૭૬, સંકલીતનગર, જુહાપુરા, વેજલપુર, અમદાવાદનું સરનામું મળી આવેલ જેથી સદરીની તપાસ કરતા આજરોજ મળી આવતા તેને અત્રે લાવી વિસ્તૃત પુછપરછ કરતા અગાઉ પકડાયેલ આરોપી ફિરોજખાન ઐયુબખાન પઠાણને આ પકડાયેલ મેફેડ્રોનનો જથ્થો આપેલાનું જણાવ્યું હતું જેથી સદરી મોહમંદ નઇમ સબીરખાન પઠાણને આજરોજ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી
(૧) પો.સ.ઇ.શ્રી એસ.યુ.ઠાકોર
(૨) હે.કો. સમીર ઝમીરુદ્દીન
(3) હે.કો જયપાલસિંહ વિજયસિંહ