આરોપી સાહિદ ઉર્ફે સાહિલ સલીમભાઇ કુરેશી
અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ ગેરકાયદેસર હથિયારના ગુનાઓ શોધવા તેમજ એસ.ઓ.જી.ના હેડને લગતી કામગીરીની સુચના મુજબ મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવીઝન હેઠળ તથા પો.ઇન્સ. બી.પી.ચૌધરીના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. જે.બી.દેસાઇની ટીમને મળેલ બાતમી આધારે આરોપી સાહિદ ઉર્ફે સાહિલ સલીમભાઇ કુરેશીને વગર પાસ પરમીટની ગેરકાયદેસરની દેશી બનાવટની પિસ્ટલ નંગ-૧ કિ.રૂ.૨૫,૦૦૦/- તથા કારતુસ નંગ-૫ કિ.રૂ.૭૫૦/- મળી કુલ્લે રૂ.૨૫,૭૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આરોપી વિરુધ્ધમાં ડી.સી.બી. પો.સ્ટે.માં ધી આર્મ્સ એકટ ૨૫ (૧-બી) એ, ૨૯ તથા જી. પી. એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ જે.બી.દેસાઇ, પો.સ.ઇ. એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ તરફ ડેપ્યુટ કરેલ છે.કામગીરીમાં અધિકારી/ કર્મચારીઓએ (૧) જે.બી.દેસાઇ, પો.સ.ઇ. (૨) મ.સ.ઇ પરેશભાઇ લલ્લુભાઇ (૩) અ.હે.કો. ભાગ્યદિપ મહેશકુમાર (ફરિયાદી) (૪) અ.હે.કો વિજેન્દ્ર ભવરલાલ (બાતમી) (૫) અ.હે.કો. પ્રધ્યુમનસિંહ છત્રસિંહ (બાતમી) (૬) અ.હે.કો રસીદખાન સામંતખાન એ ફરજ બજાવી હતી.