ગુજરાતની જેટલી મહાનગરપાલિકાઓ છે તેને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અબજો રૂપિયાની ગ્રાન્ટ આપે છે ત્યારે વિકાસના કામો ધમધોકાર થાય તે માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જે દિલ્હીથી સો રૂપિયાની નોટ આવે તે પૂરેપૂરી નોટ મહાનગરપાલિકાઓને આપે છે ત્યારે જેટલા ભ્રષ્ટાચારના ગાબડા હતા તે પૂરી દીધા છે, ત્યારે કરોડો રૂપિયા ખર્ચકર્યા બાદ કામની ક્વોલિટી ચકાસવાની જવાબદારી કોની?? ખરેખર ચકાસવામાં આવે તો ઘણું બહાર આવે તેમ છે, ત્યારે GJ-18 મહાનગરપાલિકાના ચેરમેન જશુ પટેલ ઉર્ફે જોરદાર ઉર્ફે khurrat તથા જમ્પિંગ જેટ એવા સ્પાઈડરમેન દ્વારા કામની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવતા જે જગ્યાએ કામ ચાલી રહ્યું છે ત્યાં કાચા પીલરો બાંધેલા હોવાથી કોઈ ચડી શકે નહીં ત્યારે કામની ચકાસણી કરવા spider-man ની જેમ પીલ્લર ઉપર ચડ્યા હતા, અનેક કામોની ચકાસણી કરવામાં આવી હતી