ગાંધીનગર મહાનગરપાલિકાના માન. સ્થાયી સમિતિ ચેરમેનશ્રી જશુભાઈ પટેલ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારની અલગ-અલગ નગર રચના યોજનાઓમાં તા.૨૫/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૯ થી ૧ દરમિયાન વિવિધ ગામો ની મુલાકાત લેવામાં આવેલ હતી. જેમાં ક્રમિક મુલાકાત દરમિયાન ભાટ ગામ ખાતે ડ્રેનેજ લાઈનની સાફ સફાઈ, હવાડાની સામેના ખુલ્લા પ્લોટમાં નવીન આરોગ્ય કેન્દ્ર બનાવવું, ભાટ ગ્રામપંચાયત બાજુમાં આવેલ આંગણવાડી પાસે આવેલ જુનું બાંધકામ તોડી બાળકોને રમવા માટે બગીચો બનાવી રમત-ગમતનાં સાધનો મુકવા, મંદિરની બાજુએ તેમજ ગાયત્રી સોસાયટીની સામે ગૌચરનાં ખુલ્લા પ્લોટમાં ચિલ્ડ્રન યુનિવર્સીટી દ્વારા આપવામાં આવેલ પ્લાન મુજબ આંગણવાડી બનાવવાનું સુચન કરવામાં આવેલ છે.
તેમજ ભાટ,કોટશ્વર,અમીયાપુર,અને ઝુંડાલ ટી.પી. વિસ્તારોમાં બાંધકામ હેઠળ રહેલ સુએઝ પમ્પીંગ સ્ટેશનોમાં કોટાસ્ટોનનું રીપેરીંગ, પ્લાસ્ટર કામ, આર.સી.સી. નાં ટેસ્ટિંગમાં સુધારો કરવો, ધાબા પર પાણી ભરી લીકેજ ચેક કર્યા બાદ ચાઈના મોઝેક લગાવવું તેમજ યોગ્ય સ્લોપ આપી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી, સ્લેબના સ્ટીલ કામમાં કવર જળવાઈ રહે તે રીતે વધારે સિમેન્ટ વાપરી કવર બ્લોક બનાવી ઉપયોગ કરવા સુચન કરેલ છે. તેમજ કોન્ટ્રાક્ટરે કરેલ કામના કોર કટિંગ કરી ટેસ્ટિંગ કરાવી ગુણવત્તાની ચકાસણી કરાવી લેવા સુચન કરવામાં આવેલ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ સુએઝ પમ્પીંગ સ્ટેશન/વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન માટે એક જ યુનિક કલર પસંદ કરવા તેમજ તમામ પમ્પીંગ સ્ટેશન પર સ્ટેન્ડ બાય પમ્પીંગ મોટર લગાવવા સુચન કરવામાં આવેલ